________________
અંક ૮]
જેનદશનમાં વાહનું સ્થાન
{
૫૫].
શુકવાદનું આ સામાન્ય સ્વરૂપ છે. આ વાદ ઉપસ્થિત કરનાર જેમ સમય અને શકિતને અપવ્યય કરે છે, તેમ આવા શુષ્કવાદીની સાથે સાથે નિખાલસતા પૂર્વક, તત્ત્વ જિજ્ઞાસાથી વાદ કરનાર પણ એક પ્રકારની જીભાજોડી જ કરે છે, અને તેવા નિર્દભતાથી વાદ કરવાને ઈચ્છનારે પણ શુષ્કવાદને ઉત્તેજન આપવાની ક્રિયા કરનાર કહી શકાય, કેમકે
अत्यंतमानिना सार्ध क्रूरचित्तेन च दृढम् ।
धर्मविष्टेन मूढेन शुष्कवादस्त्ववस्थितः ॥ અત્યંત માની કે જે પિતાની જ વસ્તુને અભિનિવેશ પૂર્વક દઢતાથી વળગી રહેનાર, અને ગમે તેવી સત્ય વસ્તુ રજૂ થતી હોય તો પણ, “એક મારું ઉહું એની માન્યતાવાળા, કૂર ચિત્તવૃત્તિવાળા, ધર્મથી મૂઢ આત્માઓની સાથે, વાદ કરનાર સાધુ પુરુષ પણ શુષ્કવાદીની હરોળમાં આવી જાય છે. એટલે શુષ્કવાદ એ, માની આત્માઓથી જેમ ઉદ્ભવે છે; તેમ તેવા નગુણા, આત્માભિમાનીની સાથે નિખાલસતાથી વાદ કરનારા પણ શુષ્કવાદને ભૂલે ચૂકે ઉત્તેજન આપે છે, માટે જ એ વાદના પરિણામે નીપજતા ફળને નિર્દેશ કરતા પૂ. સમર્થવાદી આચાર્ય મહારાજા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી પ્રતિપાદે છે કે –
विजयेऽस्यातिपातादि, लाघवं तत्पराजयात् ।
धर्मस्येति विधाप्येष, तत्त्वतोऽनर्थवर्धनः ॥ આ શુષ્કવાદ કરનાર નિખાલસ પુરૂષે પણ એક ભૂલના પ્રતાપે એ વાદને અને અનેક અનર્થોની હારમાળને જન્મ આપે છે. દૂર ચિત્તવૃત્તિવાળા અને પિતાની હારને કદી પણ નિખાલસતા પૂર્વક કબૂલ નહિ કરનાર, શુષ્કવાદીને છતાં આપણું સાચી વસ્તુ એના ગળે ઉતારવી એ બની શકે જ કેમ? અને કદાચ તેવા પ્રકારના સોગમાં ફસાઈ ગએલ તે આત્મભિમાની વાદી, પિતાની હારને ન છૂટકે હદયમાં ડંખ રાખવા પૂર્વક સ્વીકારે છે પણ એ શુષ્કવાદી બિચારે ભર સભામાં બેઠા પડી જાય છે. અને કેઈક વખતે, ભય અને માનના ભયંકર ભૂતાવળમાં અટવાતે તે પામર આમધાત-આપઘાત કરવાને પ્રેરાય છે. શુષ્ઠવાદમાં બન્નેની જવાબદારી
એટલે એના આત્મઘાતમાં ધર્મતત્વના ઈષ્ણુ સાધુપુરૂષ નિરર્થક નિમિત્તભૂત બને છે, એટલે એવા વાદી સાથે વાદ કરે એ જાણી બુઝીને સ્વકર્તવ્યથી ભ્રષ્ટ બનવા જેવું છે.
જેમ તત્ત્વગષક, વાદને અંતે પિતાની હારને કબુલી, સત્ય વસ્તુના વિનીત ઉપાસક બને છે, તેમ આ શુષ્કવાદી બિચારો આત્મઘાત કરવા પ્રેરાય છે. જો કે એનાથી બની શકે તે તે આત્મઘાત કરવાની હદે જાય જ નહિ, પ્રથમ તે સામા
For Private & Personal Use Only
A
Jain Education International
www.jainelibrary.org