Book Title: Jain_Satyaprakash 1942 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] શ્રી કુમારપાળ ભૂષાળનુ જૈનત્વ [૫૯ રહ્યાં છે, તેમ શ્રીકુમારપાળ ભૂપાળવિરચિત શ્રીજિનસ્તવન, તથા શ્રીકુમારપાળના સમકાલીન અને ઉત્તરકાલીન ગ્રન્થકારાનાં ગ્રન્થરત્ના પણ શ્રીકુમારપાળ ભૂપાળના જૈનત્વ ઉપર અદ્રિતીય પ્રકાશ ફેલાવી રહ્યાં છે. ૧. સૌથી પહેલાં સ્વયં શ્રીકુમાળપાળવિરચિત શ્રીસાધારણ જિનસ્તવન નામના સંસ્કૃત સ્તોત્રરત્નના છેલ્લા શ્લોકમાં જણાવ્યું છે કે प्राप्तस्त्वं बहुभिः शुभै विजगतश्चूडामणिर्देवता, निर्वाणप्रतिभूरसावपि गुरुः श्रीहेमचन्द्रप्रभुः । तन्नातः परमस्ति वस्तु किमपि स्वामिन् यदभ्यर्थये, किन्तु वचनादरः प्रतिभवं स्ताष्टर्धमानो मम ॥१॥ ** ત્રણ જગતના મુકુટમણિ સમાન દેવ તરીકે તું અને મુક્તિમાર્ગીના સત્યકાર સમાન ગુરુ તરીકે શ્રી હેમચંદ્ર પ્રભુ મને બહુ પુણ્યના ઉદયથી મળ્યા છે. તેથી હે સ્વામિન ! હવે હું કોઇ પણ અન્ય વસ્તુની યાચના કરવા ઈચ્છતો નથી; માત્ર પ્રત્યેક ભવમાં મને તારા વચન ઉપરતે આદર વધતા રહે, એટલું જ યાચુ છું.” આ રીતે શ્રીજિનવચનના આદરતે જ એક ઇચ્છનાર રા કુમારપાળને પરમ જૈન તરીકે કયા મધ્યસ્થ બુદ્ધિવાળા આત્મા અંગીકાર ન કરે ? ૨. વીતરાગસ્તાત્ર ઉપર વિશદ વિવરણ કરનાર આચાર્ય' શ્રી પ્રભાનન્દસૂરિ પ્રથમ પ્રકાશના આદ્ય પ્રસ્તાવમાં જ શ્રી હેમચંદ્રસૂરિના વિશેષણો લખતાં ફરમાવે છે ક परमात श्री कुमारपाल भूपालमौलिलालितनखमयूखैः ॥' પરમાહલ શ્રીકુમારપાત ભૂપાલના મુકુટ વડે લાલિત થયાં શોભી રહ્યાં છે નખમયૂખા જેમનાં એવા શ્રી હેમચન્દ્રસુરિવર્ડ સમસ્ત સ્તુતિ રસના રહસ્યનાં ઝરણું તુલ્ય શ્રૌવીતરાગસ્તાત્રને વિષે આ પ્રથમ પ્રસ્તાવના સ્તવ અનાવ્યો છે, ૩. એ જ રીતે શ્રી વીતરાગસ્તાત્રની અવ`િના કર્તા શ્રીવિશાલરાજસૂરિ પણ પ્રથમ પ્રસ્તાવના સ્તવની અવર્ણના પ્રારંભ કરતાં મંગળાચરણ કર્યા બાદ ફરમાવે છે. ૐ--- (આ અવચૂર્ણિ વિક્રમની ૧૬મી સદીમાં બનેલી છે.) પૂર્વ સ્વર્ગ તુલ્ય શ્રી પાટણ નગરમાં પેાતાના સ્વાભાવિક પરાક્રમથી રાજાઓના સમૂહને પરાભવ પમાડનાર, પ્રકૃષ્ટ પ્રભુતા વડે શક્રનું અનુકરણ કરનાર, દુર દુશ્મનો રૂપી હાથીઓને ભય પેદા કરનારી વિકરાલ કરવાલને ધારણ કરનાર, દશ દિશારૂપી મંડપને વિષે અખંડ અલ’કારરૂપી કીર્તિ વેલડીના સમૂહને વિસ્તારવા માટે આલવાલ (કયાર) સમાન, પ્રજાપાલ શ્રીકુમારપાલ રાજા ચાર સાગર સુધી પૃથ્વીનું રાજ્ય કરતા હતા. શ્વેતામ્બરાદિ બદનામાં અખંડ આજ્ઞાવાલા તથા પેાતાની પ્રજ્ઞાવર્ડ બૃહસ્પતિને પણ પરાભવ કરનારા કલિકાલસર્વજ્ઞ શ્રીઠુમસુરિના વચનામૃત વડે ગળી ગયું ક મિથ્યાત્વવિધ જેવું એવા તેણે અત્યંત સુંદર શ્રી જિનમાર્ગના સ્વીકાર કર્યો હતે. શ્રીર્જિનાત નવ તત્ત્વને વિષે શ્રદ્ધાને ધારણ કરતા અને શ્રી સમ્યકત્વમૂલ દ્વાદશ વ્રતની ધરાને વહન કરતા એવા તેણે પ્રથમ તમાં પોતાની માલિકીના અઢારે દેશોમાં અમારૂ પ્રવર્તાવી અને માર' એવા શબ્દો સાંભળતાં પણ ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા અંગીકાર કરી હતી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44