Book Title: Jain_Satyaprakash 1942 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
૭૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
ખાનની ખીજમત કિંવા આગતાસ્વાગતા એના અધિકારને છાજે તેવા સ્વરૂપમાં ન કરી. એકાદ-બે પ્રસંગ એવા બન્યા કે જેમાં ખાને પિતાને મોટું અપમાન પહોંચાડ્યાનું માન્યું અને એકાએક તે દિલ્હી ચાલી ગયે. એ બધી વાત અકબરશાના કાને પહોંચી. વાતમાં તથ્ય જણાતાં પાદશાહને ગુસ્સો વધી પડ્યો. એણે સરદાર તેજાને પિતાને સ્વાધીન કરવાનું ફરમાન રાયસિંગ પર મોકલ્યું; અને બીકાનેર નરેશ તરફથી એ માટે આંખ આડા કાન થતાં તરત જ અકબરશાહે ભાટનેરની જાગીર રાયસિંગ પાસેથી ખુંચવી લઈ તેના છેકરા દલપતસિંગને આપી. આ બનાવમાં શાહના દરબારમાં વસેલા માજીમંત્રી કરમચંદે કે ભાગ ભજવ્યો તે સ્પષ્ટ તારવી શકાતું નથી. પણ રાયસિંગે તે માની જ લીધું કે આ સર્વ એની શીખવણીથી જ શાહે કર્યું ! આ રીતે એક સમયના રાજા–મંત્રી વચ્ચે પડેલી વૈમનસ્યરૂપી ફાટ વધુ વિસ્તાર પામી.
સમયનું ચક અખલિત ગતિએ ફર્યા કરે છે. ઘડી પૂર્વે જ્યાં ભરતીનાં મોજાં ઉછળતાં દષ્ટિગોચર થાય છે ત્યાં થોડી ઘડીયો વીતતાં ઓટના વાયુ વાય છે. કાળદેવતાને અદયરૂપી કાંટો સદા કોઈની પણ શેમાં તણયા વિના તેલનનું કાર્ય કર્યું જ જાય છે. ભાવિના ગર્ભમાં છુપાયેલ વાતને એના ઉદયકાળ પર મુલતવી રાખી મંત્રી કરમચંદ જૈનધર્મ અને જૈન સમાજ માટે શું કર્યું હતું એ ટૂંકમાં જોઈ જઈએ—
આજે પણ રાજપૂતાનામાં, સંઘના એક મહાન આગેવાન તરીકે કરમચંદ મંત્રીની સ્મૃતિ કરાય છે. એના દ્વારા થયેલાં કાર્યો જ એ મહાન વ્યક્તિનો યશ આજે મુકપણે દાખવી રહ્યાં છે. સન ૧૫૫૫માં એમણે બૃહત્ ખરતરગચ્છના શ્રીજિનચંદ્રસુરિન પ્રવેશમહોત્સવ બીકાનેરમાં મોટા દબદબા સહિત કર્યો હતો. એ સમયે જે કવિએ પ્રસંગોચિત વર્ણન કરી સારાય બનાવનું દિગદર્શન કવિત્તમાં ગાયું હતું તેને સારે સરપાવ અપાયો હતો. સન ૧૫૭૮ના દુષ્કાળમાં તેણે જુદા જુદા ભાગોમાં અન્ન પૂરું પાડવાનાં મથકો
સ્થાપી ભૂખે મરતી પ્રજાને જબરું આશ્વાસન આપ્યું હતું. મુસ્લીમ રાજ્યકર્તાઓના તાબામાં ગયેલી સંખ્યાબંધ મૂર્તિઓ એણે પાછી મેળવી બીકાનેરના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેવાલયમાં એકઠી કરી હતી. ઓસવાલ જ્ઞાતિમાં તેણે દેશ-કાળને અનુરૂપ કેટલાક સુધારા દાખલ કર્યા હતા. અને ભોજક યાને યાચક માટેના લાગા નક્કી કર્યા હતા.
આ મંત્રીશ્વર કર્મચંદે પોતાના અધિકાર કાળે, માથા પર રાજ્યચિંતાને મોટો બે હેવા છતાં, શક્તિ અનુસાર ધાર્મિક અને સામાજિક કાર્યોમાં ફાળો આપ્યો હતો. એ સંબંધી વધુ જાણવાની ઇચ્છાવાળાએ મંત્રીશ્વરને લગતા પ્રબંધ અને રાસ જોઈ લેવા. કેટલીક અતિશયોક્તિ કવિ કિંવા લેખકદ્વારા થઈ હોય છે, પણ એ બાદ કરી સત્ય તારવવું હોય તો મુશ્કેલી નથી પડતી; ઈતિહાસને ગષક એ કાર્ય અવશ્ય સાધી શકે છે. મંત્રીને અકબરશાહ સાથે મેળાપ થયું ત્યાર પછીની વાત હવે પછી તે ઇશું.
(ચાલુ)
For Private And Personal Use Only