Book Title: Jain_Satyaprakash 1940 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૪] નિદ્ભવવાદ [ ૧૩૭ ] લાલ કે શ્યામ ગુણ તે સફેદ જ છે એમ માનવામાં આવે છે. વળી સ્ફટિકની પાછળ ચીજ મૂકવામાં આવે તેથી સ્ફટિક લાલ અને કાળું દેખાતું હેાય એટલે સ્ફટિકને ગુણ લાલ અને કાળા ગણાતા નથી, પણ સ્ફટિકના ગુણ તે શુદ્ધ શ્વેત જ ગણાય છે. એમ એકાન્ત સુખસ્વરૂપ આત્માના દુ:ખ એ ગુણુ માની શકાતા નથી, કારણ કે દુઃખ એ આત્મામાં વાસ્તવિકપણે રહેતું નથી પણ ઉપાધિથી-પુદ્ગલના સંસર્ગથી આવ્યું છે, અર્થાત્ કના સંબંધથી આત્મા દુઃખવાળા જણાય છે. પણ સ્વાભાવિકપણે દુ:ખવાળા નથી માટે આત્માને દુઃખ એ ગુણ નથી. ખો૦ જો દુઃખ આત્માના ગુણુ નથી તેતા સુખ પણ મનારો નહિં. વાસ્તવિકપણે જે ન રહેતા હાય તેને ગુણ નહીં માને તે સુખ પણ આત્માના ગુણુ મનાશે નહીં, કારણ કે ઉપાધિથી આત્મામાં દુઃખ રહે છે તેમ સુખ પણ ઉપાધિથી રહે છે. કર્મના સમ્બન્ધથી દુઃખનાં સાધના આત્માને મળે છે તે તેથી તે દુઃખી કહેવાય છે એમ કના સંબંધથી સુખનાં સાધતા આત્માને મળે છે, અને તેથી તે સુખી કહેવાય છે એટલે સુખ પણ આત્મામાં સ્વાભાવિકપણે રહેતું નથી માટે સુખ એ આત્માને ગુણુ માનવા ન જોઇએ. સ્યા ઉપાધેિથી થતું સુખ એ સુખ નથી પણ સુખ જુદુ છે. દુઃખ ઉપાધિથી મળે છે પણ સુખ ઉપાધિથી થતું નથી. કર્માંના સંસર્ગથી આત્મા દુઃખી થાય છે પણ કર્મીના સંસથી સુખી થતા નથી, કારણ કે ક` ન હેાય તો જ આત્મા સુખી છે. કથી સુખનાં સાધના મળે અને તેથી આત્મા સુખી થાય છે એ જે જણાય છે તે વાસ્તવિક નથી, કારણ કે પુણ્ય કર્મના સ'સથી દુઃખનાં સાધનેા મળતાં નથી અને દુઃખનાશનાં સાધને મળે છે. એટલે તેમાં સુખને ભ્રમ થાય છે પણ વાસ્તવિક સુખ જુદુ છે. જેમ કેાઇ માણસને માથે ખૂબ ખેો લાદ્યો હોય અને પછી તે ખેો ઉતારી લેવામાં આવે ત્યારે તેને થાય કે મને સુખ મળ્યું, પણ તે વાસ્તવિક રીતે સુખ નથી મળ્યું પણ દુ:ખ ગયું છે. તેથી કહેવાય છે-મારા-પગમે સુધી સંવૃત્તૌડકું ઉપચારાત (ઉપચારથી ભાર નીકળે છે તે સુખી થયે એમ કહેવાય છે). વળી કાઇને ખુજલી થઇ હેાય તે ખૂબ ચળ આવતી હાય ત્યારે તેને ખણવામાં આવે તે તેને સુખ થતું હેાય તેમ લાગે છે પણ તેને સુખ મળતું નથી પણ ખુજલીચી થતી ચળનું દુઃખ શાન્ત થાય છે અને વિશેષ ખણવામાં આવે તે તે જ દુઃખ થઈ જાય છે. એટલે વાસ્તવિક સુખ તે જેને ખુજલી નથી તેને જ છે. એ પ્રમાણે આત્માને કર્મના સબ'ધથી દુઃખ અને તેની ઉપશાન્તિ થયા જ કરે છે. દુઃખમાં આત્મા દુ:ખી છું એમ માને છે અને દુઃખની ઉપશાન્તિમાં સુખી છું એમ માને છે, પણ વાસ્તવિક સુખ તે કર્મનાં અસંબધમાં જ છે, જે માટે કહ્યું છે કે तृषा शुष्यत्यास्ये पिबति सलिल स्वादु सुरभि, क्षुधार्तः सन् शालीन कवलयति मांस्याकवलितान् । प्रदीमे कामाना दहति तनुमाश्लिष्यति वधू, प्रतीकारेरा व्याधेः सुखमिति विपर्यस्यति जनः ॥ અર્થ: તરસથી જ્યારે મુખ સૂકાતુ હાય છે ત્યારે મિષ્ટ અને સુગંધી પાણી પીવે છે, ભૂખથી જ્યારે પીડાય છે ત્યારે શાકથી સકારેલ એવા શાલીને ખાય છે, જાજ્વલ્યમાન (જૂએ પાછઠ્ઠું પાનું) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54