Book Title: Jain_Satyaprakash 1947 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ શ્રીરત્નમંડનસૂરિ અને શ્રીરનમંદિરગણિ બંને મિત્ર વ્યક્તિઓ છે એવું ૫. લાલચંદભાઈનું કથન સાચું છે, પણ બંને મંદિરના શિષ્યો નથી. શ્રીરત્નમંડનસૂરિ શ્રી સોમસુંદરસૂરિના કે તેમના શિષ્ય સોમદેવસૂરિના શિષ્ય છે અને રત્નમંદિરગણિ સેમસુંદરસૂરિના રશેખરસૂરિ, તેના મંદિરનના શિષ્ય છે. આ હકીકત બીજી રીતે પણ પુરવાર થઈ શકે તેવી છે. “સોમર્ષોમાથાશ”ની રચના સં. ૧૫૨૪માં થયેલી છે. તેમાં તેમને “સૂરિરાષ્ટ્ર જણાવ્યા છે. તેમને લગભગ એ અરસામાં સૂરિપદ મળ્યું હોય તે તેમની વધુમાં વધુ ૫૦ વર્ષની વય ધારીએ તો તેમની વિદ્યમાનતાનો સમય સ. ૧૪૭૪–૭૫ લગભગનો ગણાય. પ્રસ્તુત પ્રતિના મથાળે “શ્રીતોમરેવન્નગુિ નમ:”ને મૂળ પ્રતિની નકલ માનીએ તે તેઓ નિશ્ચિતરૂપે શ્રીમદેવસૂરિના શિષ્ય હોવા જોઈએ. શ્રીસેમસુંદરસૂરિને “રંગસાગર ફાગ'માં સ્મર્યા છે એ જોતાં તેઓ તેમના શિષ્ય અને સોમદેવસૂરિના ગુરુભાઈ પણ હેય. તેમના સમયમાં ગુરુ માઈઓમાં અણબનાવ પ્રવર્તતે હતો. તેથી શ્રતીસાગરસૂરિને સં. ૧૫૧૭ માં લાટાપુરીમાં શ્રી રત્નશેખરસૂરિએ પટ્ટાભિષેક કર્યો તે પછી તેમને શ્રીરામદેવસૂરિ અને રક્તમંડનરિ સાથે ગ૭મેળ કરવાની જરૂર પડી ત્યારે તેઓ ખંભાત આપા અને ૫રમાં મેળ કર્યો. એ સંબંધે “ગુforcરના કારણ”માં જ ઉલ્લેખ છે કે – " श्रीसोमदेवायसूरिसूत्रिताऽध्याक्षेपतः पक्षपृथक्त्वमोक्षिषु । निर्णिक्तहेमेव नतेषु तेषु च श्रोस्तम्भतीर्थे नगरे गुरूत्सवैः ॥ १२ ख--दृक-शरोविशशरदि व्यधायि यैर्यदा गणैक्यं घनसङ्घसाक्षिकम् ।" આ વર્ણન ઉપરથી જાણી શકાય છે કે શ્રી લક્ષ્મીસાગરસૂરિ કરતાં શ્રી સોમદેવસૂરિ અને શ્રીરનમંડનસૂરિ મોટા હતા તેથી તેમની પાસે આવીને શ્રીલક્ષ્મીસાગરસૂરિએ મેળ કર્યો. ૩વેશતળિોના કર્તા શ્રી રત્નમંદિરગણિએ મોષવધની રચના સં. ૧૫૧૭ માં કરી છે. અને રનમંડનસૂરિ સં. ૧૫૪ સુધી તો જીવિત હતા જ. એ જોતાં તેઓ બંને સમકાલીન તો છે જ, પરંતુ વય અને દીક્ષા પર્યાયમાં પણ મોટા એટલે તેમના ગુરના ગુરબાઈ હતા, તેથી રત્નશેખરસૂરિના શિષ્ય નંદિરનના શિષ્ય રનમંદિરમણિ હતા, પણ રનમંડનસૂરિ નહિ, એટલું નકકી કરી શકાય છે. પ્રસ્તુત કૃતિના અંતે “પં. શ્રી રાનમંડનગણિકૃતઃ' એવો ઉલ્લેખ આપ્યો છે તેથી એમ પણ જાણી શકાય છે કે તેઓએ આ કૃતિ સૂરિ થયાં પહેલાં જ રચેલી છે. એટલે આ કાવ્યકૃતિ પંદરમી શતાબ્દિના ઉત્તર ધ એટલે વાતવિઝાવાના સમ ાલીન સમયની છે અને તેની ધાટી પણ વસન્તવિલાસનું સ્મરણ કરાવે છે. “ફાગુબંધ' કાવ્યોના સ્વરૂપ સંબંધે કે શ્રીરનમંડનસૂરિ સંબંધે વિપર્યાય જેવું વિદ્વાનને જાય તો સૂચવવા વિનવું છું. 1 શ્રી દેસાઈએ “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ ના પૃ. ૪૯૭ ૫ર આ ગચ્છ. મેળનો સં. ૧૫ર૭ આયો છે, અને તેની જ નકલ “શ્રીત પાગપટ્ટાવલી ”માં શ્રી કલ્યાણવિજ્યજીએ કરી છે, પણ એ મેળ સં. ૧૫૭ નહિ પણ ૧૫૨. ક્યો છે, એ ઉપર્યુકત વર્ણનથી જણ શકાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52