Book Title: Jain_Satyaprakash 1942 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭ .................... .... ... ... .......................................................... જસ યુક્તિઓ કરી ચિત્ત વિશકલિત ન કર. સ્થિર ચિત્તે અભ્યાસ પૂર્ણ થશે એટલે તારી શંકાઓ આપોઆપ શમી જશે.'' પૂ. ગુરુમહારાજશ્રીએ પુનઃ મને જણાવ્યું
“ પૂજ્ય ! મારું મન સ્વસ્થ છે. પરમ્પરાએ સમજાવવામાં આવતા અર્થમાં બિલકુલ તર્ક કે દલીલ ન કરવા આપ પ્રતિબંધ મૂકે છે તે ખેદજનક છે. બુદ્ધિના વિકાસને દબાવીને પછી હા એ હા કહેવરાવવી એ શું મહત્ત્વની વાત છે ? આહત આગમમાં યુક્તિને અવકાશ નથી એમ પણ નથી. કસોટીએ ચઢાવીને જે અર્થ ગ્રહણ કરવામાં આવે તે એ સરસ સમજાય છે ને સ્થિર થાય છે કે ફરી તેમાં શંકા કે ફેરફાર થતો નથી. આ વિધ્યમાં મને ફેરફાર કરવા જેવું જણાતું નથી.” મેં મારો દઢ નિશ્ચય કર્યો.
“અશ્વ ! તક અને યુક્તિઓ એવી હોવી જોઈએ કે જેમાં સિદ્ધાંતને નાશ ન સમાયો છે. સિદ્ધાંત પુષ્ટ થાય એવી કોઈ પણ દલીલ કરવામાં કોઈ વિરોધ ન કરે. મનમાં ભ્રમથી એક મિથ્યા સિદ્ધાંત સ્થિર થઈ ગયો હોય કે પછી ચાલુ સિદ્ધાંતના ખંડન માટે ને તે મિથ્યા સિદ્ધાંતના મંડન માટે જે કંઈ યુક્તિ કે દલીલ કરવામાં આવે તે સમજવા માટેની દલીલ ન કહેવાય, પણ તે વાદકે વિતંડા રૂપે પ ણામ પામે છે. છેલ્લા કેટલાક સમયથી તું બૌદ્ધદર્શનનું અવલોકન કરતા હતા. તે વિચારોની છાયા તારા મનમાં રમી રહી છે એટલે સર્વ વિચારે તું તે તરફ ખેંચી જ છે. જે તું તારા વિચારેનું પરિવર્તન કરવા ઈચ્છતા હો તો ઠીક. નહિ તે આ પ્રમાણે વિભિન્ન વિચારે સમુદાયમાં સાથે રહી શકાશે નહિ. મૂંઝાએલી મતિમાં તું પોતે સત્ય નિર્ણય ન કરી શકે ત્યાં સુધી ચાલુ પરમ્પરાગત અર્થને વળગી રહેવા જેટલી ઈચ્છા હોય અને પોતાની મતિ વિભ્રમમાં છે એમ સમજાતું હોય તો જ સાથે રહી શકાય. સવાર સુધીમાં એક નિર્ણય પર આવી, સાથે રહેવું હોય તો આગ્રહ છોડી દઈને “મિચ્છામિ દુક્કડ' દઈ સાથે રહેજે. નહિ તે અહીંથી જ્યાં જવું હોય ત્યાં વિહાર કરી જજે.” પૂ. ગુરુમહારાજશ્રીએ વિચારનું પરિવર્તન ન થાય ત્યાં સુધી સાથે નહિ રહેવા છેવટે જણાવ્યું.
“મહારાજ સાહેબ ! ખૂબ મનન કર્યું. મતિમાં ભ્રમ કે મૂંઝવણ નથી છતાં મારા વિચાર ફરી શકે તેમ નથી અને આપશ્રી આ પ્રમાણે સાથે રાખવા અનિચ્છા દર્શાવી છે તે હું વિહાર માટે વ્યવસ્થા કરી વિહાર કરવા અભિલાષા રાખું છું. અન્ય કંઈ કટુ કથન થયું હોય તો તેની ક્ષમા ચાહું છું. આપશ્રી તથા હું ભવિષ્યમાં એક વિચાર પર આવીએ એમ ઈચ્છું છું.” એ પ્રમાણે મેં પણ આખરે જણાવ્યું.
અમારે અને પૂ. ગુરૂમહારાજશ્રી વચ્ચે ઉપર પ્રમાણે વાતચિતને પ્રસંગ બન્યા પછી અમે વિહાર કર્યો ને અનુક્રમે અહીં આવ્યા.
[૮]. શ્રી સંઘ સાથે વાર્તાલાપ અને અમિત્રને આગળ વિહાર
આ અશ્વમિત્ર શ્રીસંધને પિતાનું નિવેદન સંભળાવ્યું એટલે શ્રીસથે તેમને વિનંતિ કરીઃ “આપનું કથન યથાર્થ છે. આપ અને પૂ. ગુરુમહારાજશ્રી વચ્ચે વૈમનસ્ય નહિ પણ વિચારભેદ છે, ને તે કારણે આજે જુદો વિહાર કર્યો છે. પરંતુ એ વિચારભેદ દૂર
For Private And Personal Use Only