Book Title: Jain Satyaprakash 1939 03 SrNo 44
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ મહાત્મા ચિલાતીપુત્ર (ધર્મગંગાથી પતિતપાવન થયેલ એક આત્માની અમરકથા) લેખક --મુનિરાજ શ્રી યશભદ્રવિજયજી શાસનનાયક પ્રભુ મહાવીરદેવના ચરણસ્પર્શથી પવિત્ર બનેલી મગધની પાટનગરી રાજગૃહી પિતાના આંગણે સ્વર્ગના દેને બોલાવી અલકાપુરીનું ભાન કરાવતી હતી. મગધના સિંહાસને ત્યારે મહાપ્રતાપી પરમાહર્ત સમ્રાટ શ્રેણિક બિરાજતા હતા અને ન્યાયપૂર્વક રાજ્ય શાસન ચલાવતા હતા. મગધેશ્વરી ચિલ્લણદેવીએ શ્રેણિકને જૈનધર્મનાં તો સમજાવી જૈનશાસનના પ્રેમી બનાવ્યા હતા, અને અનુક્રમે તે અહિંસામય ધર્મ પ્રત્યે આકર્ષાઈને પ્રભુ મહાવીર દેવના અનન્ય ભકત બન્યા હતા. આ સમયમાં રાજગૃહીની સમૃદ્ધિ અને સુંદરતાના ગુણગાન દેશદેશમાં ગવાતા હતા. પણ અત્યારે તે શ્રેણિક જેવા રાજવી, અભયકુમાર જેવા મંત્રી અને સળિભદ્ર જેવા લક્ષ્મીનંદન વિગે ક્ષીણ થયેલી એ નગરી ભૂતકાળની વાતસમી થઈ ગઈ છે. એ રાજગૃહી નગરીમાં સમૃદ્ધિશાળી ધનસાર્થવાહ નામે શેઠ રહેતા હતા. તે શેઠના પરિવારમાં સુભદ્રા નામની સ્ત્રીથી ઉત્પન્ન થયેલ પાંચ પુત્રો અને એક સુસુમા નામની પુત્રી હતાં. પુત્રીની સારવાર અને રમતગમતના માટે ચિલાતીપુત્રને રાખવામાં આવ્યો, કેમકે તે શેઠની ગૃહદાસીનો પુત્ર હતું. સુસુમાકુમારી પણ હંમેશાં ચિલાતીપુત્રથી ખુશ રહેતી હતી. અનુક્રમે બન્ને જણ યૌવન વયને પામ્યાં. યૌવનવયને આધીન બનેલ ચિલાતી સુસુમાના સ્નેહની ઝંખના કરવા લાગ્યો. તેમજ અત બળવાન હોવાથી નગરજને પણ કનડવા લાગ્યો. ધન શેઠને આ વાતની ખબર પડવાથી તેને પોતાના આવાસમાંથી કાઢી મૂકો. ઉન્મત્ત સ્વભાવવાળો ચિલાતી શેને ત્યાંથી નીકળીને સિંહ ગુફા નામની ચોરપલ્લીમાં ગયા. તે ટાઈમમાં પલ્લીને નાયક મૃત્યુ પામવાથી ચારોએ ચિલાતીને બળવાન જાણી પલ્લીનો નાયક બનાવ્યો. પવનથી જેમ અગ્નિ વધારે પ્રદીપ્ત થાય છે તેમ ચેરની સેબતથી તેનામાં પાપી વૃત્તિઓને વધારો થશે. એકદા સુસુમાના સૌંદર્યથી મુગ્ધ બનેલે અને ધનથી તીરસ્કાર પામેલ ચિલાતીપુત્ર બધા ચોરોને લઈ ધનશેઠને લુંટવા રાજગૃહીના માર્ગે રવાના થયો. રસ્તામાં સાથેના ચેરેને કહ્યું કે જે ધન પ્રાપ્ત થાય તે બધું તમારે ગ્રહણ કરવું અને શેઠની પુત્રીને હું ગ્રહણ કરીશ. આવી રીતે ઠરાવ કરીને રાત્રિને વિષે બધા ચેરે શેઠના ઘરમાં પિઠા. ચોરેને જોઈ ભયભીત બનેલા શેઠ પિતાના પાંચ પુત્રોને લઇને મકાનના ગુપ્ત સ્થાનમાં છુપાઈ રહ્યા, પણ ખજાનાને લુંટવા આવેલા ચોરોને રોકી શકયા નહી. પેલા એર ધનને અને ચિલાતીપુ સુસુમાને લઈને રવાના થયા. તેમના પછી શેઠે ધમાલ મચાવી મૂકી. તેથી કોટવાલ વગેરે ત્યાં આવી પહોંચ્યા. તેમને તથા પિતાના પાંચ પુત્રોને સાથે લઈને શેઠ ચોરને પકડવા રવાના થયા. નગરરક્ષકને પિતાની પાછળ હથી આરબંધ આવતા જોયા તેથી ભયભીત બની સર્વ માલ પડતું મૂકી એ પિબારા ગણી ગયા. તેથી ધનશેઠ અમલદારે સહિત ચિલાતીને પકડવા આગળ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44