Book Title: Jain Satyaprakash 1939 03 SrNo 44
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ [૪૨] શ્રી જૈન સત્ય પ્રકાશ વસતિની પ્રતિષ્ઠા થઈ ત્યાં સુધી-વિદ્યમાન રહે અને પ્રતિષ્ઠા કરાવે એ વાત બિલકુલ માની શકાય તેવી નથી.' (૬) ખરતરગચ્છીય શ્રીમાન જિનપ્રભસૂરિજીએ વિક્રમની ચૌદમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં રચેલા “શ્રી વિવિધતીર્થકલ્પ ”માં શ્રી અબ્દકલ્પ' પણ બનાવેલ છે. તેમાં સેનાપતિ વિમળના ઉપદેશક તરીકે અથવા તે વિમલવસહિના પ્રતિષ્ઠાપક તરીકે શ્રીમાન વર્ધમાનસૂરિજીનો ઉલ્લેખ કર્યો જ નથી. જે વિમલવસહિની પ્રતિષ્ઠા શ્રી વધુ માનસૂરિજીએ કરાવી હતી, તો પિતાના ગચ્છના મૂળ પુરૂષ તરીકે તેમના નામનો ઉલ્લેખ શ્રીમાન જિનપ્રભસૂરિજીએ “અન્દાદિ કલ્પમાં જરૂર કર્યો હતો. (૭) ખરતરગચ્છ પટ્ટાવલ ગાથા ૧૪-૧૫-૧૬, (અ. ભ. નાહટા સંપાતિ અતિહાસિક જન કાવ્ય સંગ્રહ' પૃ. ૪૫)માં શ્રી વર્ધમાનસૂરિજીના પધર શ્રી જિનેશ્વરસૂરિજીએ ગુજરાતના મહારાજા દુર્લભ રાજની સભામાં વિ. સં. ૧૦૨૪માં “ખતર' બિરૂદ મળ્યાનું લખ્યું છે. તે એ શ્રી જિનેશ્વરસૂરિજીના ગુરૂ શ્રી વર્ધમાનસૂરિજી વિ. સં. ૧૯૮૮ સુધી એટલે પિતાના શિષ્યને પિતાની પાટે પટ્ટધર સ્થાપ્યા પછી ૬૪ વર્ષ સુધી વિદ્યમાન રહે અને વિમલવસહિની પ્રતિષ્ઠા કરે એ પણ અસંભવિત જ છે. (૮) “શ્રી વિજય ધર્મ લક્ષ્મી જ્ઞાનમંદિર’ આગ્રાની “શ્રી ખરતરગચ્છ પદાવલિની એક હસ્તલિખિત પ્રાચીન પ્રતિ, જેની દહેગામનિવાસી ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ વ્યાકરણ તીર્થે પ્રેસ કેપી તૈયાર કરી છે, તેમાં શ્રીમાન વર્ધમાનસૂરિજીના વર્ણનમાં તેમણે વિમલ સેનાપતિને ઉપદેશ કર્યાનું કે વિમલવસતિની પ્રતિષ્ઠા કર્યાનું લખ્યું જ નથી. વળી તેમાં શ્રીમાન જિનેશ્વરિજીએ મહારાજા દુર્લભરાજની સભામાં ચત્યવાસીઓની સાથે વાદ કરીને તેમને જીત્યાનું લખ્યું છે, પરંતુ તે વખતે તેમને ખરતર બિરૂદ મળ્યા સંબંધીને કશે. ઉલ્લેખ નથી. - ---- ૧ જેન વે. કે. હેરલ્ડ (એપ્રીલ-જુન સન ૧૯૧૮)માં છપાએલી એક પદાવલિમાં લખ્યું છે કે જેમને પછીથી શ્રી વર્ધમાનસૂરિજી નામ આપવામાં આવ્યું હતું, તેઓ ચિત્ય વાસી શ્રી જિચંદ્રસૂરિના શિષ્ય હતા. પછી તેઓ શ્રીમાન ઉધોતનસૂરિજીના શિષ્ય થયા” શ્રીમાન ઉદ્યતનસૂરિજીએ વિ. સં. ૯૯૪માં આબુની તળેટીમાં શ્રી સર્વદેવસૂરિ પ્રમુખ આઠ આચાર્યોને સ્વપદે રથાપ્યા. ત્યાંથી વિહાર કરી અનુક્રમે અજારી ગામે આવ્યા. ત્યાં તેઓશ્રીએ પિતાના ડેકરે શિષ્યને ગ્ય જાણીને આચાર્ય પદ આપી અજારી ગામમાં શ્રી વર્ધમાન સવામીના જિનાલયના નામથી “શ્રી વર્ધમાનસૂરિ” એવું નામ આપ્યું.” જૂએ-વીરવંશાવળીજેત સાહિત્ય સંશોધક, ખંડ ૧, અંક ત્રણ. ૨ ખરતરગચ્છની ઉપર્યુંકત પટ્ટાવલિમાં મહારાજા દુલંસરાજની સભામાં માન જિનેશ્વરસૂરિજીને વિ. સં. ૧૦૨૪માં ખરતર બિરૂદ મળ્યાનું તેમજ કોઈ પદાવલિમાં ૧૦૮૦માં અને કઈમાં ૧૦૮૮માં ખરતર બિરૂદ મળ્યાનું લખ્યું છે પણ બરતર” બિરૂદ માટે તે બધા સંવત ખાટા કરે છે. કેમકે પાટણના મહારાજ દુર્લભરાજ એ સંવતેમાં ગાદી પર વિદામાન હો જ નહિ. મહારાજ દુર્લભને રાજ્યકાળ વિ. સં. ૧૦૧૬ થી ૧૦૭૮નો અિતિહાસિક દથિી સિદ્ધ થએલ છે. અને તેની પછી તેની ગાદી પર આવેલ મહારાજા ભીમદેવ (પહેલા)ને રાજ્યકાળ વિ. સં. ૧૦૭૮ થી ૧૨૦ નિશ્ચિત થએલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44