________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ ] શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ મહત્તા કયા ગુણોને આભારી છે. તેનું વર્ણન કરતાં તેઓ બતાવે છે કે-“ભગવાને પોતાના સમયના જસમૂહમાં ફેલાયેલે દાસત્વને ખ્યાલ નિર્મળ કરવાને સબળ પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ વખતે ઈશ્વરનું દાસત્વ, બાણનું દાસત્વ, જાતિવાદનું દાસત્વ, એટલા દાસત્વ સુધી નજર પહોંચી હતી. મનુષ્ય પોતાના કર્મને-પુરુષાર્થને આધીન નહીં પણ ઈશ્વરની કૃપાને આધીન છે, આવા ખ્યાલથી પ્રજ અકર્મણ્ય બની ગઈ હતી. આવા પ્રકારની ઈશ્વરની પરાધીનતાનો ખ્યાલ, એનું નામ ઈશ્વરનું દાસત્વ. બ્રાહ્મણ સિવાય ધર્મક્રિયા યજ્ઞ-યાગાદિ થઈ શકે નહીં, આવા ખ્યાલથી બ્રાહ્મણની પરવશતા સ્વીકારાઈ હતી. પરિણામે ઊંચ નીચના ભેદ પડી જવાથી જાતિવાદની પરવશતા પણ આવી ગઈ હતી. તે સમયના લોકોમાં આવી પરવશતા (જેને લેખક દાસત્વ શબ્દથી ઓળખાવે છે) પેસી ગઈ હતી. ભગવાન મહાવીરે આ દાસત્વમાંથી લોકમાનસને મુકત કરવા પ્રયાસ કર્યો માટે જ તેઓ મહાન બન્યા અને ભગવાન કહેવાયા.”
આ રીતિએ ભગવાન મહાવીરની જનકલ્યાણની ભાવનાનો ઉલ્લેખ કરી તેમની મહત્તા સ્થાપીને ગાંધીજીની મહત્તા સ્થાપવા માટે તેઓ કહે છે કે “ગાંધીજીએ પણ પ્રજામાનસને દાસત્વમાંથી મુકત કરવા અવિરત પ્રયત્ન કર્યો છે. પરંતુ આ સીસમી શતાબ્દીમાં દાસત્વનો મુખ્ય અર્થે રાજકીય ગુલામી છે. ભગવાનના સમયમાં આ ગુલામી નહોતી તેમ તે નહીં, પરંતુ તે વખતે પ્રજામાનસને એટલો વિકાસ જ નહોતો કે આ ગુલામી સાલે. એટલે જ આપણે જોઈએ છીએ કે તે વખતની રાજસત્તા સામે ભગવાન મહાવીર કશું જ કર્યું નહીં વગેરે. પરંતુ આ વીસમી સદીમાં પ્રજામાનસનો વિકાસ થવાથી એમ મનાવા લાગ્યું છે કે બધી ગુલામી “રાજકીય ગુલામીમાંથી જન્મે છે અને આ ગુલામીને નાબુદ કરવાને ગાંધીજીનો સતત પ્રયત્ન છે, માટે આજની પ્રજા તેમને મહુતિમા કહે છે. તે પછી ભગવાન અને મહાત્મામાં ફરક શું ?”
આ રીતિએ લેખકે ભગવાન મહાવીર અને ગાંધીજી બન્નેમાં જનકલ્યાણની એક સરખો ભાવના અને જનસમાજને ગુલામીમાંથી મુકત કરવાનો એક સરખો પ્રયત્ન—આ ગુણો આગળ કરી સરખામણી કરી છે. સાથે જ સાથે એ વાત પણ બતાવી દીધી કે જ્ઞાનનો તે વિકાસ નહીં હોવાથી ભગવાન મહાવીરે રાજસત્તા સામે પગલું ભર્યું નથી. અર્થાત ગુલામીમાંથી મુક્ત કરવાને બન્નેને પ્રયાસ તુલ્ય કહી શકાય, તે પણ ગાંધીજીનો પ્રયત્ન સજ્ઞાન કેટિનો છે, જ્યારે ભગવાન મહાવીરનો પ્રયત્ન અજ્ઞાન કાટિ હતો.
આથી એટલું સિદ્ધ થઈ જાય છે કે સઘળી ગુલામી રાજકીય ગુલામીમાંથી જન્મે છે, પણ તે સમયમાં આવું જ્ઞાન નહીં હોવાથી ભગવાને રાજસત્તા સામે કાંઈ પણ પગલું ન ભયું. આવી માન્યતાને ધારણ કરનાર લેખક ભગવાન મહાવીરને સર્વજ્ઞ તરીકે સ્વીકારવાને તૈયાર નથી, બટુકે આજના સામાન્ય માનવી કરતાં પણ તેમને અજ્ઞાન કરાવવાને તૈયાર છે. એટલે અમે તો એમ માનીએ છીએ કે ભગવાન મહાવીર અને ગાંધીજીની જે રીતિએ લેખકે મહત્તા સ્થાપી છે, તે ભગવાન મહાવીરની રસુતિ નથી પણ અવહેલના જ છે. મહાસતીનાં સૌંદર્ય, રૂપ, વિનયાદિ ગુણની પ્રશંસા કરનારા જો તેણીના સતીત્વનું ખંડન કરવા
For Private And Personal Use Only