Book Title: Jain_Satyaprakash 1943 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] શ્રી માતર તથ [૧૭] નહીં અટકતાં, માતરના લેકાએ ગાડામાં પ્રભુની મૂર્તિઓને પધરાવી છતાં પણ કેટલાએક અન્ય શ્રાવકે હજુ પણ પોતપોતાના ગામ લઈ જવાની વાત છોડતા ન હતા. ત્યારે માતરના શ્રાવકોએ પ્રભુજીના સન્મુખ આવી હર્ષ ભેર સ્તુતિ કરી, ને પ્રભુજીને સહાય થવા વિનંતી કરી. તરત જ ગાડું વગર વૃષભ (બળદે) સ્વતઃ માતર તરફ ચાલવા માંડયું, અને માતર તરફના મૂળ રસ્તા પર આવી પહોંચ્યું. આમ થયું એટલે સર્વેએ પિતાના ગામ લઈ જવાની વાત મોકુફ રાખી અને માતર લઈ જવાની માતરના શ્રાવકને સમ્મતિ આપી. અને ગાડાને બળદ જોડી માતર તરફ ચાલતું કર્યું. સર્વે બહારગામ વાળાઓ પણ પ્રભુના ગુણગાન ગાતાં ગાડાની પાછળ માતર સુધી આવવા ચાલી નીકળ્યા. સ્વમ પામેલા, પ્રભુજીને ઉપાડનાર પુણ્યવંત માતરના ત્રણ પ્રવકે પણ પ્રભુજીની આજુ બાજુ ગાડાની પાસે સુમતિનાથ પ્રભુની જય બોલતાં ચાલવા માંડયા. ઢેલ, ત્રાંસા સરણુઇના અરે દૂર દૂરના માણસોને આ તરફ ખેંચવા માંડ્યા. લોકોના ટોળે ટોળાં પ્રભુને પુષ્પ-અક્ષતથી વધાવવા લાગ્યાં. ખરેખર, એ દશ્ય જોનારને હર્ષઘેલાં કરી નાખે તેવું હતું. - પણ બારોટના મેઢા પર હેજ લાની ભાસતી હતી. તેના મનની ભાવના તે એ હતી કે પ્રભુજી મારે ત્યાં જ રહેશે. પણ ખુદ પ્રભુજીની ઈચ્છા માતર તરફ જવાની દેખી, એટલે તેની મનની ભાવના મનમાં જ સમાઈ ગઈ. સર્વ લેકે તેને અભિનંદન આપવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ, તું તો ખરે ભાગ્યશાળી કે તારા વાડામાંથી પ્રભુજી નીકળ્યા. માતરવાળા શ્રાવકોએ તે બારેટને રૂ. પ૦) સીરપાવ આપી રાજી કર્યો. ગાડું સુહુંજ ગામ અને ખેડા ગામ વટાવી આગળ વધ્યું. ગામના પાદરે ચોમાસાને લીધે શેઢી તથા વાત્રક નદીઓમાં પૂર આવેલું હતું. આ જોઈ બધા લેકે ચિંતાગ્રસ્ત થયા, ને હવે આ વાત્રક નદીમાંથી શી રીતે પસાર થવું તેને વિચાર કરવા લાગ્યા. કોઈની પણ સાહસ કરવાની હિમ્મત ચાલતી નથી. છેવટે ખેડા ગામમાં પાછા જવું એમ નિશ્ચય કર્યો. એટલામાં તો ગાડીવાને નદીમાં ગાડું હંકાર્યું, કારણ કે-સાથેના બધા લોકે નદીના પૂરને પિતાની નજરે જોઈ શકતા હતા, પણ દૈવી સંકેતને લીધે ગાડીવાન પિતે તેની નજરે નદીના પૂરને જોઈ શક્યો નહીં. સર્વે લોકોએ એકદમ બુમાબુમ કરી મૂકીઃ અયા ગાડીને પાછી વાળ. આવા નદીના ભરપૂર પુરમાં અમારે નથી લઈ જવી. એમ બોલતાં બેબતાં સૌ ગાડાને વળગી પડ્યા. પણ બળદો હાંકનારના કાબુમાં રહ્યા નહીં. જોતજોતામાં ગાડું અને ગાડાને વળગી પડેલા તમામ માણસા સહિસલામત વાત્રક નદીને પેલેપાર કાંઠા પર ઊતરી ગયા. આથી સર્વેના આશ્ચર્ય પાર રહ્યો નહીં. વધુમાં ખુબી જવાની એ છે કે ગાડું બળદ–ગાડીવાન આદિ સર્વે જને વણભજેલા માલમ પડયા. આ અદ્દભુત દૃશ્ય દેખી સર્વ કહેવા લાગ્યા કે અહે શું પ્રભુને ચમત્કાર છે ! જરૂર આ તે કઈ મહાચમત્કારી મૂર્તિ લાગે છે. જરાતમાં સાચા દેવ હોય તો આ જ છે ! એમ કહી સાચા દેવ તરીકે સધવા લાગ્યા. ત્યારથી આ પ્રભુ સાચા દેવ તરીકે પ્રસિદ્ધ થયા. અને તેમનું મંદિર સાચા દેવના મંદિર તરીકે વિખ્યાત થયુ. આ રીતે વિ. સં. ૧૮૩૩ના શ્રાવણ માસમાં પ્રભુભૂતિઓને માતર ગામમાં ૧. “માતર તીર્થ વર્ણન' નામક પુસ્તિકામાં વિ. સં. ૧૮૫૩ ના શ્રાવણ માસમાં પ્રભુજીએ માતર ગામમાં પ્રવેશ કર્યો, તેમ લખેલ છે. પણ એ લખેલ સાલમાં ફેરફાર છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36