Book Title: Jain_Satyaprakash 1943 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ ચેકી પહેરાને બંદોબસ્ત પણ સારી રીતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામને ઈતર ભાઈઓએ પણ સારો સાથ આપ્યો હતો. આગેવાન તરીકે શેઠ અનેપચંદ જાદવજી તથા શા. પ્રેમચંદ દેવચંદે ઘણી જહેમત ઉઠાવી તન મન ધનથી મદદ કરી હતી. દરેક કામની વહેંચણી કરી વ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવી હતી. એકંદરે ગામનો ઉત્સાહ ઘણો જ સારે હતો. આ પ્રસંગે અહીંના શેઠ અનોપચંદ જાદવજીએ તથા અમદાવાદના શેઠ હઠીસિંગ કેશરીસિંગે નકારશીઓ કરી હતી. અમદાવાદના નગરશેઠ હેમાભાઈ પ્રેમાભાઈએ તથા શેઠ હઠીસિંગ કેશરીસિંગે પણ આ કાર્યમાં પૈસાને સારા સદ્વ્યય કર્યો હતો. વિ. સં. ૧૮૯૩ ના મહા શુદિ ૧૦ને બુધવારે ભમતીની દેરીઓની પ્રતિષ્ઠા કરી પ્રભુત્તિઓને ગાદીનશીન કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રતિષ્ઠા કરવા આચાર્ય ભગવંત પણ પધાર્યા હતા. એમ મૂત્તિઓના શિલાલેખ પરથી જાણી શકાય છે. માતર મહાજને પણ બહારગામના આવેલા યાત્રાળુઓની બરદાસ સારી રીતે કરી, પ્રતિષ્ઠા મહોત્સવ સારી રીતે ઉજવ્યો હતો. નિવિન પણે મહામંગલકારી પ્રતિષ્ઠા ઘણું જ મહત્સવ પૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. મંદિરમાં થતો નાટારંભ જ્યારથી પ્રભુ ગાદીનશીન થયા ત્યારથી માંડી હરહમ્મશ સાંજના દહેરાસર મંગલિક થયા બાદ રાત્રિના નવ વાગ્યાના સુમારે મંદિરમાં દૈનિક નાટારંભ થતો, જે બહારના ઓટલા પર બેઠેલા લોકો પણ સાંભળી શકતા, એટલું જ નહીં પણ આસપાસના ઘરવાળાઓ પણ પિતાના ઘેર બેઠાં સાંભળી શકતાં. જે વખતે નાટારંભ શરૂ થતે તે વખતે ઝગઝગાટ કરતો પ્રકાશ મંદિરમાં વ્યાપી જતો અને મંદિરમાંથી દૈવિક સુગંધ ચારે બાજુ એટલી બધી ફેલાઈ જતી કે બહાર બેઠેલા લોકો પણ તેને અનુભવ કરી શકતા. આવા અનેક પ્રકારના ચમત્કારો અવારનવાર ત્યાં થવાથી તેમજ બહારગામ તેની ખૂબ પ્રસિદ્ધિ થવાથી બહારગામના લેકે માતર ગામને સાચા દેવના ગામ તરીકે સંબોધવા લાગ્યા. જેનેતર પણ આવા પ્રકારના દૈવિક ચમત્કારો સાંભળીને તેમના પર આસ્થાવાળા થઈ દર્શનાર્થે આવવા લાગ્યા. અને જેમ જેમ તેમના મનવાંછિત કામ પાર પડવા લાગ્યા તેમ તેમ તેઓ વધુ આસ્થાવાળા થવા લાગ્યા. (ચાલુ). ૧–છપીયેલ “માતર તીર્થ વર્ણન'માં સંવત ૧૮૯૭ને મહા શુદિ ૫ ના રોજ ભમતીની પ્રતિષ્ઠા કરવામાં આવી, એમ લખેલ છે. તે સાલમાં પણ ફેરફાર છે. કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦” સાઈઝ : આઈકાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સેનેરી ઑર્ડર: મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચને દોઢ આને જુદો.) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ. . . For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36