Book Title: Jain_Satyaprakash 1947 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ કર્યા છે. આની ટિપ્પણી (પૃ. ૯૪)માં તેઓ કહે છે કે “ આ અપભ્રંશ ગીતો કાલિદાસનાં જ છે એમ તો કઈ કહી શકે જ નહિ.” આ વિધાનના સમર્થનાથે એમણે ચાર કારણે આપ્યાં છે. વિશેષમાં સ્વ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે આ વિષે પિતાની પ્રસ્તાવના(પૃ. ૪૦-૪ર )માં વિસ્તારથી ઊહાપોહ કર્યો છે તેનો નિષ્કર્ષ એમણે આપ્યા છે. અંતમાં એમણે નીચે મુજબ નોંધ કરી છે – આ ક્ષેપક અપભ્રંશભાગ હેમચન્દના અરસામાં કે જરા પહેલાં અને પ્રાકૃત પિંગલની પૂર્વે ઉમેરાયો હશે, એમ ભાષા પરથી લાગે છે. આમે આને લગભગ ૧૧ ) ૧૨ મા સૈકાનું અપભ્રંશ કહેવાય.” શ્રી કેશવરામ શાસ્ત્રી આપણુ કવિઓ (પૃ. ૪૬૦)માં કહે છે – “નાટથશાસ્ત્રકારે પ્રવાના અનેક પ્રકાર આપ્યા છે; પણ એને સૌથી પ્રથમ પ્રયોગ આપણને કાલિદાસના વિક્રમોર્વશીયમાંના અપભ્રંશ વિભાગમાં મળે છે. એમાં કેટલાયે વિવિધ માત્રામેળ છન્દો પ્રયુક્ત છે. આપણે જાણીતા દોહરા, પા ચરણકુળ અને પ્લવંગમ કે ત્રણે છેક આજના સમયના “ રાસ’ સુધી તરી આવ્યા છે, એ એમાં ખાસ ધ્યાન ખેંચે છે.” પૃ. ૪૨૧માં તેઓ કહે છે: “ કાલિદાસનો સમય ઈ. સ. પૂર્વે ૧લી સદીથી ઈ. સ. ની ૪થી સદી સુધીમાં છે..... અપભ્રંશ સાહિત્યની ભાષા તરીકે તો વલભીકાળમાં સકારાયેલી જ હતી, એટલે બે ત્રણ સદી આગમચના વિક્રમોર્વશીયમાં અપભ્રંશવિભાગ ખુદ કાલિદાસે રો હોય તો તેમાં ન બનવા જેવું કંઈ નથી.” પૃ. ૩૭માં નીચે મુજબને ઉલ્લેખ છેઃ “સ્વ. દી. બ. કેશવલાલ હ. ધ્રુવ વગેરે આ અપભ્રંશ પોને ૧૦–૧૧ શતાબ્દીની પેદાર માને છે, પણ તેને જોઈદુના પરમાત્મપ્રકાશ લગભગમાં મૂકવામાં બાધ નથી જણાતો.” આમ અનજરે ચર્ચા એવા નિર્દેશપૂર્વક અપાયેલા અપભ્રંશ પદ્યના સમય પરત્વે મતભેદ છે. છતાં એ જિનદત્તસૂરિકૃત ચર્ચરી કરતાં તો પ્રાચીન છે જ એ બાબત નિર્વિવાદ છે. વિક્રમોર્વશીય ઉપર રંગનાથે ટીકા રચી છે. તેમાં એણે ચર્ચારીની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છેઃ " द्रुतमध्यलयं समाश्रिता पठति प्रेमभरान्नटी यदि । प्रतिमण्ठकरासकेन या द्रुतमध्या प्रथमा हि चर्चरी ॥ * આમ “ચર્ચરી' એ એક પ્રકારનું “વૃત્ત' છે. પ્રાકૃત પિંગલ (પૃ. પર૩)માં જે ચર્ચરી' છન્દ આપ્યો છે, તેની સાથે આને કંઈ લેવા દેવા નથી એમ શ્રી મોદી ટિપ્પણી (પૃ. ૯૫)માં કહે છે. ભરત-બાહુબલિ-રાસની પ્રસ્તાવના (પૃ. ૩૦)માં પં. લાલચન્ટે નીચે મુજબના ઉલેખ કર્યો છે – For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52