Book Title: Jain_Satyaprakash 1943 02 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સ્થાપત્યા અને જ્ઞાનમંદિરાથી સમૃધ્ધ રાજપુતાનાનું એક જૈન તી જૈસલમેર લેખક-—શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ ( ગતાંકથી ચાલુ) (૨) શ્રી સ’ભવનાથજીનું દેરાસર શ્રી પાર્શ્વનાથજીના દેરાસરતી ભમતીમાંથી ડાબી બાજુની બારી મારફતે શ્રી સંભવનાથના દેરાસરમાં જવાય છે. શ્રી સંભવનાથજીના દેરાસરમાં જવાનો મુખ્ય દરવાજો બીજો જ છે, પરંતુ તે દરવાજો અધ રાખવામાં આવતા હેાવાથી યાત્રાળુ-પ્રવાસીઓને શ્રી પાર્શ્વનાથજીના મુખ્ય મંદિરની ઉપરોક્ત બારીમાંથી જ પસાર થવુ પડે છે. શ્રી પાર્શ્વનાથજીના મંદિરની બારીમાંથી નીકળતાં જ, પીળા પાષાણુ પર કાતરેલી જમણા હાથ તરફ ભીંતની લગેાલગ મૂકેલી તપપટ્ટિકા નજરે પડે છે (ચિત્ર માટે જુએ જૈનલેખસંગ્રહુ ભાગ ૩ાના પાના ૨૨ સામે ). આ તપટ્ટિકાને ઉપરનેા ભાગ જરા તૂટેલા છે, આ પિટ્ટિકાની ઉંચાઇ ૩૫ ઈંચ છે તથા પહેાળાઇ ૨૨ ઈંચ છે. આ તપ પિટ્ટકાની નીચેના ભાગમાં સવત ૧૫૦૫ ની સાલના લેખ કાતરેલા છે ( જીએા જૈનલેખસંગ્રહ ભાગ ૩ બ્જે લેખાંક ૨૧૪૪). જગવિખ્યાત તાડપત્રીય ભ‘ડાર આ તપટ્ટિકાનાં દČન કરીને જરા આગળ વધીએ એટલે એક નાની નીસરણીનાં પાષાણનાં પગથીઆં નજરે પડે છે. આ પગથી ઊતરીએ એટલે લાકડાનાં એ બારણાં નજરે પડે છૅ, જેના ઉપર હંમેશાં ત્રણ તાળાં લાગેલાં હાય છે. અજાણ્યા માણસને આવા નાનાં બારણાં પર ત્રણ ત્રણ તાળાં લાગેલાં નજરે પડે ત્યારે તે આશ્ચર્યચકિત થઇ જાય છે. પરંતુ જ્યારે તે ત્રણ તાળાંએ જૈસલમેરનાં ઐતિહાસિક તાડપત્રીય ભંડારીના વહીવટદારાની ત્રણ ચાવીએ લાવીને ખાલવામાં આવે છે, અને અંદર ખૂબ ઊંડે એક નાની સરખી માથાાડિયા બારી કે જેની ઉંચાઇ લગભગ અઢીથી ત્રણ ફૂટ છે, તેની અંદર વાંકા વળીને જઇએ છીએ અને પત્થરની છાજલીએ ઉપર ખાદીનાં અધતાએ વીંટેલી અમૂલ્ય તાડપત્રીય હસ્તપ્રતા જોઇએ છીએ ત્યારે તે તાળાંઓની વાસ્તવિકતા જણાઇ આવે છે. જ્ઞાનપૂઘ્નને પોતાને જીવનમંત્ર માનનારા જૈનએ શું ધારે તે આ ઐતિહાસિક ગ્રંથભંડારની તાડપત્રની હસ્તપ્રતા પર પાટણના સંઘવીના પાડાના ભંડારની એકેક હસ્તપ્રત રાખવા માટે સાગના જુદા જુદા દાબડાએ સ્વસ્થ ગુરુદેવ પ્રવ`કચ્છ કાંતિવિજયજી તથા તેઓશ્રીના સ્વર્ગસ્થ શિષ્ય પૂજ્ય ગુરુદેવ શ્રી ચતુરવિજયજી તથા વિદ્યમાન પ્રશિષ્ય સાહિત્યસેવી પુણ્યવિજયજીના ઉપદેશથી બનાવીને સુરક્ષિત રાખવા માટે બનાવરાવ્યા છે, તેવી જ રીતે આ ઐતિહાસિક ગ્રંથભંડારની એક એક પ્રત માટે જુદા જુદા દાબડાએ બનાવરાવી પોતાના પૂર્વજોને! અમૂલ્ય વારસે સુરક્ષિત રાખવા કટિબદ્ધ ન થાય ? હાલમાં સુપ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્ શ્રીયુત જિનવિજયજી ત્યાંના ગ્રંથભંડારની એકએક પ્રત દિવસેાથી તપાસી રહ્યા છે, અને જ્યારે તેએાની તપાસ પૂરી થશે ત્યારે જગતને ત્યાંના ભડારની અમૂલ્ય સામગ્રીની જાણ થશે, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36