Book Title: Jain_Satyaprakash 1940 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦ ]
શ્રી જન સત્ય પ્રકાશ છતાં લેખક જણાવે છે કે આ વાત એતિહાસિક સાચી છે, માટે અમે પણ તેમના તરફથી ઉત્તરની વાટ જોઈએ છીએ. તેમને કંઈ ખુલાસે આવશે તે અમે તે તમને જણાવીશું, અને છાપા જોગ છાપવાને હશે તે છાપશું. આપના તરફથી પણ કંઈ ટુંકમાં ખુલાસો હેય તે જણાવશે. એ જ વિનંતિ..
લી. સેવક
નટવરલાલ ઈ. દેશાઈના યથાયોગ્ય વાંચશે. - “ગુજરાતી” પરના તંત્રીશ્રીને બીજો પત્ર
મુંબઈ, તા. ૧૬-૧૨-૪૦ રા. ૨. રતિલાલ દીપચંદ દેશાઈ
આપને પત્ર લખ્યા પછી જૂનું મંદિરની વાર્તાના લેખક રા. જનાર્દન હા. પ્રભાસકર તરફથી એક ખુલાસાપત્ર આવ્યો હતે. તે ખુલાસે અમે ગુજરાતી પત્રના તા. ૧૫ મીના અંકમાં પાને ૧૬૨૦ મે છાઓ છે અને તેની એક નકલ આપને જાણવા માટે મોકલી આપીએ છીએ, જુદા પિસ્ટથી. અમને આશા છે કે મજકુર ખુલાસે આપને સંતોષકારક જણાશે. મહાન જૈનાચાર્ય અને સર્વગ્ન મુનિ શ્રી હેમચંદ્રાચાર્યજી માટે અમને અને આ બી ગુજરાતી પ્રજાને માન છે. એટલે તેમને અપમાન કરવાને અમારે કે મૂળ લેખકને મુદ્દલ આશય તો તે આપ જરૂર સ્વીકારશે. તે નામવિનાના યતિશ્રી શ્રી હેમચન્દ્રાચાર્ય થાય છે એવી શંકા અમને આવતે તો અમે છાપતે નહિ અને લેખક ભાષાંતર કરીને લખી મોકલતે નહિ. આ સર્વે ગેરસમજનું પરિણામ છે. એ જ વિનંતિ.
લી. સેવક
નટવરલાલ ઈ. દેશાઈના નમસ્કાર “ગુજરાતી ” પત્રના તા. ૧૫-૧૨-૪૦ ના અંકમાં પ્રગટ થયેલ ખુલાસે
જૂનું મંદિર એક ખુલાસે “ગુજરાતીના દીપોત્સવી અંકમાં “જૂનું મંદિર ' નામક વાર્તા છપાઈ છે. એ વાર્તા મૂળ મરાઠી “કિર્લોસ્કર ' માસિકમાં છપાઈ હતી. ગુજરાતના ઈતિહાસને લગતી એ વાર્તા લેવાથી મેં એનું ભાષાન્તર કર્યું. એમાં અહિંસાને વિષય ચર્ચાયેલો છે. આ વાર્તામાં ઉલ્લેખિત યતિના પાત્રાલેખનથી, જેમણે ગુજરાતી સાહિત્યપર મહદ્ ઉપકાર કર્યા છે એવા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજીનું અપમાન થયેલું માની કેટલાક જૈનબંધુઓની કે મલેતમ લાગણી દુભાયાનું મારા જાણવામાં આવ્યું છે. ગુજરાતના એ પૂજ્ય તિર્ધર પ્રતિ મને સંપૂર્ણ માન છે અને આ ભાષાન્તર ગુજરાત સમક્ષ રજુ કરવામાં મારે જરા પણ દુરાશય નહે એ પ્રાંજલપણે જણાવ્યું છે. અને અજયે કેાઈ જૈન બંધુઓની લાગણી દુઃખાઈ હોય તે તે માટે હું દિલગીરી વ્યક્ત કરું છું.”
જનાતન પ્રભાસ્કર
For Private And Personal Use Only