Book Title: Jain_Satyaprakash 1943 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫]
ગિરનાર તીર્થની પાજ કોણે બંધાવી?
[૧૩]
ગિરનારની જૂની પાજ
મહારાજા કુમારપાળ ક. સ. શ્રી હેમચંદ્રાચાર્ય સાથે ગિરનારની યાત્રાએ આવ્યા તે વખતે ગિરનાર ઉપર ચઢવાને જે જૂને માર્ગ હતો તે સંબંધી ફૂલવાં અથવા
સ્ક્રિમા પથ એવા ઉલ્લેખ મળે છે. પણ આને ખરે અર્થ શું કરો એ નક્કી થઈ શક્યું ન હતું. છતાં ગયા લેખમાં પૃ. ૧૩૫ ની યાદ નેધમાં એવું અનુમાન કર્યું હતું કે એ કાઈ વિશિષ્ટ નામ લેવું જોઈએ. ત્યારપછી વિશેષ તપાસ કરતાં એ અનુમાન સાચું ઠર્યું છે.
પહેલાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વતી ગિરનાર તીર્થમાં કામ કરતા રપૂન અત્યારે શેઠ આણંદજી કલ્યાણજી તરફથી શ્રી શત્રુંજય ઉપર ઈ-સ્પેકટર તરીકે કામ કરતાં શ્રીયુત સૌભાગ્યચંદભાઈને આ સંબંધી પૂછતાં જણાયું છે કે ગિરનારથી લગભગ ૮ માઈલ ની દૂરી ઉપર અત્યારે પણ સાંકળી નામનું ગામ છે. જેતલસરથી સાંકળી, સાંકળીથી ગોકી અને કીથી વડાળ થઈને લગભગ ૩-૪ માઈલ ચાલ્યા પછી સહસાવનના માર્ગે થઇ ગિરનાર ઉપર ચઢી શકાય છે. મૂળ મંદિર વગેરેને આ ચાલુ દરવાજે જોતાં પણ એમજ લાગે છે કે સાંકળી તરફને માર્ગ મુખ્ય માર્ગ હેવો જોઈએ. કુંડ વગેરે પણ એ તરફ જ આવે છે. જો કે અત્યારે આ માર્ગને ઉપગ બહુ ઘટી ગયો છે, માંટે ભાગે જાત્રાળુઓ જૂનાગઢના માર્ગે જ ઉપર ચઢે છે, છતાં કઈ કઈ જાત્રાળાઓ અત્યારે પણ આ માર્ગને ઉપયોગ કરે છે. * આ ઉપરથી સમજી શકાય છે કે જેમ શ્રી શત્રુંજય ઉપર ચઢવાનો અને માર્ગ ઘટી ગામ પાસેથી શરૂ થાય છે તેને ઘેટીની પાગ અને રોહીશાળા પાસેથી શરૂ થાય છે તે રોહીશાળાની માગ કહે છે તેમ ગિરનાર ઉપર જવાને જે માર્ગ સાંકળી ગામ પાસેથી જતો હતો તેનું નામ સાંકળીઆ પાજ પડયું હતું.
આ સંબંધી વિશેષ તપાસ કરતાં “મા-f='માંના ‘રામકfઘરમાં પણ ઉપરની વાનને પુષ્ટિ આપે એ જ ઉલ્લેખ મળે છે, જે આ પ્રમાણે છે
स प्रदापयतावासान् संकलग्रामसन्निधौ । गिरि तत्र स्थितोऽपश्यन्नत्रामृतरसायनम् ॥ ३२७ ॥
અર્થાત—“તેણે (મહારાજા સિદ્ધરાજે) સાંકળીગામની નજીકમાં રહેવાને ઉતારે આપ્યા અને ત્યાં રહ્યા રહ્યા અને માટે અમૃત સમાન પર્વતનાં દર્શન કર્યા."
આ ઉપરથી એ નિશ્ચિત થાય છે કે ગિરનાર ઉપર ચઢવાનો જૂને માર્ગ સાંકળ ગામ પાસેથી જ હેવાના કારણે એ “સાંકળતી આ પાજ'ના નામે વિખ્યાત થયો હતો.
આ સાંકળી પાજ સિવાય એક બીજો પણ ઉપર ચઢવાન જૂને માર્ગ છે, જેને રાણપુર-ભેંસાણવાળા રસ્તા કહેવામાં આવે છે. આ રસ્તે પાંચમી ટૂંક જવાય છે. રસ્તે કઠણ અને કેડી–પગદંડીને છે. રિનારની નવી પાજ સંબંધી વધુ ઉલેખે
આ સંબંધી ૨ શિલાલેખસ્થ અને ૧૧ ગ્રંથસ્થ એમ કુલ તેર ઉલેખ આપણે જોયા છે. ત્યારપછી વધુ તપાસ કરતાં નીચે મુજબ પાંચ વધુ ઉલ્લેખો મળી આવ્યા છે
For Private And Personal Use Only