Book Title: Jain_Satyaprakash 1943 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક પ]
શ્રી માતર તીર્થ
[૧૫]
બાવન જિનાલયને પ્રારંભ
પ્રભુજી ગાદીનશીન થયા ત્યાં તે તેમને ચમત્કાર પણ દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગે, અને ચારે બાજુએ મહિમા ફેલાવા લાગે. જેમ જેમ દહેરાસરમાં દેવદ્રવ્યની ઉપજ વધતી ગઈ તેમ તેમ બાવન જિનાલય બાંધવા માટે અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદ અને શેઠ હઠીસિંગ કેશરીસિંગ તથા અહીંના શેઠ હકમચંદ દેવચંદ તથા શેઠ અનેપચંદ જાદવજીએ ચારે ભેગા થઈ વિચાર કરી, બંધાવેલ મંદિરની આસપાસની જમીન વેચાતી લઇ, મૂળ દહેરાસર કંઇક નાના પ્રમાણમાં હોવાથી તેનો પણ કેટલાક ભાગ વધારી, તેની ચારે તરફ ભમતીમાં ૫૧ દેરીએ બાંધવાનું કામ શરૂ કર્યું. ભમતી માટે લીધેલ ફાલતું વેચાણ જમીન પર ચણતર શરૂ કર્યું. ગામના લેકે મીંયા સરકારને અમુક રકમ પહેલાં આપતા હતા, તે નહીં આપેલ હોવાથી બચ્ચાનીયાએ તે ચણતરને અટકાવ્યું. તેથી ગામના શ્રીસંઘે એક માસની ઉપજમાંથી થાઈ હીસ્સો આપવાનો ઠરાવીને પહેલા માસના ભાગના રૂપિયા પણ આપી દીધા. જે દિવસે બચ્ચાનીયાએ રૂપિયા લીધા તે દિવસથી રાત્રે માંધાને કોઈ છુપી રીતે માર મારે અને નિદ્રા લેવા ન દે, તેમ લાગલાગટ દશ દિવસ સુધી ચાલ્યું. દશમે દિવસે તો બચ્ચાનીયા ખૂબ ગભરાયા. એટલે શા. ઇવરાજ સુરચંદની પાસે આવી બનેલ સર્વ હકીકત નિવેદન કરી. વરાજ શેઠે જણાવ્યું કે આપ સરકાર છે, ધારે તે કરી શકે, એટલે અમારાથી તે કહેવાય નહીં. પણ આપણું મહેરબાની મારા પર છે તેથી આપને બે અક્ષર કહું છું કે આપે અમારા દહેરાસરને જે પૈસા લીધા છે તે પૈસા આપ મને પાછી આપે. અને હું તે પૈસા મારા ઘરમાં રાખું પછી આપને કોઈ પણ જાતની મુશીબત નડે, તો આપના પૈસા બીજે દીવસે પાછા લઈ જશે અને જો તમારું દુઃખ દૂર થાય તો આ પૈસા તમારા હાથે દહેરાસરમાં પાછા મૂકી પગે લાગજે. આ પ્રમાણે વરાજ શેઠની વાત સાંભળી બચ્ચામયાએ તે જે દિવસે વરાજ શેઠને ત્યાં પિસા મોકલાવી દીધા. તે જ રાત્રીએ બચ્ચાનયાને ખૂબ નિદ્રા આવી અને પી રીતે માર પડતો બંધ થયા. અને દરેક રીતે થતો ઉત્પાત દૂર થયો. બીજે દિવસે સ્વહસ્તે તે પૈસા વરાજ શેઠને ત્યાંથી મંગાવી, તે મંદિરમાં જઈ, પ્રભુ પાસે બે હાથ જોડી ક્ષમા માગી તે પૈસા ભડરમાં નાખ્યા, એટલું જ નહીં પણ ઉપરથી વધારે રૂ. ૫) ગુન્હેગારીના મુ પગે લાગ્યા. અને પ્રભુના ચમત્કારની પૂરી પ્રશંસા કરવા લાગ્યા. ભમતીની દેરીઓની પ્રતિષ્ઠા
ત્રણ શિખરવાળા ભવ્ય મંદિરની આસપાસ ભમતી તરીકે ૫૧ દેરીઓ તૈયાર થઈ ગઈ. તેમાં પધરાવવા માટે પ્રભુપ્રતિમાએ પાલિતાણેથી લાવવામાં આવી. અંજનશલાકા અને પ્રતિષ્ઠાને દિવસ નક્કી કરી કુંકુમ પત્રિકા બહાર પાડવામાં આવી. દેશદેશાવરના સંધાને તથા સદ્દગૃહસ્થોને બીડવામાં આવી. મહત્સવ શરૂ કરવામાં આવ્યો. બહારગામથી આ પ્રસંગે આવનાર જાત્રાળુઓ માટે ગામમાં તથા ગામની બહાર તંબુ તાણી સગવડ સારી રીતે કરવામાં આવી હતી. આ મહામંગલકારી મહોત્સવમાં આશરે પચાસ હાર માણસોની મેદની ભેગી થઈ હતી. અહીંના શેઠ અનોપચંદ જાદવજીને સરકાર તરફથી સવબહાદુરને કિતાબ મળેલ હેવાથી અને સરકારમાં સારું માન હોવાથી સરકાર તરફથી
For Private And Personal Use Only