Book Title: Jain_Satyaprakash 1942 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિનવવાદ લેખક :–પૂ. મુનિ મહારાજ શ્રી. ધુરંધરવિજયજી (ગતાંકથી ચાલુ) ચોથા નિહુનવ–આર્યઅશ્વમિત્રઃ ક્ષણિકવાદી આર્યઅમિત્રનું સંઘ સમક્ષ સ્વવૃત્તાન્ત કથન આર્ય અશ્વમિત્ર પિતાને પૂ. ગુરુમહારાજ સાથે શું શું પ્રસંગે બન્યા અને પિતાને શાથી જુદો વિહાર કરે પડ વગેરે હકીકત સંઘ સમક્ષ કહેવાના હોવાને કારણે આજે વ્યાખ્યાનશાલામાં ગામને મેટો ભાગ સાંભળવાને આવેલ હતો. આ વિષયમાં રસ લેતા બાળકોએ પણ અગાઉથી આવીને સ્થાન કર્યું હતું. આજુબાજુના નજીકનાં ગામોમાં જ્યાં આ સમાચાર પહોંચ્યા હતા ત્યાંથી પણ આવી શકાય તેટલા માણસે આવ્યા હતા. મુખ્ય મુખ્ય માણસો આવી ગયા પછી આર્યઅશ્વમિત્રને તેમનું વૃત્તાન્ત જણાવવા તેઓએ વિજ્ઞપ્તિ કરી, એટલે આર્ય અશ્વમિત્રે કથન શરૂ કર્યું. આજથી પન્દર દિવસ પૂર્વની વાત છે. અમે પૂ. ગુરુમહારાજશ્રી પાસે દશમાં પૂર્વનું અધ્યયન કરતા હતા. તેમાં એક વખત એક એવો પાઠ આવ્યો કે પૂ. ગુરુમહારાજશ્રોએ એ પાઠને અર્થ જે રીતે મને સમજાવ્યો તે પ્રમાણે મને ન જુઓ. મને 9 પ્રમાણે એ અર્થ સમજાતે હતા તે મેં પૂ. ગુરુમહારાજશ્રીને કહ્યો. પૂ. ગુરુમહારાજશ્રીએ મને હું અર્થ કરું છું તે મિથ્યા છે, એમ કહી ફરી સમજાવ્યું. મેં ફરી મારું કથન સ્પષ્ટ કર્યું. ઘણું સમય સુધી એ વિષય પર વિચારણા ચાલી. છેવટ કંઈપણ નિર્ણય થયો નહિ. આખર પૂ. ગુરુમહારાજશ્રીએ મને કહ્યું કે “બે ત્રણ દિવસ આ વિષયની વિચારણા કરી અને પછી જે નિર્ણય થાય તે કહેજે. મેં ત્રણ દિવસ સુધી આ વિષયનું ખૂબ મનન કર્યું તો પણ મારા વિચારમાં મને પરિવર્તન કરવા જેવું ન જણાયું. એક દિવસ સાયંકાળે અગાસીમાં છાપરાની નીચે બેસી આકાશ તરફ દૃષ્ટિ કરી હું આ વિષયની વિચારણા કરતા હતા, તેવામાં પૂ. ગુરુમહારાજશ્રીએ આવી મને કહ્યું. “અશ્વ ! તને નથી સમજાતું કે એકાન્ત ક્ષણિકવાદ મિથ્યાવાદ છે? સર્વજ્ઞભાષિત આગમની એ મિથ્યાવાદના અર્થમાં સમ્મતિ કેમ હોઈ શકે?” ગુરુજી ! એકાન્ત ક્ષણિકવાદ મિથ્યા છે, પણ ક્ષણિકવાદ તે મિથ્યા નથી. મારું કથન એ જ છે, કે ઉક્ત સૂત્રો ક્ષણિકવાદને સમજાવે છે. તે એકાન્તક્ષણિકવાદને કે આપેક્ષિક ક્ષણિકવાદને સમજાવે છે. એ કથનને હું સમ્મત થઈ શકતો નથી.” મેં મારા વિચાર જણવ્યા. અશ્વ! આ વિષયમાં તારે આખરી નિર્ણય આ જ છે, કે હજુ વિચારવું છે ? મેં તને ઘણી વખત કહ્યું છે કે, પ્રથમ તું અભ્યાસ પૂર્ણ કરી લે. અપ્રાસંગિક અને અસમ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44