Book Title: Jain_Satyaprakash 1940 12 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૩૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ સ્વા. જ્ઞાનથી જુદાં દેખાતાં હેવાથી સુખ બળ વગેરે જુદાં છે. જે ઘટપટ વગેરેની માફક સુખ બળ વગેરેને જ્ઞાનથી જુદાં ન માનવામાં આવે અને જ્ઞાનસ્વરૂપ માની આત્માને વિજ્ઞાનસ્વરૂપ જ માનવામાં આવે તે એક આત્મા જ્ઞાન સ્વરૂપ છે, બીજો આત્મા સુખસ્વરૂપ છે અને ત્રીજો આત્મા વીર્યસ્વરૂપ છે એ ત્રણે આત્માને એક સરખા જ કહેવા પડશે, પણ એ રીતે કહેવાતું નથી. વળી એક જ આત્મામાં જ્ઞાન, સુખ અને બળ ત્રણે ખૂબ હેવાથી તે આત્મા ત્રણ સ્વરૂપ કહેવાય છે. હવે કેટલાક સમય પછી તેનું જ્ઞાન નાશ પામ્યું એટલે તે બે જ સ્વરૂપ કહેવાય છે. જે ત્રણેને એક માનવામાં આવે તો એકને નાશે ત્રણે નાશ પામ્યા એટલે આત્મા કેઈ સ્વરૂપ ન રહેવો જોઈએ. માટે જ્ઞાન, સુખ અને બળ એ એક ન માની શકાય માટે આત્મા પણ એક જ પ્રકારને નથી પણ અનેક પ્રકારનો છે, બૌ૦ આત્મા જ્ઞાનાદિ સ્વરૂપ જ છે કે કેઈ અન્ય પણ સ્વરૂપ પણ છે? તમે આત્મા જ્ઞાનસ્વરૂપ કે સુખસ્વરૂપ છે એ કઈ પદ્ધતિએ છે એ સમજાવ્યું તે બીજી પદ્ધતિએ આત્મા કઈ જુદાસ્વરૂપ થાય છે? અને થતો હોય તો તે કેવી રીતે તે સમજાવે. સ્થા૦ આત્મા જ્ઞાનાદિ સ્વરૂપ છે અને જ્ઞાનાદિને આશ્રય પણ છે-જે પ્રમાણે આત્મા જ્ઞાનસ્વરૂપ છે, એ વાત પૂર્વે સમજાવી, પરંતુ વ્યવહાર નયની દૃષ્ટિએ આત્મા જ્ઞાનાદિને આશ્રય છે, કારણ કે વ્યવહાર ના આત્માને નિત્ય માને છે એટલે આત્માને જ્ઞાનસ્વરૂપ માને તે જ્ઞાનનો નાશ થવાથી આત્માનો પણ નાશ થઈ જાય. જેમ એક વસ્ત્ર સફેદ હોય એટલે કે તરૂપવાળું હોય તેને લાલ કરવામાં આવે એટલે તે લાલ રૂપવાળું થાય, પીળું કરવામાં આવે એટલે પીળારૂપવાળું થાય. તેમાં સફેદ રૂપને નાશ થઈને પીળું રૂપ આવે તેથી કંઈ તે વસ્ત્રને નાશ થતો નથી, વસ્ત્ર તે તેનું તે જ રહે છે. એટલે વ્યવહાર નય ગુણ ગુણુને અભિન્ન નથી માનતે પણ ભિન્ન માને છે. એટલે આત્મા પણ ઘટજ્ઞાનને નાશ થવાથી નાશ થતો નથી પણ રહે છે. માટે, આત્મા જ્ઞાનને આશ્રય છે. એ જ પ્રમાણે સુખ, બળ વગેરે ગુણને પણ આશ્રય છે. બો તમારે દુઃખ પણ આત્માને ગુણ માનવે પડશે-તમે જો આમ આત્માને અનેક પ્રકારના માનશે તો તમારે આત્માને દુઃખસ્વરૂપ કે દુઃખને આશ્રય પણ માનવો પડશે, કારણ કે જેમ આત્મા જ્ઞાની, સુખી બલી કહેવાય છે તેમ દુઃખી પણ કહેવાય છે. એટલે જ્ઞાન, સુખ, બલ વગેરે જેમ આત્માના ગુણ માને છે તેમ દુઃખ પણ આત્માનો ગુણ માન જોઈએ. અમે આત્માને અનેક સ્વરૂપ ન માનતા ફકત જ્ઞાનસ્વરૂપ જ માનીએ છીએ એટલે દુઃખસ્વરૂપ કે દુઃખી એવું કંઈ માનવું પડતું નથી. સ્યા દુઃખ એ આત્માને ગુણ માની શકાતો નથી. કેઈ પદાર્થને જે કોઈ ગુણ માનવામાં આવે છે તે ગુણ તે પદાર્થમાં સ્વાભાવિક રીતે રહેતા હોય તે જ માનવામાં આવે છે, પરંતુ જે સ્વાભાવિકપણે ન રહેતા હોય તેમ માનવામાં આવતું નથી. સફેદ પાણીમાં નીલકાન્ત મણિ મૂકવામાં આવે એટલે પાણી નીલ થઈ જાય છે. હવે તે પાણી નીલ દેખાતું હોવાથી નીલ એ પાણીને ગુણ છે એમ માની શકાતું નથી, પણ પાણીને For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54