Book Title: Jain_Satyaprakash 1947 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫-૬] ભિન્નમાલસ્થ પાશ્વજિનનું ઐતિહાસિક સ્તવન [ ૧૪૫ સોનાની મોટી મૂર્તિઓ ભૂતખાનામાંથી નીકળેલ છે (પિત્તળનું ભૂતખાનું નીકળ્યું છે). આ સમાચાર હાકેમે પિતાના સૂબેદાર ગજનીખાનને જાવાલ પહોંચાડયા. ગજનીખાને તરત જ ભિન્નમાલના જૈન સંઘને હુકમ પહોંચાડ્યો કે, તમારી મૂર્તિઓ મને મેકલી આપે; એને ભંગાવી–ગળાવી હું મારા હાથીઓના ગળે બાંધવાના ઘંટ બનાવરાવીશ. ખાને મૂર્તિઓ જાવાલ મંગાવી લીધી. જૈન સંઘે જાવા જઈ ગજનીખાનને વિનવ્યા અને કહ્યું: નામદાર, આપને જોઈએ તો પિત્તળના ઘંટ માટે અમે ચાર હજાર રૂપિયા (ચાર હજાર પીરોજી) આપીએ, પણ પ્રભુભૂતિ આપ અમને સોંપી દ્યો. સાથે એ પણ કહ્યું કે, આવા ચમત્કારી પ્રભુ, કે જે આદમ–બાબાનું રૂપ છે, તેમનું તે અકલ સ્વરૂપ છે, માટે તેમને તે સલામ કરી જ્યાં હતા ત્યાં પહોંચાડી દેવા ઠીક છે. પરંતુ ગજનીખાને તે ન માન્યું અને કહ્યું કે, મને એક લાખ રૂપિયા આપો. સૂબેદારના આ કથન પછી આખો સંધ નિરાશ થઈ પાછો ગયો. શ્રીસંધે મૂતિ પાછી ન આવે ત્યાં સુધી વિવિધ પ્રકારના અભિગ્રહ લીધા. આમાં નિરતાના શેઠ વરરંગ શાહે તે સૌથી આકરા અભિગ્રહ લીધો કે જયાં સુધી શ્રી. પારસનાથ પ્રભુજીની મૂર્તિ અહીં મંદિરમાં ન આવે ત્યાં સુધી અનાજ ન ખાવું. શ્રી. પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિની પૂજા કર્યા પછી જ હું આહારપાણ લઈશ, એવો દઢ નિયમ લીધે. એક પછી એક દિવસો જવા લાગ્યા. આ સંધ ઉદાસીન થઈ ગયું. ત્યાં શ્રીસંઘના પુણ્યબલ, લીલા ઘોડા ઉપર બેઠેલા લીલા વસ્ત્રધારી ધરણુંક, જાણે સાક્ષાત શ્રી. પાર્શ્વનાથજી પ્રગટ થયા હોય તેમ પ્રગટયા, અને ગજનીખાનને જગાડીને કહ્યું: “તું ઊઠ! જાગ ! મારે પગે પડ અને મને (મૂર્તિને) ભિન્નમાલ પહોંચાડી દે. નહિતર હું રૂઠીશ. હું રૂઠો કાળ જે છું. કદી રૂઠયો તે એનું પરિણામ સારું નહિ આવે, તેમ જ હું તુટું–રીશું તે અપાર સમૃદ્ધિ આપું. તારે જયજયકાર કરાવું!” આ સાંભળતાં ગજનીખાન ભડકો નહિ, ડર્યો નહિ, પરંતુ એને તે અભિમાન ચઢયું. એ તો બોલ્યોઃ “તું અગડબગડે શું બોલે છે? તારા જેવાં ઘણું ભૂતખાનાં જોયાં, ઘણુયે ભાંગ્યાં, હું તારાથી ડરવાનો નથી. હું ખુદાનો યાર છું. અત્યારે તે મુસલમાનોના હાથમાં મોટો દેશ પડયો છે, એ તો ભૂતખાનાનો ક્ષય કરનાર છે.” ગજની ખાન હજી આગળ વધીને બોલે છે. ભૂતખાના ! તું સાંભળ, હું તો તારા શરીરના નાના નાના ટુકડા કરાવીશ, શહેરમાં શેરીએ શેરીએ ફેરવીશ. તું મને શું દુઃખ આપી શકવાને છે. તારા તૂટયા કે રૂઠયાથી મને શું થવાનું હતું ? તારા સેવકોમાં કાંઈ શકિત નથી જે મને કંઈ પણ કરી શકે. આટલું કહી ખાન સૂતો ત્યાં તે ધરણેન્દ્ર પિતાને ચમત્કાર બતાવ્યું. એની સેનામાં ભયંકર રોગ (મરકી) ફેલાયો, હાથી અને ઘડા પણ માંદા પડયા, એની બીબીઓબેગમે અને બેટા-કુમારોને પણ માર પડવા લાગે; તેઓ રવા મંડ્યાં. ઠેર ઠેર મુસલમાને મરવા લાગ્યા, આપસમાં તડ-ધડાં પડવા લાગ્યાં; એના દેશમાં-ભયંકર દુકાળની પરિસ્થિતિ ઊભી થઈ. આખા જાલેર પરગણુમાં તોબા તોબા થવા માંડયું. પ્રજાએ જઈને સૂબાને કહ્યું: “નામદાર, આ જેનની મૂર્તિઓ એમને પહોંચાડી દો.” પણ હજી સૂબેદારનું અભિમાન ઊતર્યું નહોતું. આખરે એ પોતે માંદે પડે, એની ધ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52