________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫ ૬ ] અજુગતી સરખામણી
[ ૧૩૭. બેસી જાય તો એ સતીની સ્તુતિ નથી, પણ ઘોર અવહેલના જ છે. આજે પણ જો કઈ સતી સીતાના તમામ ગુણોને માન્ય રાખી તેના શિયળમાં દોષનું ઉદ્દભાવન કરે અગર તે શંકા પણ કરે તો તે સતીને સેવક નથી પણ દ્રોહી છે. અજ્ઞાનતાથી પણ તેવો દ્રોહ કરનારો શિષ્ટ સમાજમાં કદી પણ નભી ન શકે. ભગવાન મહાવીરને અજ્ઞાન, અસર્વજ્ઞ ઠરાવવામાં લેખક પણ પોતાની અજ્ઞાનતા જ જાહેર કરે છે. જે તેમણે શ્રી જિનાગમનુંજેનશાસનની શૈલીનું અધ્યયન કર્યું હોત અથવા તો ગુરુનમથી જેન તત્ત્વજ્ઞાનને સમજ્યા હેત તો કદી પણ તેઓ આવું સાહસ કરી શકતા નહિ. જે સર્વજ્ઞ ભગવાન મહાવીરના તત્ત્વજ્ઞાનને આજના પાશ્ચાત્ય વિદ્વાનો અને તત્ત્વવેત્તાઓ પણ પરમ આદરની નજરથી નિહાળે છે, ગણધર ભગવંતોએ–ચૌદ પૂર્વીઓએ તથા હેમચંદ્રસુરીશ્વરજી આદિ પૂર્વચાર્યોએ જેમને લોકોત્તર વીતરાગ પુરુષ તરીકે સ્વીકાર્યા છે, જેમના અન્ય ગુણે સંબંધી તમામ જૈનશાસ્ત્રોમાં એક સરખી વાત આવે છે અને જેમને વર્તમાન જૈન સંધ ત્રિકાળ પરમ શ્રદ્ધા અને ભકિતથી પૂજે છે, તે ભગવાન મહાવીરમાં નહીં જેવા લૌકિક ગુણનું આરોપણ કરી તેમની મહત્તા ગાવી અને તેમના લેકોત્તર ગુનો અપલાપ કરવો એ તેમની સ્તુતિ નથી–ભકિત નથી, પણ દ્રોહ છે. આમાં કેવળ ભગવાન મહાવીરને દ્રોહ નહીં પણ તમામ ગણધરો, પૂર્વાચાર્યો અને સમ! જૈન સંઘનો દ્રોહ છે. અજ્ઞાનથી પણ એક મહાપુરુષને માટે યદ્રા તા બોલાઈ જાય, તો તેને પણ જૈન શાસ્ત્રકારોએ મહાપાતક માન્યું છે અને કોઈ પણ શિષ્ટ પુરુષ આવું પાતક કરવાનું સાહસભર્યું પગલું ન જ ભરે એ દેખીતી વાત છે.
બીજી એક વાત લેખક ભાઈ દલસુખના હિતને માટે જણાવવી જરૂરી છે અને તે છે ભગવાન શબ્દ અને મહાત્મા શબ્દનો અર્થ
જેમણે સંપૂર્ણપણે વિષય કપાયાદિ આંતર શત્રુઓને છાયા નથી, પણ છતવાને માટે પ્રયત્નશીલ છે તે કહેવાય મહાત્મા; અને જેમણે સંપૂર્ણ પણે અાંતર શત્રુઓને જીતી લીધા છે તે કહેવાય ભગવાન. અર્થાત્ સાધક દશામાં રહેલ કહેવાય મહાત્મા અને સિદ્ધ દશાને પામેલ કહેવાય ભગવાન. આમ ભગવાન અને મહાત્મા શબ્દનો સ્પષ્ટ અર્થભેદ હોવા છતાં અને તમામ શાસ્ત્રકારોને તથા શબ્દકોષકારને એ જાતિનો અર્થભેદ સંમત હોવા છતાં ભગવાન અને મહાત્માની સરખામણી કરવા મથવું, એ તો સાગરને ખાબોચિયા સાથે સરખાવવા જેવી નરી અજ્ઞાનતા છે. ગાંધીજી જે કષાયવિજય માટે પ્રયત્નશીલ રહેતા હોય અને જે તેમણે સંપૂર્ણ કષાયવિજય ન કર્યો હોય તો હરગીજ તેમને ભગવાન તે નજ કહેવાય. મહાત્મા કહી શકાય કે નહિ એ ચર્ચા અત્રે અસ્થાને છે. અંશે અંશે પણ જે કષા ઉપર વિજય મેળવી શકાય છે તો કષાયને સંપૂર્ણ વિજય માનવામાં કઈ જ બાધ દેખાતો નથી. જે કઈ આમા એવો સંપૂર્ણ વિજય મેળવે તેને ભગવાન અથવા ઈશ્વર કહી શકાય. આખી શ્રમણ પરંપરાનો ઈતિહાસ સાક્ષી આપે છે કે ભગવાન મહાવીરે પુરુષાર્થથી સંપૂર્ણપણે પિતાના આંતર શત્રુને જીત્યા હતા અને માટે જ તેઓ ભગવાન તરીકે પૂજાયા છે, આજ પણે પૂજાય છે અને ભવિષ્યમાં પણ પૂજાશે.
વઢવાણ શહેર, તા. ૮-૨-૪૭
For Private And Personal Use Only