Book Title: Jain_Satyaprakash 1940 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 51
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪ ] “જૂનું મંદિર પ્રકરણનું સમાધાન [ ૧૭૦ ગુજરાતી' પત્રના તંત્રીશ્રીને લખાયેલ પત્ર અમદાવાદ તા. ૬-૧૨-૪૦ રા. ૨. તંત્રીશ્રી “ગુજરાતી', આપના “ ગુજરાતી” પત્રના આ સાલના દીપોત્સવી અંકમાં શ્રીયુત જનાર્દન પ્રભાસ્કરના નામે “ જૂનું મંદિર' શીર્ષક એક ટૂંકી વાર્તા પ્રગટ થઈ છે. આ કથામાં એક જેનયતિનું પાત્ર રજુ કરીને તે બહાને શ્રી હેમચંદ્રચાર્ય જેવા મહાન તિર્ધર આચાર્ય ઉપર બિલકુલ અસત્ય આક્ષેપ કરવામાં આવ્યા છે. આ માટે આપને વિશેષ ન લખતાં આ સાથે શ્રી. જનાર્દન ભાઈ ઉપરને પત્ર વાંચવા ભલામણ છે. આપ જોઈ શકશો કે આવી કથાથી કોઈ પણ સમાજનું દિલ દુભાયા વગર ન રહે. ગુજરાતી જેવા સાર્વજનિક પત્રમાં જેની લાગણી દુભાય એવા હળાહળ આક્ષેપથી ભરેલી અને સાવ આધારશૂન્ય કથા પ્રગટ થાય એ કઈ રીતે ઉચિત નથી. તેથી આપને પ્રાર્થના છે કે આપ આ અંગે આપને ખુલાસે પ્રગટ કરશો, તેમજ શ્રી. જનાર્દન ' ભાઈને પણ યોગ્ય ખુલાસે કરવા અવસ્ય પ્રેરશે. સાથેને પત્ર વાંચીને (અને જરૂર જણાય તે તેની નકલ કરીને) શ્રી. જનાર્દનભાઈને મોકલી આપશો. તેમના સરનામાની ખબર નહીં હોવાથી આપની મારફત એ પત્ર મેકલ્યો છે. હવે પછી અમે એમને સીધે પત્ર લખી શકીએ તે માટે તેમનું સરનામું જરૂર જણાવશે. તેમના કવર ઉપર ટપાલની ૦–૧-૩ ટીકીટ ચેડી છે. યોગ્ય સાહિત્યસેવા લખશો. પત્તર શીવ આપીને આભારી કરશે. એ જ. લ. આપને રતિલાલ દીપચંદ દેસાઈ, વ્યવસ્થાપક ગુજરાતી” પત્રના તંત્રીશ્રીને પહેલે પત્ર મુંબઈ, તા. ૧૧-૧૨-૪૦ રા. શ. રતિલાલ દીપચંદ દેસાઈ - જો તમારે એક પત્ર અને બીજો પત્ર મૂળ લેખક માટે-એમ બે પત્ર મળ્યાં છે. બાબત અમારા ગુજરાતી પત્રના દિવાળીના ખાસ અંકમાં જાનું મંદિર એ નામની નાની વાતી સંબંધમાં ઉપલે પત્રવહેવાર છે. અમે મૂળ લેખકને ખુલાસા માટે તમે મોકલેલે કાગળ મોકલ્યો છે, અને સાથે સૂચના કરી છે કે તે તમારી સાથે પણ સીધે પત્રવહેવાર કરે; અને અમને પણ જણાવે, અને કાંઈ ખુલાસો છાપવા જેવો હોય તે લખી જણાવે. એ નાની વાર્તાના મળ લેખકનું નામ રા. રા. જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસકર છે. તેનું સરનામું ઊંડાચ વાયા બીલીમેરીઆ-એ પ્રમાણે છે. તમને યોગ્ય લાગે તો એની સાથે પત્રવહેવાર કરશે, અને પરિણામ અમને જણાવશો. મૂળ વાર્તાને પાયો સાચો છે કે ખે તે અમે જાણતા નથી, પણ કુમારપાળ મહારાજાએ એક યૂકાવિહાર બંધાવેલું એટલી સાચી વાત ઉપરથી લેખકે કદાચ આ વાર્તાને પ્રસંગ ઉપજાવી કાઢેલો હશે એમ અમને લાગે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54