Book Title: Jain_Satyaprakash 1947 02 03 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વધર શ્રી. ઉમાસ્વાતિજી વાચકવિરચિત પૂજાવિધપ્રકરણ લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી. ધુરંધરવિજ્યજી “પૂજાવિધિપ્રકરણ”ના પ્રણેતા વાચક્ઝવર પૂર્વધર શ્રી. ઉમાસ્વાતિજી મહારાજ છે. તેમની વિદ્વત્તા અને રચનાશલિ અપૂર્વ હતી. આહંત તને તાર્કિક શૈલીથી વિવેચતા સેંકડો ગ્રન્થ છે. પણ તેની શરૂઆત કરનારાઓમાં શ્રી ઉમાસ્વાતિજીનું પુનિત નામ પ્રથમ આવે છે. શ્રી તત્ત્વાથધિગમસૂત્ર ને તેનું ભાષ્ય એ બન્ને પ્રાચીનતમ ગ્રન્થની ગૂંથણી તેઓશ્રીએ કરેલ છે. એ ગ્રન્થોનું અધ્યયન કરનાર તેમના ઉપર વારી જાય છે. આજે પણ આહંતદર્શનના અનુયાયીઓને એ કન્ય આગમની જેમ બહુમાન્ય ને પ્રમાણુ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે તેઓશ્રીના તે ગ્રન્થોને લઈને માણાલિત હીતા: જેવું વ્યાકરણમાં ઉદાહરણ મૂકી તે પૂજ્યશ્રીનું ગૌરવ ગાયું છે. તેઓશ્રીનાં જીવન અને અનુભવો અન્યત્ર અંકિત થયાં છે, તે પણ ઘણું રસમય છે. આ ૧૯ શ્લેક પ્રમાણુ નાનું પણ મહત્ત્વનું પ્રકરણ તેઓશ્રીનું છે. ફક્ત ૧૯ પોમાં તેઓશ્રીએ ઉપયુક્ત વિષયને સુન્દર રીતે સમજાવ્યો છે. પરમાત્માની પૂજા વગર કાઈને ચાલતું નથી; કેઈ ને કઈ રીતે અલ્પાત્મા પરમાત્માને પૂજે છે. પૂજનના પ્રકારો જુદા જુદા હોય છે, પણ પૂજન તો અવશ્ય ઉપાદેય છે. પરમાત્મપૂજનનો નિષેધ કરતો હીનાત્મા કદી પણ ઉન્નતિ પ્રાપ્ત કરી શકતો નથી. પૂજનની અગત્ય સિદ્ધ થાય એટલે તે કઈ રીતે કરવું તેની વિચારણું આવશ્યક છે. રીતિ જાણ્યા વગર કરાયેલ ક્રિયાઓ ચિરકાળ કર્યા છતાં યથાર્થ ફળ આપી શકતી નથી. ટૂંકમાં પણ સ્પષ્ટ અને સચોટપણે આ પ્રકરણમાં તે પૂજાવિધિ બતાવેલ છે. વાચકવરના લેખનની એ વિશેષતા છે કે જે કાંઈ તેઓશ્રો લખે છે તે સચોટસ્પષ્ટ ને ચુકાદા જેવું હોય છે. જે કે સર્વજ્ઞમૂલક જે કાંઈ હોય તે સર્વ અસંદિગ્ધ જ હોય છે, તો પણ લેખનશૈલીના રંગે તેમાં કોઈ ઓર ભાત પાડે છે. જગતકાદરીઓમાં સરસ્વતીચન્દ્રનું સ્થાન માં સ્વ. કવિ શ્રી ન્હાનાલાલ દલપતરામ, નર્મદાશંકર અને ગોવર્ધનરામ માટે કહ્યું છે તે હકીકત અન્ય કર્તવ્ય પ્રેરક માટે લાગુ પાડી શકાય છે. કેટલાયે ઉપદેશક ઉપદેશ કરતા જનતાને કહે છે કે-“તમે આ શુભ કર્તવ્ય કરો, નહિ તો નરકમાં પડશે.' બીજાઓ કહે છે કે તમારે આ કરવું જોઈએ, આમાં લાભ છે.' ત્રીજાઓ કહે છે કે “ આ શુભ કર્તવ્ય કરનાર સુખી થાય છે અને ન કરનાર–તેથી વિપરીત કરનાર દુઃખી થાય છે. ' ઉપરના ત્રણે લેખકોની વાત તો એક જ છે કે સારું કામ કરે. પણ ત્રણેની કહેવાની શૈલી જુદી છે. પ્રથમ લેખક–આજ્ઞા-ફરમાન કરે છે. બીજે પ્રેરણા આપે છે. અને For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52