Book Title: Jain_Satyaprakash 1947 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫-૬ ]. જૈન દર્શન [ ૧૪૩ લેપાવાનું શી રીતે સંભવે? કારણના અભાવે કાર્યનો અભાવ જ હોય. પુનઃ જન્મ-મરણ ઊભાં રહેતાં હોય તે સાચી મુક્ત દશા કહેવાય જ શી રીતે ? આ ઉપરથી બે વાત સ્પષ્ટ થાય છે કે સર્વ વાતે સમાન સ્થિતિવાળું અને સદાકાળ એક જ દશામાં ટકનારું જે કોઈ પણ સ્થાન હોય તો તે સિદ્ધોનું છે; અને સદા ઘડીએ પલકે પરિવર્તન પામી, નવ નવા ફેરફારો બતાવનારું અથવા તો સારી-માઠી, ઊંચી-નીચી આદિ વિવિધતાથી ભરેલું સ્થાન તે સંસાર છે. એમાં ત્રણે લોક સમાય છે. આમ કર્મના સ્વરૂપમાં ઊંડા ઊતરતાં સહજ જણાય છે કે એ જડ તથા અજીવ હોવા છતાં વિશ્વની નિયામક ગતિમાં મજબૂતપણે અગત્યતા ધરાવનાર પદાર્થ છે. દુનિયા અસ્તોદયના ચક્રાવે વહેતી જણાય છે એમાં કર્મને ફાળો નાનોસૂને નથી જ. કોઈ સુખી, કોઈ દુ:ખી, એક રાજા તો બીજે નોકર, એકાદ જન્મતાં જ પારણામાં ઝૂલતો હેય વા કુલ પાન માફક ઉછરતો હોય તો અન્યને પાથરવાના વસ્ત્રનાં ૫ણું ફાંફાં હોય; ખાવાનું તે મળે ત્યારે ખરું-એવી સ્થિતિ હોય. આ પ્રકારના તફાવત વિચારતાં જ એમાં કોઈ શકિત કામ કરી રહેલ જણાય છે. એથી જરા આગળ વધીએ તો જણાશે કે એક જ માતાપિતાના સંતાને લેવા છતાં એક પ્રખર બુદ્ધિશાળી અને બીજે સાવ નિરક્ષર ! સરખા ખાનપાન મળવા છતાં એકનું શરીર ભરાવદાર તો બીજે સાવ સૂકલકડી ! દ્વિજ કે ક્ષત્રિયના કુળમાં ઉત્પન્ન થવા માત્રથી વ્યવહારમાં એ ઊંચ ગણાય, ભલેને એનાં કર્મો હલકટ અને ભયંકર હોય ! એથી ઉલટું હલકી જાતિમાં ઉત્પન્ન થયો હોય, છતાં કામ ગૃહસ્થને છાજે તેવાં કરતો હય, વાણું મધુર બોલતો હોય, છતાં જન્મને આશ્રયી એ નીચમાં ગણાય. આવી તો સંખ્યાબંધ વિચિત્રતાઓ આલેખી શકાય. એ બધાની પાછળ આંતરિક દોરી સંચાર પેલી આઠ પ્રકારની કમમંડળીનો જ છે. એની એક અઠ્ઠાવન પ્રકૃતિઓનો યથાર્થ રીતે તાળો મેળવતાં જ ગૂંચવણ ભર્યાં કકડાં ઉકલી જાય છે. જગતમાં પગલે પગલે જોવા મળતી આવી વિચિત્રતાઓ માટેનાં બાહ્ય કારણે ચર્મર ચક્ષુ ધારી ભલેને ભિન્ન ભિન્ન કલ્પે, પણ જ્ઞાનને વડે જોનાર તો થાળી વગાડીને કહે છે કે, એમાં કર્મરાજના પ્રપંચો સિવાય અન્ય કંઈ જ નથી. કેટલાંક કર્મોની અનુકૂળતા હોય છતાં કેટલાકની પ્રતિકૂળતા ખડી થાય છે એટલે જ વિચિત્રતાઓ ઉદભવે છે. ભલેને બાળ નજરે જોનાર બોલી નાંખે કે એ સર્વ ઈરાદા પૂર્વક ઊભા કરાયેલા ભેદભાવ છે, ભૂંસી વાળવામાં કંઈ જ મુશ્કેલી નથી. પણ એ સર્વ કથનમાં કે લખાણમાં જેટલું સુલભ જણાય છે એટલું આચરણ કે અનુભવમાં સરળ નથી. સાત સાંધતા તેર તૂટવા જેવું થાય છે! આનો અર્થ કેઈ એમ ન જ કરે કે હાથ જોડી બેસી રહેવું કિવા ચાલતું આવેલ ચાલવા દેવું. પુરુષાર્થ તો જરૂરી છે અને એ સદા પ્રશંસાપાત્ર છે. પણ આંકડા સાંધતાં દોષારોપણ કઈ વ્યકિતના ખભે ન આપાય કે નાસીપાસ થતાં ભામાશ બની અકર્મય દશાના તળિયે પહોંચી ન જવાય એ ખાતર કર્મોની આંટીઘૂંટી સમજવાની ખાસ જરૂર છે. આથી જ જુદા જુદા દર્શનકારોએ કમને ગણતરીમાં લીધું છે જ. કેઈએ પ્રકૃતિ તરીકે તો બીજાએ ઈશ્વર રૂપે. કેઈએ વળી ત્રીજી જ રીતે. એને છેદ ઉરાડી શકાય તેમ નથી જ. કર્મના બંધનમાં ભાગ ભજવનારા મુખ્ય કારણો જોઈ વિશ્વતંત્રની ગતિમાં એ સિવાય બીજા કારણે છે તે હવે પછી વિચારીશું. (ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52