Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 8
________________ વર્ષ ૪ : અંક ૧-૨ ચતુર્થવર્ષારંભ વિશેષાંક : અંતરચક્ષુને પણ આવરી દીધા. સુવિહિત માર્ગસ્થ મહાપુરૂષના તેઓને સમજાવવાના સઘળા ય પ્રયત્નો ફળદાયી ન થયા. તેથી ભેળા-ભદ્રિક જી આજના આ પ્રચાર યુગમાં ભ્રામક પ્રચારથી ભ્રમિત થઈ ભવભ્રમણ ન વધારે, ઉભાગની પુષ્ટિ ન થાય અને સન્માગને દીપક ઝળહળતે રહે, પૂર્વપુણ્ય પુરુષની સુવિહિત પ્રણાલિકાઓ અને અવિચ્છિન્ન શાસ્ત્રીય પરંપરાની આરાધના માર્ગે જીવંત રહે તે જ એક શુભહેતુથી આ સાપ્તાહિકને ઉદ્દભવ થયે હતે. “ઝાઝા હાથ રળિયામણ” ન્યાયે શાસન પ્રેમી આત્માઓએ તેને જે આવકાર આપ્યો હતો અને લેકહૃદય સુધી પહોંચી સુધારકેની એક પણ કારવાઈ બર ન આવવા દઈ અમને ઉત્સાહિત કર્યા અને જે લેક ચાહના અમે પામ્યા તે બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. - પરતુ શુભ-શ્રેયસ્કર કાર્યોમાં વિદને ડગલે અને પગલે આવે છે. દેશમાં કે કઈ પણ પક્ષમાં બાહ્ય ભય કરતાં અંદરને ભય વધુ હોય છે. શાસ્ત્ર પણ કહ્યું છે કે-બાહ્ય શત્રુઓને જીતે તે ખરેખર શુરવીર નથી પણ અત્યંતર રાગાદિ શત્રુઓને જીતે તે જ સાચા અર્થમાં શુરવીર છે. ગઠબંધનેએ આજે સર્વત્ર જે ઉકાપાત અને હાહાકાર મચાવ્યો છે તેનાથી ધાર્મિક ક્ષેત્ર પણું બાકી નથી રહી શકું તે દુઃખદ બીના છે. શાસ્ત્રીય સના સંરક્ષણ માટે, પૂર્વજોના શુદ્ધ સમાગના પંથે જ ચાલવાની પહેલ કરવાની નીતિને વરેલા આપણા પૂએ જે કર્યું અને કરી રહ્યા છે તેની પાછળ ચાલનારા અમારા આ સાપ્તાહિકને પણ જે ઠંડે અસહકાર મલ્યો છે તેથી સજજનેના પણ દિલ દુભાયા છે અને “સત્યનું મોં બંધ કરવા માટે આજના સ્પૃહાવાળા રાજકારણીઓના દાવપેચને પણ ભૂલાવે તેવા જે દાવપેચ રમાયા છે છતાં પણ નાહિંમત થયા વિના એકલે હાથે, શાસનની રક્ષા કરવાના ધ્યેય તરફ જે આગેકૂચ કરી રહ્યા છીએ-તે માટે જે કિંમત ચૂકવી છે તે વાચકેથી અજાણ નથી. તેમાં શાસન સમર્પિત પૂજા અને ભાવિકને સાથ એ પ્રાણ છે. સત્ય હંમેશાં સ્વયં પ્રકાશિત જ છે તેને છાવરવાના કેઇના પણ પ્રયત્નો કારદાયી થયા નથી કે થતા નથી કે થશે પણ નહિ. સામો માણસ રાષ પામે કે તેષ પામે તે પણ હિતકારી ભાષા બોલવી જેમ ન્યાયી છે. તેમ સત્ય સિદ્ધાન્ત માર્ગના સંદેશને ઘર-ઘરમાં ગુંજતું કરવાની અમારી નેમને દુનિયાની કેઈપણ તાકાત નમાવી શકવાની નથી. ડરવાનું હોય તે આજ્ઞા વિરૂદ્ધ કે ઈપણ કરાવાઈ કે પ્રવૃત્તિ અમારાથી ન થઈ જાય કે જે કંઈ કરતા હોય તેમાં જાણે-અજાણે પણ સંમતિ ન અપાય તેથી. બાકી આજ્ઞા મુજબ જીવવાનો પ્રયત્ન કરનારને કેઈથી ડરવાની જરૂર નથી. આટલી સ્પષ્ટતા અનિવાર્યપણે વાચકેના ધ્યાન ઉપર લાવવાની જરૂર હોવાથીPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 1022