Book Title: Jain_Satyaprakash 1943 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૫૮] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૮ પ્રવેશ કરાવરાવ્યું. માતરના શ્રાવકોએ પરણું દાખલ એક કોટડીમાં કાના બાજઠ પર પ્રભુ મૂર્તિઓને પધરાવી. આ સાચા દેવ સુમતિનાથના ચમત્કારની વાત કે દેશ ફેલાવા લાગી. દૂર દૂરથી બહારગામના તેમજ આસપાસના જેન જૈનેતર દર્શનાર્થે આવવા લાગ્યા. માતરના શ્રાવકાએ નવું મંદિર બાંધવા માટે જમીન વેચાતી લીધી. સંઘનું આગમન અને મંદિર બાંધવાને આદેશ– વિ. સં. ૧૮૪૨–૧૮૪૩ માં અમદાવાદના નગરશેઠ ખુશાલચંદ લમીચંદભાઈએ તિર્થાધિરાજ શ્રી સિદ્ધિગિરિને સંધ કાઢી માતર થઈને પાલિતાણા તરફ જવાને નિર્ણય કર્યો. અને તે પ્રમાણે માતર આવી સાચા દેવ શ્રી સુમતિનાથ પ્રભુની ભકિત પૂર્વક દર્શનાદિ કર્યા બાદ માતરના શેઠ દેવચંદ વેલજીને નગરશેઠ સાથે સારા સંબંધ હોવાથી તેમણે મોટું શિખરબંધી મંદિર બંધાવી આપવા નગરશેઠ સંઘપતિને વિનંતી કરતાં સંધપતિ નગરશેઠે ત્રણ શિખરવાળું ભવ્ય મંદિર પિતાને ખર્ચ બંધાવવાની હા પડી. સંઘપતિ સંઘ સાથે પાલિતાણું તરફ રવાના થયા. પછી શેઠ દેવચંદ વેલજીની દેખરેખ નીચે લીધેલ જમીનમાં દહેરાસર બાંધવાનું કામ શરૂ કર્યું. સામગ્રી ઘણું જ એકઠી કરવા માંડી. યૂને પણ સારા પ્રમાણમાં મંગાવ્યો. આ વખતે ખેડામાં કલેકટરને બંગલો બંધાતો હતો. તેમાં તેમને તાત્કાલિક ચૂનાની કાંઇક વિશેષ જરૂર પડી. કલેકટર સાહેબને કેઈએ કહ્યું કે માતર ગામમાં જેનું મેટું મંદિર બંધાય છે, ત્યાં ત્યાંના શ્રાવકેએ પુષ્કળ ચૂને એકઠા કરેલ છે. આ સાંભળી કલેકટર સાહેબ પોતાની પત્ની વગેરે સાથે ત્યાં આવ્યા, અને ચૂનાની માગણી કરી. ગાડું ભરીને ચૂને ત્યાંથી લેવરાવ્યો. તે લઈને ત્યાંથી રવાના થયા. ગામના પાદરમાં થઈને જતાં એકદમ કલેકટર સાહેબને પેટમાં જબરજસ્ત મૂળ આવવા માંડયું. તેમનાથી રહેવાયું નહીં, ત્યારે સાથેના અન્ય માણસોએ તેમને અંગ્રેજી ભાષામાં કહ્યું કે સાહેબ ! આ મૂર્તિ મહાચમત્કારી છે, ત્યાંથી આપણે આ ચુનો લઈ જઈએ છીએ માટે આ સ્થિતિ થવા પામી છે. સાહેબે કહ્યું કે એમ છે, તે જાઓ, આ ચૂત પાછા મોકલાવી છે. જ્યાં ગાડી પાછી વાળી ત્યાં સૂળને વ્યાધિ પણ શમી ગયો. એટલે કલેકટરને પણ તે મૂતિ ઉપર શ્રદ્ધા થઈ. આ મંદિરનું કામ રીતસર ચાલવા લાગ્યું અને અમુક વર્ષોમાં નવું આલિશાન મંદિર તૈયાર થઈ ગયું. મંદિરની પ્રતિજ્ઞા આ રીતે મંદિર તૈયાર થઈ જતાં વિ. સં. ૧૮પર ના જેઠ શુદિ ૩ ને ગુરુવારના રોજ અમદાવાદના નગરશેઠે મહત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી, અને અહીંના શેઠ જાદવ વેલજી તથા દેવચંદ વેધજીએ પ્રભુજીને ગાદીનશન કર્યા. અને દહેરાસરમાં અખંડ દીપક માટે બન્ને ભાઈઓએ રૂ. ૫૦૦૦ મૂકી તેના વ્યાજમાં બે તવાળે અખંડ દીવો શરૂ કર્યો, જે અત્યાર સુધી પણ ચાલ્યો આવે છે. - ૧ છપાયેલ “માતર તીર્થ વર્ણન પુસ્તિકામાં ૧૮૫૪ ના જેઠ સુદિ ૩ ને ગુરપારના રોજ પ્રતિ કરીને મહાપ્રભુજીને ઘણુ ઠાઠમાઠથી પધરાવ્યાનું લખ્યું છે. આમાં પણ સાવને ફેરફાર થયેલ છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36