Book Title: Jain_Satyaprakash 1940 12 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિદ્ભવવાદ લેખક : મુનિરાજ શ્રી ધ્રુરધરવિજયજી બીજા વિદ્ભવ તિષ્યગુસાચા; આત્મવાદ, ઐાદ્ધ અને સ્યાદ્દાદીની ચર્ચા ( ગતાંકથી ચાલુ ) ફક્ત વિજ્ઞાન એક જ પદાર્થ છે, પણ વિજ્ઞાન સિવાય અન્ય કંઈ નથી. એ પ્રકારની બૌદ્ધની માન્યતાનું સ્યાદાદીએ પૂર્વે ખડન કર્યુ. આજે પુનઃ જ્યારે ઉપવનમાં સ્યાદ્વાદીની સભા મળી એટલે બૌદે નીચે પ્રમાણે ચાંની શરૂઆત કરીઃ બૌદ્ધ: વિજ્ઞાનથી જુદી વસ્તુઓ હા, પરંતુ આત્મા તે વિજ્ઞાનરૂપ જ છે-તમારા કહેવા પ્રમાણે વિજ્ઞાન સિવાય તેનાથી ભિન્ન એવી અનેક વસ્તુઓ છે, એ સિદ્ધ થતુ હાય તે ભલે તે સિદ્ધ થાય. પરન્તુ આત્મા તે। વિજ્ઞાન સ્વરૂપ જ છે. તમે કહ્યું હતું કે આત્મા કેવળ વિજ્ઞાન સ્વરૂપ જ નથી પણ બીજા સ્વરૂપ પણ છે તે કેવી રીતે માની શકાય ? સ્યાદ્નાદીઃ વિજ્ઞાન સિવાય આત્મા સુખ ખળ વગેરે અનેક પ્રકારો છેજે પ્રમાણે ઘટપટ વગેરે પદાથા વિજ્ઞાનથી જુદા છે, તે પ્રમાણે સુખ બળ વગેરે પણ વિજ્ઞાનથી જુદા છે. જેવી રીતે આત્માને વિજ્ઞાન સ્વરૂપ માનવામાં આવે છે. તેવી રીતે આત્મા સુખ અને બળ સ્વરૂપ પણ છે એમ અનેક પ્રકારને છે, જો કે વ્યવહારમાં ચાલતા વિચારથી આત્મામાં જ્ઞાન રહે છે. પણ આત્મા જ્ઞાનરવરૂપ નથી એમ માનવામાં આવે છે. એટલે પ્રથમ આત્મા જ્ઞાનસ્વરૂપ ધ્રુવી રીતે તે સમએ. તંતુથી પટ જુદા પડતે નથી માટે પટ ત તુસ્વરૂપ છે. એ જ પ્રમાણે આત્મા જ્ઞાનથી જુદો પડતો નથી માટે વિજ્ઞાનસ્વરૂપ છે. એટલે કે નિશ્ચયનય ગુણ ગુણીને અભિન્ન માને છે, માટે આત્માથી જ્ઞાન જુદું નથી અને જ્ઞાનથી આત્મા જુદા નથી, માટે આત્મા જ્ઞાનસ્વરૂપ છે. વળી આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એ ઉપચારથી પણ કહેવામાં આવે છે. જેમ કાઈ માણસને એક વ્યક્તિ ઉપર બહુ પ્રેમ હાય. એટલે તે માસ જે વ્યક્તિ ઉપર બહુ પ્રેમ છે તે વ્યક્તિને જુદી નથી માનતા. આત્મા અને શરીર જુદાં છે છતાં શરીર ચાલતું હોય કે બેઠું હોય, પાતળું કે જાડુ હોય, નિર્બલ કે સબલ ડાય, તોપણ આત્મા પોતાને સ` ક્રિયા કરતા સમજે છે, તે જેમ શરીરમાં અભેદ છે તેમ જ્ઞાનમાં પણ અભેદ ભાસે છે. પાણીમાં મીઠુ મળી ગયા પછી કે દુધમાં સાકર ભળી ગયા પછી જેમ ભેદ ભાસતા નથી તેમ જ્ઞાનમાં લીન થઈ શ્યા પછી આત્મા બુંદો જણાતા નથી માટે આત્મા જ્ઞાનસ્વરૂપ કહેવાય છે. એ રીતે સુખમાં લીન ડ્રાય ત્યારે સુખસ્વરૂપ અને વીય વાપરવામાં તત્પર હોય ત્યારે વીર્ય સ્વરૂપ કહેવાય છે. માટે આત્મા વળજ્ઞાનવર્ષ જ નથી પણ અનેક પ્રકારને છે. બૌ સુખ-ખળ વગેરે જ્ઞાનથી જુદાં નથી. ઘટ પટ વગેરે પદાર્થાને જ્ઞાનથી જુદા માતા તે ઠીક છે પણ સુખ બળ વગેરે કઇ જ્ઞાનથી જુદા નથી. માટે આત્માને સુખસ્વરૂપ કહે કે બળસ્વરૂપ કડા કે જ્ઞાનસ્વરૂપ કહા પણ તે એક જ સ્વરૂપ છે એટલે આત્મા વિજ્ઞાનસ્વરૂપ જ માનવા જોઇએ, પણ અનેક સ્વરૂપ માની શકાય નહીં. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54