Book Title: Jain_Satyaprakash 1942 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૯૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ
૭
********
એમ જે પહેલાં કહ્યું, તે અક્ષરરચનાની અપેક્ષાએ જાણવું. આ વાકયોનું રહસ્ય એ છે ક-શ્રી તીર્થપ્રવર્તન સમયે શ્રી તીકર દેવ શરૂઆતમાં પૂર્વગત સૂત્રાર્થ પ્રરૂપણું કરે છે. ને ગણધર દેવ શરૂઆતમાં પૂર્વોની રચના કરે છે. પછી શ્રીઆચારાંગાદિને રચીને પહેલું આચારાંગ, બીજું સૂત્રકૃતાંગ, ત્રીજું સ્થાનાંગ વગેરે ક્રમે અંગસૂત્રની સ્થાપના કરે છે, એમ શ્રીનંદીસત્રની ચૂર્ણિ ટીકા વગેરે અનેક શાસ્ત્રોમાં જણાવ્યું છે. ૮૫
૮૬. પ્રજ્ઞ—ચક્રવર્તિ રાજાઓ એટલે ભવિષ્યમાં થનારા ચક્રવર્તિ રાજઓ છે ખંડની સાધના કરતી વખતે કેટલા અમ કયા નિમિત્તે કરે છે ?
ઉત્તર-૩-જબૂદીપ સંગ્રહણીમાં જણાવેલા માગધ વરદામ અને પ્રભાસ-આ ત્રણ તીર્થોના અધિષ્ઠાયક દેવના ત્રણ અઠ્ઠમ કરે, ૪-પ-સિંધુદેવીને અને ગંગાદેવીને અઠ્ઠમ-આ બે અઠ્ઠમ, ૬-વૈતાઢયે પર્વતના અધિષ્ઠાયક દેવનો એક અટ્ટમ, ૭-૮ તિમિસ્યા અને ખંડપ્રપાતા એ બે ગુફાના અધિપતિ કૃતમાલ અને નાટયમાલ દેવના બે અઠ્ઠમ, –મુલ્લક હિમવાન પર્વતના દેવને એક અટ્ટમ, ૧૦-વૈતાઢ્ય પર્વતના વિદ્યાધર મહારાજનો એક અટ્ટમ, ૧૧- નવનિધાનના દેવને એક અટ્ટમ, ૧ર-રાજધાનીની અધિષ્ઠાયક દેવીને એક અટ્ટમ, ૧૩-રાજ્યાભિષેક નિમિત્તે એક અઠ્ઠમ–આ રીતે છ અંક સાધતાં ચક્રવતી રાજાઓ તેર અઠ્ઠમ કરે છે. તેમાં કર્મનિર્જરાનો મુદ્દો નથી, તેથી તે દ્રવ્ય અટ્ટમ કહેવાય. એમ શ્રી લોકપ્રકાશાદિમાં જણાવ્યું છે. ૮૬
સમાચાર દીક્ષા –ખંભાતમાં અષાઢ સુદિ ૧૦ ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિયઅમૃતસૂરિજી મહારાજે એક ભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. કીતિપ્રવિજયજી રાખીને તેમને પૂજ્ય મુનિ મહારાજ શ્રી સુમિત્રવિજયજીના શિષ્ય બનાવ્યા.
કાળધમ_વામાં શ્રાવણ સુદિ ૧૦ ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભક્તિસૂરિજી મહારાજના પ્રશિષ્ય પૂજ્ય મુનિમહારાજ શ્રી સતિષવિજયજી કાળધર્મ પામ્યા.
પાઠશાળા –ખંભાતમાં શેઠશ્રી બુલાખીદાસ નાનચંદ તરફથી ચતુર્વિધ શ્રીસંઘના અભ્યાસ માટે સ્યાદ્વાદ સંસ્કૃત પાઠશાળાની સ્થાપન કરવામાં આવી.
સ્વીકાર શ્રી મહાવીર પરમાત્માનું સંક્ષિપ્ત જીવનચરિત્ર–તૈયાર કરનાર-શેઠ શ્રી. કુંવરજી આણંદજી; પ્રકાશક-શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર; પૃષ્ટ સંખ્યા ૮૦; મૂલ્ય-ચાર આના.
For Private And Personal Use Only