Book Title: Jain_Satyaprakash 1943 02 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] શ્રી જેને સત્ય પ્રકાશ [ વર્ષ ૮ રંગમંડપના ઉપરોક્ત ઘુમટથી આગળ વધતાં જ એક ધાતુના એકઠામાં સ્ફટિકને પદ્માસનસ્થ ચૌમુખજી બિરાજમાન છે. જરા આગળ વધતાં જ સંભવનાથજી ભગવાનના ગભારામાં દાખલ થવાનું ગર્ભદ્વાર આવે છે. ગર્ભદ્વારની નજીકના જ બંને થાંભલાઓની અડોઅડ પીળા પાષાણુની લગભગ પાંચ પાંચ ફૂટ ઊભી બે કાર્યોત્સર્ગસ્થ જિનપ્રતિમાઓ છે. તથા ગર્ભદ્વારની બંને બાજુએ પણ બબે જિનપ્રતિમાઓ બિરાજમાન છે. ગર્ભદ્વારની અંદરના ભાગમાં મૂળનાયક શ્રીસંભવનાથજી સહિતની પાષાણની ૧૩ જિનપ્રતિમાઓ તથા ૧ ધાતુને પંચતીથી છે. ગભારાની પાછળ ભમતીમાં પણ ૩૦ પીળા પાષાણની પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ છે; અને એક પીળા પાષાણનું સ્તૂપની આકૃતિવાળું ઊભું સમવસરણ છે, જે એક શિલ્પકલાના નમૂનારૂપ છે. આ સમવસરણમાં ઉપરાઉપરી ત્રણ ચોમુખજી છે અને એક પીળા પાષાણની બેટી પાદુકા છે. આ સમવસરણને કરતે એક લેખ પણ કરે છે, જે આપણે હવે પછી જોઈશું. (ચાલુ) જૈનધર્મી વીરોનાં પરાક્રમ લેખક–શ્રીયુત મેહનલાલ દીપચંદ શેકસી (ગતાંકથી ચાલુ) મહાન વસ્તુપાલ (૨) વસ્તુપાલનાં લગ્ન લલિતાદેવી સાથે અને તેજપાળનાં લગ્ન અનુપમાદેવી સાથે થયાં હતાં. અનુપમાદેવી ખાસ સૌન્દર્યસુંદરી ન લેખાય છતાં તેણીમાં જે પ્રતાપ્રચુરતા અને બુદ્ધિભવ ભરેલાં હતાં તે ઉત્કૃષ્ટ પ્રકારનાં હતાં, અને એને લઈને ખુદ મંત્રી વસ્તુપાલ પણ તેણીની સલાહ લેવાનું પસંદ કરતા. વાઘેલા વંશની રાજ્યગાદી ચૌલુક્ય વંશના અસ્તકાળે ઉન્મત્ત થવા માંડી. બીજા ભીમદેવને રાજ્યકાળમાં અણહિલપુરને સૂર્ય આથમે શરૂ થઈ ચૂકી હતા, એની અશક્તિનો લાભ લઈ ખંડીયા રાજાઓ સ્વતંત્ર થવા લાગ્યા હતા. ચૌલુકયરાજ મહારાજા તરીકે ઓળખાતા છતાં એ માત્ર નામના જ મહારાજા હતા. ખરી સત્તા તેમના હાથમાંથી પૂર્ણપણે સરી ગઈ હતી. જ્યારે ભીમદેવે ઉત્તરમાં પોતાની સત્તા પુનઃ મજબુત કરવાને પ્રયાસ આરંભે ત્યારે વાઘેલા લવણપ્રસાદે ળકામાં પિતાની સ્વતંત્ર ગાદી સ્થાપી; અને જે પ્રદેશ સાબરમતી અને નર્મદા વચ્ચે આવેલ હતો એ સર્વ ઉપર તેમજ ધોળકા-ધંધુકાના છેલ્લાઓ ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું. આમ છતાં અણહિલવાડના મહારાજ્ય પ્રત્યેની ભકિતમાં જરા પણ ન્યૂનતા આવવા ન દીધી. લવણપ્રસાદ ઘણે ડાહ્યો અને દીર્ધદશી સરદાર હતા, અને સાથોસાથ પાકે મુસદ્દી પણ હતો. રાજવી ભીમ સાથેને એનો વર્તાવ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના–બ્રીટીશ દિવાનનો મોગલ પાદશાહ શાહઆલમ સાથે હતા તેવા પ્રકારને કહી શકાય. અંગ્રેજીમાં ટાંક મહાશયે કહ્યું છે કે–-He cared more for the substance than for the shadow (Ryuin ડાળાં–પાંદડાં કરતાં મૂળની જ વધારે ચિંતા કરતો હતો) એ અક્ષરશ: સાચું છે, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36