Book Title: Jain_Satyaprakash 1943 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫ ] નમસ્કાર મહામંત્રી [૧૧] ઉપાદેય છે, શેષ અનુપાદેય છે. ભાવાચાર્યો ભવ્ય જીવને આચારના ઉપદેશક હેવાથી ઉપકારી છે, નમસ્કરણીય છે. ઉપાધ્યાયપદનું વિશેષ આખ્યાન ૧. આશ્રવનાં દ્વારોને સારી રીતે રોકીને તથા મન વચન કાયાના યોગોને સારી રીતે વશ કરીને જેઓ વિધિ પૂર્વક સ્વર વ્યંજન માત્રા બિંદુ પદ અને અક્ષર વડે વિશુદ્ધ એવું દ્વાદશાંગશ્રુતનું અધ્યયન અને અધ્યાપન કરે છે તથા તે દ્વારા સ્વ પરના મોક્ષના ઉપાયોને ધ્યાવે છે તે વિઝાય.' ૨. ચિરપરિચિત એવા દ્વાદશાંગ ધ્રુતજ્ઞાનને જેઓ અનંત ગમપર્યો વડે ચિંતવે છે, વારંવાર સ્મરણ કરે છે અને એકાગ્ર મનથી ધ્યાન કરે છે તે ઉવજઝાય. એ રીતે અનેક પ્રકારે ઉપાધ્યાય પદનું આખ્યાન કરાય છે. સૂત્રપ્રદાન દ્વારા લાવ્ય છોના ઉપકારક હેવાથી નમસ્કરણીય છે. સાધુપદનું વિશેષ આખ્યાન અત્યંત કષ્ટકારી, ઉગ્રતર અને ઘોર તપશ્ચરણાદિ અનુષ્ઠાન કરવા વડે અનેક તો નિયમે ઉપવાસ અને વિવિધ પ્રકારના અભિગ્ર યુક્ત સંયમનું પાલન કરવા વિંડ તથા સમ્યક્ પ્રકાર પરિષહ ઉપસર્ગાદિ કષ્ટોને સહન કરવા વડે જેઓ સર્વ દુઃખોનો અંત કરનાર મોક્ષને સાધે છે, તે સાધુઓ. અન્ય રીતે પણ સાધુ પદનું આખ્યાન થાય છે. સંયમના પાલન વડે સંયમમાં સહાયકારક હોવાથી સંયમના અથી આત્માઓને નમસ્કરણીય છે. નમસ્કારમંત્રની ચૂલિકાનું આખ્યાન એ પાંચને કરેલે નમસ્કાર શું કરે? સર્વ પાપ-જ્ઞાનાવરણીયાદિ અશેષ કમને પ્રક કરીને ખંડોખંડ કરીને દિશદિશ નાશ કરે છે. ચૂલિકાને આ પહેલે ઉદ્દેશે છે. વળી એ નમસ્કાર કેવો છે ? માર્ગ એટલે નિર્વાણ સુખને સાધવાને સમર્થ એ, સમ્ય દશનાદિની આરાધના સ્વરૂપ અહિંસાલક્ષણ ધર્મ, તેને લાવે, તે મંગલ અથવા મને ભવથી સંસારથી ગાળ–તારે, તે મંગલ અથવા બહુ સ્પષ્ટ નિધત્ત અને નિકાચિતાદિ આઠ પ્રકારની મારી કમરાશિને ગાળેશમાવે, તે મંગલ. આ સર્વે અને બીજા પણ મંગલ, તેને વિષે પ્રથમ એટલે આદિ મંગલ, અરિહંતાદિની સ્તુતિ પરમ મંગલરૂપ છે. એકાતિક અને આત્યંતિક ફળદાયી હોવાથી ભાવમંગલ છે. સર્વ પાપનો પ્રણાશ કરનાર અને મંગલરૂપ કહેવાથી પ્રયોજનાદિ પણ કહેવાઈ ગયા. પંચપરમેષ્ઠિનમસ્કારનું પ્રયજનઅનંતરકાર્ય કમનો ક્ષય અને મંગલનું આગમન છે. તથા ફળ-પરંપરકાર્ય આ લેક અને પરલોકને વિષે એમ બે પ્રકારનું છે. આ લોકમાં અર્થ કામ આરોગ્ય અને એથી અભિરતિની નિષ્પત્તિ તથા પરલેકમાં સિદ્ધિ, સ્વર્ગ, સુકુળમાં ઉત્પત્તિ અથવા બેધિની પ્રાપ્તિ. કહ્યું છે કે – " ताव न नायइ चित्तेण चिंतिय पत्थियं च बायाए । rum સમાજ ના જ સરિ નમુar Ni { } ” ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાળેલું અને કાયાથી આરંભેલું કાર્ય ત્યાંસુધી જ સિદ્ધ થતું નથી કે જ્યાં સુધી શ્રીપંચપરમેષ્ઠિનમસ્કારને મરવામાં નથી આવ્યો. તિ રામ ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36