________________
અડ ૮]
ફલાવધિ તીથને ઇતિહાસ
[
૭૧]
બીજો સવાલ કુલરૂપી આકાશમાં ચંદ્ર સરીખો સિવંકર નામનો શ્રાવક હતો. તે બંનેને ત્યાં ઘણી ગાય હતી. તેમાં ધંધલની એક ગાય રેજ દાવા છતાં દૂધ નહોતી દેતી, ત્યારે ધંધલે ગોવાલને પૂછ્યું કે આ ગાયને બહાર તમે દે છે કે બીજે કઈ દઈ લે છે કે જેથી તે દૂધ નથી આપતી. ત્યારે ગોવા સેગન ખાઈને પિતાને નિર્દોષ જાહેર કર્યો. (અર્થાત્ આ સંબંધી પિતે કશું નથી જાણતે એમ કહ્યું. )
ત્યારપછી બરાબર ચોકસાઈથી જોતાં એક વાર તેણે જણાવ્યું કે ટીંબા ઉપર બેરડીના ઝાડ નીચે ગાયનું ચારે સ્તનમાંથી દુધ ઝરે છે. આમ રાજ જતાં તેણે ધંધલને પણ આ દશ્ય બતાવ્યું. તેણે (ધંધલે) મનમાં ચિતવ્યું કે નકકી આ ભૂમીમાં કોઈ જક્ષ યા તે કઈ દેવતા વિશેષ હશે-હેવો જોઈએ.
- ત્યારપછી ઘેર આવીને નિરાંતે સુતે ત્યાં તેને સ્વપ્ન આવ્યું તેમાં એક પુરુષ આ પ્રમાણે કહ્યું કે “આ સ્થાનમાં ભૂગર્ભઘરમાં દેરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે તેને બહાર કાઢીને પૂજા કરે.” ત્યારબાદ સવારમાં ધંધલે જાગીને સિવંકરને પિતાના પપ્નનું વૃત્તાંત-સમાચાર કહ્યા.
તારપછી કુતુહલ મનવાળા તે બન્ને જણાએ બલિપૂજા પૂર્વક ટેકરાની ભૂમી ખોદાવી અને ગર્ભગૃહની દેવલિકા-દેરી સહિત સાત ફણથી શોભતા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને બહાર કાઢી. પછી બન્ને જણ રોજ ઉત્સવ પૂર્વક પ્રભુ પૂજા કરે છે. આવી રીતે ત્રિલોકનાથની પૂજા કરતાં એક વાર પુનઃ અધષ્ઠાયક દેવે સ્વપ્નમાં આવીને કહ્યું કે તે સ્થાને જ મંદિર બનાવો (અર્થાત જે સ્થાને પ્રતિમાજી છે ત્યાં જ મંદિર બનાવશે.) આ સાંભળી ખુશી થએલા બન્ને જણાએ પિતાની શક્તિ અનુસાર ચૈત્ય કરાવવું શરૂ કર્યું. કુશલ સૂત્રધાર-કારીગરે તે કાર્ય માટે નિયુક્ત કર્યો. જ્યારે અગ્નમંડપ તૈયાર છે ત્યારપછી અલ્પ ધનના કારણે તેમને (કારીગરનો) પગાર આપવાની શકિત ન રહેવાથી કારીગરે ચાલ્યા ગયા. આથી બન્ને બાવકે ખેદ પામ્યા-અધીર થયા,
ત્યારપછી એક વાર રાત્રિમાં પુનઃ સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે કહ્યું, “આજથી તમે સવારમાં કાગડા બોલે તે પહેલાં પ્રભુજીની આગળ રેજ કર્મો (સેના મહેરે છે ને સાથીઓ જોશે. તેનું દ્રવ્ય મંદિરના કાર્યમાં વાપરજો.” એવું કહ્યું. તેમણે તે દ્રવ્યથી મંદિરનું કામ આગળ શરૂ કરાવ્યું. વાવતું પાંચ મંડપ પૂરા થયા. અને નાના મંડપ પણ ત્રણ ભુવનના મનુષ્યોને ચમત્કાર પમાડે તેવા તૈયાર થયા. મંદિર ઘણું તૈયાર થઇ ગયું ત્યારે તેમના પુત્રોએ વિચાર્યું કે આટલું દ્રવ્ય ક્યાંથી આવે છે, જેથી અખંડપણે કામ ચાલ્યા જ કરે છે. એક વાર ખૂબ વહેલી સવારમાં મંદિરના ખંભાની પાછળ છુપાઇને જોવા લાગ્યા. તે દિવસે દેવોએ કમ્મોને સાથીઓ ન પૂર્યો.
થોડા સમયમાં મિથ્યાત્વીઓનું રાજ્ય થશે એમ જાણીને પ્રયત્નથી આરાધેલા દેવો પણ દ્રવ્યને ન પૂરે એટલે તે અવસ્થામાં જ મંદિર રહ્યું.
અનુક્રમે વિક્રમનાં વર્ષ ૧૧૮૧ જતાં રાજ ગચ્છના મંડનરૂપ શ્રી શીલ (સીલ) ભદ્રસૂરિજીના પાટ ઉપર આવેલા, મહાવાદિ દિગંબર ગુણચંદ્રના વિજેતા શ્રી ધર્મષ
સુરિજીએ ચતુર્વિધ સંઘ સમક્ષ મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચત્યના Jain Eduશિખરની પ્રતિષ્ઠા કરી. For Private & Personal Use Only
www.jainelibrary.org