Book Title: Jain_Satyaprakash 1947 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ શ્રી. અમરરત્નસરિના સમયમાં વિરચિત “ કનકાવતી આખ્યાન ” માં શ્રી. ભાનુમેરુ આ કવયિત્રીના દાદાગુરુ તરીકે ઊંટલબિત છે. આ ભાનુબેરનું નામ ઉપર્યુકત ઉલ્લેખ માત્રથી અમર થયું છે. એમના પિતાના હાથની કેઈ પણ કૃતિ હજુ સુધી પ્રસિદ્ધિમાં આવી હોય તેમ લાગતું નથી. માત્ર ઈ. સન ૧૯૧૭માં લખેલી “ શ્રીઆનંદકાવ્યમહોદધિ, " મૌતિક ૬ની પ્રસ્તાવનામાં (૫. ૧૩) શ્રી. એ. ૬. દેશાઈ જણાવે છે કે “ભાનુમેરુકૃત ચંદનબાલા સકાય હાથ લાગી છે તે આ ભાનુમેરુ (અથત કવિ નયસુંદરના ગુરુ) લાગે છે, ” શ્રી. શાઈજીની પાછલની કૃતિઓમાં–અર્થાત “જૈન ગુર્જર કવિઓમાં અને જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ”માં ન તો આ “ચંદનબાલા સજઝાય,” અને ન તો આ ભાનુમેરુ એક સાહિત્યકાર તરીકે ઉલ્લખિત છે. પરંતુ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિદાસ”ના પેરા ૮૧માં એક બીજા ભાનુમેરુનો ઉલ્લેખ છે, કે જેઓ ખરતરગચ્છમાં થયા અને ચારિત્રસારના શિષ્ય તથા સં. ૧૬૫૪માં પર વૃત્તિ રચનાર જ્ઞાનવિમલના ગુરુ હતા. તે ભાનુમેરુની પણ કાઈ કૃતિ હજુ સુધી મળી નથી એમ લાગે છે. ઉજેનરથ શ્રી સિંદિયા ઓરિએંટલ ઇન્સ્ટિટયૂટના હસ્તલિખિત ગ્રંથસંગ્રહની પ્રત નં. ૬૬૨૦માં શ્રી. ભાનુમેરુકૃત એક “ચંદનબાલા સજઝાય” પ્રાપ્ત થઈ છે. સંભવ છે કે તે જ ઉપવુંલિખિત કૃતિ હોય. પરંતુ તેમાં કવિનું નામ “ભાનુમેરુ” આવું જ આપેલું છે, અર્થાત તેઓ કયા ભાનુમેરુ છે અને કયા સમયમાં વિદ્યમાન હતા તે વાતને તેમાં કોઈ પણ ખુલાસો નથી. માત્ર તેમાં આવેલા ભાષાના કેટલાક પ્રયોગો, જેવા કે“મંદિર-ઘર, “ઉઠવું”=ઊંચું કરવું (સંસ્કૃત ૩+ag), મીત”=મિત્ર, “વે દ ”= ગુંથાયેલો ચોટલો (સંસ્કૃત વેળો હિન્દી વોટ્ટી), “લહુસહી ”=લેશે, “કેડઈ"= કોડ (સંસ્કૃત કોટિ), “ સ્વઈ દેહી ”=પોતે જ (સંસ્કૃત સવ -૨), “લાધું ”= લબ્ધ ઇત્યાદિ પ્રાચીન છે. એટલે કવિ ઉપર્યુક્ત બે ભાનુમેરુમાંના એક હોય તે બનવા નેમ છે. જે ૧૦મા પદ્યમાંના અનુપ્રાસ “રતન”- “ધન” દ્વારા શ્રી. ધનરત્નસૂરિનું નામ સચિત કરવાને કવિનો ઇરાદે હોય તો સમજવું જોઈએ કે વૃદ્ધ તપાગચ્છના ભાનુમેર ગણિ જ આ સજઝાયના કતી છે, પરંતુ તેની ખાતરી નથી. પ્રસ્તુત કૃતિ ગમે તે ભાનુમેરુના હાથની હેય-પ્રાચીન અને સરસ હોવાથી તેને વિરકૃતિથી બચાવવા માટે તેને અહીંયાં પ્રકાશિત કરવામાં આવે છે. તેની પ્રતનું એક જ પત્ર છે. અક્ષર સાધારણ દેવનાગરીના છે. કઈ કઈ પડિમાત્રાવાળા અક્ષરે તેમાં આવી ગયા છે. લિપિ સ્વચ્છ અને સુન્દર છે. શાહી અને કાગળ ૨૦થી વધારે વર્ષનાં હેય તેવાં પુરાણું દેખાય છે. બન્ને પૃષ્ઠોની વચમાંના અક્ષર લાલ શાહીની રેખાઓથી એવી રીતે વીંટાયેલા છે કે ગંજીફાના ચોકડીના આકારનો એક મોટો અને અનેક નાના ચાકે ણે દેખાય છે. ડાબી અને જમણે કિનારો બને ૫. આનંદ કાવ્યમાંધ ૬, પૃ. ૧૪ અને જૈન ગુર્જર કવિઓ ૧, પૃ. ૨૮૬. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52