Book Title: Jain_Satyaprakash 1942 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૯૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ ઉદ્ઘાષાદિ કાર્યો રાજા શ્રેણિક વર્ડ ન થઇ શકયાં તે પંચમ કાળમાં ગુરુ શ્રી હરિના ઉપદેશથી રાજા કુમારપાલ કરાવી શકયા. ૭. કવિ યશઃપાળવચિત ‘ મેાહપરાજય ’ નાટક કે જેના રચનાકાળ પણ સં. ૧૨૪૧ છે, તેમાં પણ રાજા કુમારપાળના કૃપાસુંદરી સાથે ગુરુશ્રી હેમચંદ્ર દ્વારા થયેલ પાણિગ્રહણનું ઘણું જ રસિક અને મનેાહર વર્ણન છે. પાણિગ્રહણ થયાના સમય ત્યાં સ. ૧૨૧૬ ના માગશર સુદ ખીજને જણાવ્યેા છે. એટલે રાજા કુમારપાળ આયુષ્યના અંત સુધીનાં અંતિમ ૧૫ વર્ષ સુધી ચુસ્ત જૈન રહ્યા હતા. ૮. પ્રાકૃત તથા સંસ્કૃત દ્વાશ્રય કાવ્ય કે જે ખુદ શ્રી હેમચંદ્રસૂરિજીએ રાન્ન કુમારપાલના હયાતિકાળમાં લખેલ છે તેમાં રાજા સિદ્ધરાજે જૈન માંદેશ બંધાવ્યાના તથા જૈન સાધુની પૂજાદિક કર્યાના ઉલ્લેખો મળે છે. તાપણુ સિદ્ધરાજને જૈન તરીકે એળખાવેલ નથી અને રાજા કુમારપાળને જ પરમાતાદિ વિશેષણોથી પરમ જૈન તરીકે સખેાખ્યા છે. ૯. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ના દેશમાં પના બારમાસમાં પણ શ્રીહેમચંદ્રસૂરિ મહારાજે રાજા કુમારપાળના જૈનત્વનું લંબાણથી વર્ણન કરેલુ છે, અને તેમાં રાન્ન કુમારપાળને ધર્માવીર, દાનવીર અને યુદ્ધવીર તથા શરણાગતવત્સલ અને પરનારીસહાદરાદિ વિશેષણેાથી સખૈધ્યેા છે. સમક્તિપૂર્વક અણુવ્રત અંગીકાર કરનારા, શ્રાવકના આચારને પારગામી તથા દેવપૂજન અને ગુરુવન્દનાદ કર્યો વિના ભાજન પણ નહિ કરનારા વર્ણવ્યા છે. તથા શ્રાવીતભયપત્તનમાં ભૂમિત દટાયેલી શ્રીકપિલવલિપ્રતિષ્ઠિત પરમાત્મા મહાવીરની પ્રતિમાને બહાર કઢાવી સ્ફટિકમય શ્રીજિનપ્રાસાદમાં પધરાવી ત્રિકાળ શ્રીનિપૂન્ન કરનારો બતાવેલા છે. ૧૦. રાજા કુમારપાળ અને શ્રી હેમચન્દ્રસૂરિના પછીના સમયમાં રચાયેલા ગ્રંથોમાં પશુ રાજા કુમારપાળના પરમ જૈનત્વની પુષ્ટિ આપનારાં સંખ્યાબંધ પ્રમાણો મળે છે, અને રાજા કુમારપાળ માટે રાજર્ષિ આદિ બિો સ્પષ્ટપણે આલેખાયેલાં છે. તેમાંના મુખ્ય ગ્રન્થાનાં નામ નીચે મુજબ છે— (૧) પ્રભાવકરિત્ર, શ્રીહેનચદ્રસૂરિપ્રબંધ (વિક્રમની ૧૩મી સદી). (૨) પ્રબન્ધચિંતામણિ, શ્રી મેરુતુ ંગાચાર્ય' (વિક્રમની ૧૪મી સદી ). (૩) કુમારપાલપ્રબંધ, શ્રી કુલમંડનસૂરિ (વિક્રમની ૧૫મી સદી ). (૪) શ્રાદ્ધગુણવિવરણ ( વિક્રમની ૧૬મી સદી ). (૫) ખીન્ન અનેક ચરિત્રા, રાસા, શિલાલેખે અને કિંવદન્તીએ ન્ય બધાં એકી અવાજે શ્રી કુમારપાલ ભૂપાલના પરમાતપણાની સાક્ષી પૂરી રહ્યાં છે, આજકાલ કેટલાક જૈનધર્માંના ત્યાગ—વિરાગાદિના ઉપદેશ પ્રત્યે સ્વભાવથી જ અનુચ ધારણ કરનારા તથા સ્વસંપ્રદાયના કારમાં અંધ અનુરાગ આદિથી દારવાયેલાઓ, પરમાત શ્રીકુમારપાલ ભૂપાલના પરમાઈ તપા–પરમ જૈનપણા સંબંધી અનેક કુતર્કો ઉડાવી ભદ્રિક જનતામાં કુશંકાઓ ઉત્પન્ન કરવા પ્રયાસ કરી રહ્યા છે. તેઓને પ્રયાસ કેટલા અસત્ય અને ઉન્મા^ગામી છે, તે હકીકત આ ટૂંકા પણ મુદ્દાસરના લેખદ્રારા વાચકોના ખ્યાલમાં આવે, એ માટે આ સ્વલ્પ પ્રયાસ કરવામાં આવ્યે છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44