Book Title: Jain_Satyaprakash 1947 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચર્ચરી (ચર્ચરિકા) (લે. પ્રો. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.) શબ્દ- ચર્ચરી' : કહો કે ચર્ચરિકા' કહે એ બંને એક જ છે. વિશેષમાં આ બને શબ્દો સંસ્કૃત છે અને એ ગુજરાતીમાં પણ વપરાય છે. પાઇયમાં આને માટે “અચ્ચરી' અને “ચરિયા” શબ્દ છે. વિશેષમાં ગુજરાતીમાં “ચાચરી” અને “ચાચરિ શખ પણ વપરાયેલા મળે છે. અર્થ-હમણુ રામચન્દ્ર વિહત “સંરકૃત-અંગ્રેજી કેશ”માં “ચચરી' શબ્દના સાત અર્થ અપાયા છે: (૧) એક જાતનું ગીત, (૨) સંગીતમાં તાલ સાચવવા હાથ ઠેકવા તે, (૩) વિદ્વાનેનું ગાન (recitation), (૪) વસંતને અગેની કીડા, (૫) ઉવ, (૬) ખુશામત અને (૭) વાંકડિયા વાળ. અભિધાનચિન્તામણિ (કાંડ ૨, લે. ૧૮૭)માં “ચર્ચા” અને “બી” એ બેને રમાનાર્થી ગયા છે. વિશેષમાં એની પણ વિશ્વતિમાં એ બંનેની વ્યુત્પત્તિ અમે નીચે મુજબ અપાઈ છે – “જા પાસેના જલ'; “વા મદદનીશ જમરી” પાઇપસદમહgવમાં “ચર્ચરી' શબ્દના (૧) એક પ્રકારનું ગીત-ગાણું, (૨) ગાનારી ટાળી, (૩) એક જાતને છંદ અને (૪) હાથની તાળીનો અવાજ એમ ચાર અર્થે અપાયા છે. વિરોષમાં સુરસુન્દરીચરિય (પરિ૦ ૩, ગાથા ૫૪)માં પહેલા અર્થમાં, સમરાઈ ચકહા (એશિયાટિક સોસાયટીવાળી આવૃત્તિ, પૃ. ૪૨)માં બીજા અર્થમાં, પિંગલમાં ત્રીજા અર્થમાં અને આવલ્સયમાં ચેથા અર્થમાં “ચચરી' શબ્દ વપરાયાને ઉલ્લેખ જોવાય છે. આ ઉપરાંત આ કેશમાં “ રિયા” એટલે એક જાતનું નૃત્ય એ અર્થમાં જામજરીમાં એનો પ્રયોગ થયાને અને “ચચ્ચરી' અર્થમાં સમરાઇચકહા (પૃષ્ઠ ૩૦૭)માં પ્રયોગ થયાનો પણ નિર્દેશ છે. ઉપમિતિભવપ્રપંચાસ્થા (પીઠબન્ધ પૃ. ” બાન્તર)માં અંગહાર' નામના નાચને ઉલ્લેખ છે તેમ “ચર્ચરી” એક જાતનું નલ હશે. સાર્થ ગુજરાતી જોડણીકેશમાં “ચર્ચરી–રિકા)' શબ્દના નીચે મુજબ ત્રણ અ અપાયા છે – (૧) આનન્દ, ઉત્સવ; (૨) એક છન અને (૩) નાટકમાં પ્રવેશ પૂરો થાય ત્યારે મૂકવામાં આવતું ગીત. આમ “ચર્ચરી' શબ્દ વિવિધ અર્થોમાં સંસ્કૃતાદિ ભાષામાં વપરાય છે. ખુશામત અને વાંકડિયા વાળ એ અર્થ આ લેખમાં પ્રસ્તુત નથી. બાકીના આપી એક જ કુટુંબના છે. એમાં મૂળ વ્યક્તિ તરીકે કોનો નિર્દેશ કરવો એ પ્રશ્ન કેઈએ વિચા હોય તે તે જાણુવામાં નથી. અત્યારે તો હું પણ એને અંતિમ નિર્ણય કરી શકે તેમ નથી. છતાં કામચલાઉ વિધાન તરીકે એક જાતનો છન્દ કે નૃત્ય એ અર્થને મૌલિક અને ૧. આ અર્થમાં “અચ્ચરી” શબ્દ ભવભાવનાની વૃત્તિ ( પત્ર ૨૦૨, આ–૨૦૪ આ)માં જે વસંતનું વર્ણન છે તેમાં વપરાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52