Book Title: Jain_Satyaprakash 1943 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માતર તીર્થ
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી સુશીલવિજય. સાચા દેવ તરીકે સુપ્રસિદ્ધ, માતરમંડન, મહાચમત્કારિક, સમ્રાટ સંપ્રતિએ ભરાવેલી શ્રી સુમતિનાથ પ્રભુની ભવ્ય મૂતિથી દેદીપ્યમાન અને આલિશાન બાવન જિનાલયથી સુશોભિત એવું આ પ્રાચીન માતર તીર્થ ખેડા જીલ્લામાં આવેલ છે. પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ પિતાના વિશાલ પરિવાર સહિત વિ. સં. ૧૯૯૮ નું ચાતુર્માસ છાયાપુરી (છાણી) માં પૂર્ણ કરી, વિ. સં૧૯૯૯ ના માગશર સુદ ને દિવસે ગામ સાધીના વતની તથા હાલ છાણીના રહીશ શા. ચિમનલાલ છોટાલાલ તથા ડભોઇના વતની શા. શાન્તિલાલ ગુલાબચંદ એમ બે ભાઈઓને ભાગવતી પ્રવજ્યા આપી દીક્ષિતનાં મુનિ ચંદનવિજય તયા મુનિ વિબુધવિજયજી નામ રાખી, ચાતુર્માસમાં વંચાતા શ્રી ભગવતી સત્રના પ્રથમ શતકની પૂર્ણાહુતિ કરી, છાણીથી માગશર વદ બીજને દિવસે વિહાર કરી, માગશર વદ ૧૪ ને દિવસે માતર તીર્થમાં પધાર્યા, અને સાચા દેવ શ્રી. સુમતિનાથ પ્રભુનાં દર્શનાદિ કરી બે દિવસની ત્યાં સ્થિરતા કરી. મને પણ આ પ્રસંગે જ એ તીર્થનાં દર્શનનો લાભ મળે.
માતરમાં સ્થિરતા દરમ્યાન ત્યાંના રહેવાસી વૃદ્ધ શ્રાદ્ધવર્ય શેઠ ખીમચંદભાઈ બેચરદાસે આ તીર્થ સમ્બન્ધી જાણવા યોગ્ય ઘણી ઘણી હકીકત પૂજ્યપાદ સૂરીશ્વરજી મહારાજ પાસે નિવેદન કરી, અને જણાવ્યું કે-જે આ બધી હકીકત બહાર પડે તો આ તીર્થના મહિનામાં વૃદ્ધિ થશે, જાત્રાળુઓ આ તરફ વધારે આવશે, અને સાચા દેવનાં દર્શનાદિને સૌ વિશેષ લાભ ઉઠાવશે. આ તીર્થ સંબંધી બે પુસ્તિકાઓ છપાઈ છે. છતાં પણ હજુ વિશેષ પ્રકાશ માગે છે, માટે આપ તૈયાર કરી આપે. આ પ્રમાણે તેમની વિનંતીને સ્વીકાર કરી તે તૈયાર કરવા માટે, પૂજ્યપાદ પ્રગુરુદેવ આચાર્ય મહારાજે મને આજ્ઞા ફરમાવી. તે આજ્ઞાને શિરસાવંધ કરી, આ તીર્થ સંબંધી જે કંઈ ઈતિહાસ નણવામાં આવ્યું છે તે અહીં પ્રદર્શિત કરું છું.
ગુણવંતી ગુજરાતમાં જેમ શંખેશ્વર તીર્થ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના નામે, સ્થંભન તીર્થ (ખંભાત) શ્રી સ્થંભન પાર્શ્વનાથના નામે, પંચાસરા તીર્થ (પાટણ) શ્રી પંચાસરા પાર્શ્વનાથના નામે બાંયણીજી તીર્થ શ્રી મલ્લિનાથના નામે, પાનસર તીર્થ શ્રી મહાવીર રવામીના નામે, સેરીસા તીર્થ શ્રી સેરીસા પાર્શ્વનાથના નામે, કાવી તીર્થ સાસુ-વહુના મંદિરના નામે, ગંધાર તીર્થ શ્રી અમીઝરા પાર્શ્વનાથના નામે, જઘડીયા તીર્થ શ્રી આદિનાથને નામે અને ભગુકચ્છ (ભરૂચ) તીર્થ શ્રી મુનિસુવ્રત સ્વામીના નામે સુવિખ્યાત છે, તેમ આ માતર તીર્થ સાચા દેવ શ્રી સુમતિનાથને નામે સુપ્રસિદ્ધ છે.
આ અવસર્પિણીમાં થયેલા ચોવીસ તીર્થંકર પૈકી પાંચમાં શ્રી સુમતિનાથ પ્રભુની મહાચમત્કારિક ભવ્ય મૂર્તિ, સમ્રાટ સંપ્રતિ મહારાજાએ દશપૂર્વધારી આર્યસુહસ્તી ભગવંતની વાણી સુણીને સવાક્રોડ નુતન બિંબ ભરાવેલાં તે પૈકીની આ છે. પ્રતિમાજી એવાં ભવ્ય છે કે દર્શનાર્થે આવનાર પ્રાણીને ત્યાંથી ખસવાનું મન જ થતું નથી. આ દેશમાં આ મૂર્તિને ચમત્કાર તરફ વ્યાપેલ હોવાથી જનતા તેમને સાચાદેવ તરીકે જ
For Private And Personal Use Only