________________
અંક ૮]
મહાત્મા ચિલાતીપુત્ર
ચ્યવીને યજ્ઞદેવને જીવ ચિલાતી પુત્ર થયું, અને શ્રીમતીનો જીવ તારી પુત્રી સુસુમાં થઈ. આ પ્રમાણે બન્નેનો પૂર્વભવ સાંભળીને વૈરાગ્યથી રંગાયેલા ધન શેઠે પ્રભુદેવ પાસે સ્વર્ગ અને મેક્ષ સુખને આપનાર ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યારપછી દુષ્કર તપ તપીને રમ્ય દેવભુવન પ્રાપ્ત કર્યું. અને તેના પાંચ પુત્રોએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો.
પેલો ચિલાતીપુત્ર એક હાથમાં ખડગ અને બીજા હાથમાં સુસુમાનું મસ્તક લઈને ભયંકર અટવીમાં આવી પહોંચ્યા. પૂર્વજન્મના પ્રેમથી સુસુમાનું મુખ વારંવાર જઈને આ પ્રમાણે બોલવા લાગ્યો, અરે સુસુમાં, તું પણ મળી નહિ. સેબતીને પણ વિયેગ છે. સાથે સાથે ભૂખ અને તરસ પણ લાગી છે. હવે મારે ક્યાં જવું અને શું કરવું? એમ વિચાર કરી આમતેમ ભટકવા લાગ્યો. ભટકતાં ભટકતાં નજીકના ભાગમાં એક ચારણમુનિને જોયા. મુનિને જોઇને કહેવા લાગ્યો કે જરૂર આવા મુનિઓ પાસે ધર્મ હોય છે અને તે ધર્મથી સુખી થવાય છે. પણ આ મુનિ મારા જેવા રખડેલને ધર્મ જેવી વસ્તુ નમ્રતાથી જલદી આપી દે એમ સંભવતું નથી. માટે દમદાટી બતાવવાથી આપી દેશે. આવા આશયથી તે મુનિની પાસે આવીને બોલવા લાગ્ય, મુનિ, તું મને જલદી ધર્મ બતાવ, નહિ તો હું આ સુસુમાની જેમ તારું મસ્તક કાપી નાખીશ. મુનિ પણ વિચારવા લાગ્યા કે આવા પ્રકારે ધર્મની માગણું કરનાર તે આજે જ જે. છતાં પણ તેની જે અત્યંત આતુરતા છે એ જ તેની યોગ્યતા સૂચવે છે. માટે વિલંબ કરો ઠીક નથી. તેથી તેમણે ચિલાતીપુત્રને કહ્યું કે હે ભવ્ય,--ઉપસમ-સંવર-અને વિવેક એ ત્રણ પદનું પાલન કરવાથી તું સુખી થઈશ. આ પ્રમાણે કહીને મુનિ આકાશ માર્ગેથી બીજે ઠેકાણે ચાલ્યા ગયા.
આ તરફ ચિલાતી પુત્ર વિચારવા લાગ્યા કે મુનિ તે ત્રણ પદે કહીને ચાલ્યા ગયા. પણ આ ત્રણ શબ્દો અને તત્વથી ભરપુર દેખાય છે. કેમકે નિરર્થક શબ્દ મુનિઓ બોલતા નથી. માટે મારે આ શબ્દોમાંથી તત્વ શોધી કાઢવું જોઈએ.
મુનિએ પહેલા પદમાં ઉપશમ કરવાનું કહ્યું છે. ઉપશમને અર્થ શાંત થવું દબાવવું એ થાય છે. ત્યારે મારે શાથી શાંત થવું? કોને દબાવવું? આ અટવીમાં તે હું એકલું છું. મારા શરીર ઉપર પણ કંઈ નથી. ત્યારે તે મુનિએ મને ઉપશમ કરવાનું કેમ કહ્યું. તેઓ અસત્ય તે ન જ કહે. ત્યારે શું મારા શરીરની અંદર કંઈ ઉપશમ કરવા જેવું છે? વિશેષ વિચારમાં આગળ વધતાં તેને જણાઈ આવ્યું અને ઉપશમ, કરવાનું તે ઘણું છે. આત્માની અંદર રહેલા ક્રોધ, માત. માયા અને લોભ સર્વ દુઃખના કારણભૂત મને જણાય છે. કેમકે કેધથી જ મારી પાછળ પડેલા ધનશેઠ વગેરેને મારવાની ઈચ્છા થાય છે. માનથી ગુનો મારે છતાં એમ થયા કરે છે કે આ લોકો મને શા માટે હેરાન કરે છે. માયાથી ગમે તેવા છળ પ્રપંચ કરી તે લોકોને છેતર્યા છે. અને લોભથી કંઈક જીવો ને મારીને લુંટીને પૈસા એકઠા કર્યો છે. માટે ભારે ક્રોધને ક્ષમાથી, માનને નમ્રતાથી, માયાને સરળતાથી અને લેભને સંતોષથી દબાવીને દેશનિકાલ કરી દેવા શ્રેષ્ઠ છે. આવી રીતે ક્રોધદિને તેણે શાંત કરી નાંખ્યા.
Tબીજા પદમાં સંવર કહ્યો છે. સંવરને અર્થ શેવું થાય છે. હવે કોને શેકવુંelbrary.org