Book Title: Jain_Satyaprakash 1940 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૬ - બાલપુરની વર્તમાન પરિસ્થિતિ બાલપુરમાં બધાં મળીને લગભગ ૧૦૦ ઘર ગુજરાતીઓનાં છે, તેમાં હૌસીલાલ પાનાચંદ વાળા સુખલાલભાઈ, તથા લાલચંદભાઈ તથા કીસનચંદ પુંજાશા. પિપટલાલભાઈ પુંજાશા સનલાલભાઈ વગેરેનાં મુખ્ય છે. તપાગચ્છના મંદિરને તમામ કારભાર હૌસીલાલ શેના સુપુત્ર હરખચંદભાઈ કરે છે. અને લોકાગચ્છને મંદિરને સોનલાલભાઈ કરે છે. બાલાપુરમાં ૧૦૦ ઘર હોવા છતાં કુસંપ નથી. જ્યારે કોઈ પણ ધાર્મિક યા તે. સામાજિક કાર્ય પડે ત્યારે સમગ્ર જેને એક ઝંડા નીચે કાર્ય મરે છે–આવા અડગ સંપલ લીધે જ બાલાપુર C. P. અને બરારમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ભોગવે છે. ધાર્મિક દષ્ટિએ, આ પ્રાન્તમાં બાલાપુરનું સ્થાન જરાય ઉતરતું નથી. ત્યાંના જૈન સંઘમાં જેટલી ધાર્મિકતા છે તેટલી જ સમદષ્ટિ છે, તથા ગુણગ્રાહિતા છે. ત્યાં સમગ્ર જેનેનાં ઘરે મંદિરની પાસે જ છે કે જેથી મંદિરની આશાતના થવાનો ભય રહેતો નથી. ત્યાં બાળક–બાલિકાઓને ધાર્મિક શિક્ષણ આપવા માટે એક શિક્ષક રોકેલ છે. ત્યાંની બહાનામાં પણ પ્રકરણે વગેરેની અભ્યાસી મળી રહે છે; મંદિરના કમ્પાઉન્ડમાં બે ઉપાશ્રય છે. એક જુને છે કે જેમાં અમૃતવિજયજી રહેતા હતા. અત્યારે તેમાં પાઠશાળા ચાલે છે. અને બીજો ઉકત ઉપાશ્રયની સામે છે કે જે ત્યાંના નિવાસી શેઠ લાલચંદ ભાઈએ બંધાવેલ છે. મુનિરાજે તેમાં જ ઊતરે છે. નીચેના ભાગમાં લાયબ્રેરી તથા મંદિરની પેઢી છે. મંદિરના કમ્પાઉંડની સામે લંકાગચ્છને ઉપાશ્રય છે. વર્ષમાં બે વખત આયંબિલ પણુ તપાગચ્છના ઉપાશ્રયમાં થાય છે. ઉપસંહાર–આ રીતે બાલાપુર સંબંધી અનેક હકીકતેવાળા આ લધુ નિબંધ અહીં પુરો થાય છે. ગુજરાત તેમજ બીજા પ્રાંન્તમાંનાં મહત્ત્વનાં શહેરનો ઈતિહાસ લખી બહાર પાડવામાં આવેતે ઈતિહાસનું ઉત્તમ સાધન મળ્યું ગણાય. ગુજરાતમાં વડોદરાના ઈતિહાસ પંડિતવર્ય લાલચંદભાઈએ લખી “સુવાસ” નામના ( વડોદરાથી નીકળતા) માસિકમાં અનુક્રમે આપ્યો છે. ખંભાતને ઈતિહાસ હાલમાં જ બહાર પડ્યું છે. સુરતને ઈતિહાસ બહાર પડી ગયા છે. તેવી જ રીતે બીજાં રહી ગયેલાં ઐતિહાસિક સ્થળોને ઈતિહાસ બહાર પાડવો ઘટે, મારા ધારવા પ્રમાણે આ કામમાં મુનિઓ વધારે મદદ કરી શકે તેમ છે. પ્રસ્તુત એતિહાસિક નિબંધ તૈયાર કરવામાં યાદવ માધવ કાલે B A. LL. B. નો વકર તિહાર, ગોવિંદ સખારામ સરદેસાઈ B. A. નો “હિંદુકથાના સિસિ તિહાર” દેવદત્ત શુકલ અનુવાદિત “ન-કવેરા ઔર ચાર વI ઉતાર” છે. ઓઝાને “રાજપુતાને તિહાર” તેમજ બાબુ પુરણચંદ્રજી નાહરના લેખસંગ્રહના ત્રણે ભાગે, બુદ્ધિસાગરજીના બે ભાગો, શ્રીજિનવિજયજીને “જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્ય સંચય” શ્રી વિજયધર્મસૂરીને “પ્રાચીન જૈનતીર્થ માળા સંગ્રહ’ વગેરેની મદદ લેવામાં આવી છે. તે માટે તેના લેખકે એને પ્રકાશકોને ધન્યવાદ આપનો ભૂલી શકતું નથી. આ નિબંધમાં ઐતિહાસિક દષ્ટિએ કેઈ પણ જાતની અલના રહી ગઈ હોય તે વિદ્વાને તે સુધારીને વાંચશે, કારણકે ઈતિહાસને વિષય જટિલ હોવાથી પૂર્ણ શોધખોળને માંગનાર છે. મારે આ નિબંધ અભ્યાસિઓને માર્ગ દર્શક નિવડશે, તે હું મારો પ્રયત્ન સફળ થયો માનીશ. (સંપૂર્ણ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54