Book Title: Jain_Satyaprakash 1947 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. ભાનુમેરકત “ચંદનબાલા સઝાય” લેખિકાઃ—- શ્રીમતી શાર્લોટ કાઉઝ, પી.એચડી., ભારતીય સાહિત્યવિશારદા, કયુરેટર સિદિયા ઓરિએન્ટલ ઇસ્ટિ ઉજજૈન (વાલિયર સ્ટેટ) ગૌજર ભાષાના મહાકવિ શ્રી. નયસુન્દર પોતાની રમણીય કૃતિઓમાં, ૧ કે જે વિ. સં. ૧૬પ૦ની આસપાસના જમાનામાં વિરચિત છે, એક “ભાનુમેરુ નામના મહાત્માને પોતાના ગુરુ તરીકે ઓળખાવતાં પોતાની ગુરુપરંપરાની વિગત આપે છે. તે પ્રમાણે આ ભાનુમેરુ વૃદ્ધ તપાગચ્છમાં થયેલા શ્રી. જ્ઞાનસાગર- ઉદયસાગર- લબ્ધિસાગર --ધનરતનસૂરિના શિષ્ય હતા. એટલે શ્રી. ધનરત્નસૂરિના પટ્ટધર, ૫૯મા ગ૭૫તિ શ્રી. અમરરત્નસૂરિ તથા શ્રી. ધનરત્નસૂરિના સ્વર્ગવાસ પછી થયેલી બીજી શાખાના પહેલા અધિપતિ શ્રી. તેજરત્નસૂરિ આ બે સૂરિઓ શ્રી. ભાનુમેરુના ગુરભાઈ હતા. શ્રી. માણિક્યરન અને શ્રી. નયસુન્દર આ બે ભાઈઓ એમના શિષ્યો હતા. શ્રી. નયસુંદરની કૃતિઓમાંનું એક શાંતિનાથસ્તવન૩ શ્રી. ધનરત્નસુર્તિા જમાનામાં વિરચિત છે એમ તેનાં પ્રશસ્તિપોથી જ્ઞાત થાય છે. તેમાં શ્રી. ભાનુમેરુના નામ સાથે “મુનિ” પદ જોડાયેલું છે. પાછલની કૃતિઓમાંની કેટલીક કૃતિઓ અમરત્નસૂરિના જમાનામાં, કેટલીક તેમના પટ્ટધર દેવરત્ન (દેવસુન્દર ) સૂરિના જમાનામાં અને કેટલીક દેવરત્ન (દેવસુન્દર) સૂરિના પટ્ટધર વિજયસુન્દર (જયરત્ન) સૂરિના જમાનામાં વિરચિત છે. તે બધી કૃતિઓમાં શ્રી. ભાનુમેરુને “ગણિ” તરીકે ઓળખવામાં આવેલ છે. તે કૃતિઓને સમય વિ. સં. ૧૩થી લઈને ૧૬૮૧ ૪ સુધીનો છે. તે સિવાય શ્રી. નયસુન્દરની શિષ્યા સાધ્વી શ્રી. હેમાજી દ્વારા સં. ૧૬૪માં ૧. “ જૈન ગુર્જર કવિઓ ” ભાગ ૧, પૃ. ૨૫૪-૨૬૭; ભાગ ૩, પૃ. ૭૪૮-૭૫૫ અને પૃ. ૨૨૨૭. “ શ્રીઆનંદકાવ્યમહેધ” મૌક્તિક ૬ની પ્રસ્તાવના. પૃ. ૧૨-૧૪માં જે વિવેચન છે તે પૂર્વોક્ત ગ્રંથોના આધાર પર વધારવાની અને સુધારવાની આવશ્યકતા છે. ૨. “જૈન ગુર્જર કવિઓ” ભાગ ૩, પૃ૨૨૯૭. ૩. “જૈન ગુર્જર કવિઓ ” ભાગ ૩, પૃ. ૭૫૫. ૪. સં ૧૯૮૧માં યશોધર નૃપ ચૌપધ” વિરચિત છે. તેની પ્રશસ્તિમાં (જૈન ગુર્જર કવિઓ ૩, પૃ. ૭૪૯) જે સાંકેતિક સંખ્યા આપવામાં આવેલ છે, એટલે “વસુધા વસ મુનિ રસ એક” તેનો અર્થ શ્રી દેસાઈજીએ “૧૬૧૮” કર્યો છે, તે યથાર્થ નથી લાગતું. કારણ કે, તે કુતિમાં “વિજયસુન્દર”ને દેવ સુન્દરના પટ્ટધર કહેવામાં આવેલ છે, જ્યારે કે સં. ૧૬૪૬ સુધીની કૃતિઓમાં “દેવરન” (દેવસુન્દર) અને તે પછી જ “વિજયસુન્દર” (જયરત્ન) પટ્ટધર તરીકે ઉલિખિત છે. એટલે આ કૃત સં. ૧૬૪૬ પહેલાં જ વિરચિત હોય તેનો સંભવ નથી. બાકી શબ્દોના ક્રમથી પણ સ્વાભાવિક રીતિથી ૧૬૮૧ જ નિકળે છે (“મુનિ” શબ્દ ક્રિયાપદ-સંબંધન હોય અથવા “પુનિ શબ્દનું વિકૃત રૂપ હોય એવું લાગે છે) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52