________________
(
૪]
શ્રી જ સત્ય પ્રકાશ
[વર્ષ :
હવે સુપાત્ર દાનના દેનારા શ્રાવકના બે ભેદ જણાવીએ છીએ. શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સત્રના પાચમા શતકના છઠ્ઠા ઉદેશામાં શ્રાવકે બે પ્રકારના કહ્યા છે-તે આ પ્રમાણે (૧) સંવિગ્નભાવિત શ્રાવક અને (ર) લુમ્બકદષ્ટાંતભાવિત શ્રાવક. તે બેમાં સંવિન ભાવિત શ્રાવને અર્થ આ છે-જેઓ દાનાદિ ધર્મ સ્વરૂપને જણાવનારા સિદ્ધાંતના અર્થને સાંભળી હૃદયમાં ધારી રાખે, અને જ્ઞાનના તથા ચારિત્રના ઉપકરણ વગેરે વહે રાવીને સુપાત્રને સંયમની આરાધનામાં મદદ કરે, તથા આવતી અડચણને દૂર કરે, અનશનાદિ વહોરાવતી વખતે ઉચિતપણું જાળવીને-સુપાત્ર મુનિરાજ વગેરે જે પ્રમાણ કહે તેટલા ખપ પૂરતા આહરને દાનના પાંચ ભૂવને જાળવીને અને પાંચ દૂષણને તજીને વહેરાવે તે શ્રાવકો સંવિનભાવિત કહેવાય.
(૨) કુન્દ દષ્ટાંતભાવિત શ્રાવક–જેવી રીતે લુબ્ધક એટલે શિકારી-વધ્ય (જે હરિણાદિ તરફ બાણ ફેંકવાનું હોય તે) તરફ એક જ ધ્યાન રાખે છે. તેવી રીતે જે શ્રાવકે પહેલા નંબરના શ્રાવકની માફક) દાનની વિધિના અજાણ છે, અને સરલતાએ સુપાત્રના પાત્રે ભારે આહાર જાય આવા ઈરાદાથી આપવાનું જ સમજે છે, પણ બીજું (કેમ આપવું? શું આપવું?, કેટલું આપવું? તે) જરા પણ સમજતા નથી. કારણ કે તેઓ વિશિષ્ટ કૃતજ્ઞાન પામ્યા નથી. અહોભાગ્ય માનીને ઉદારતાથી જેમ તેમ મુનિરાજને વહોરાવે, તે સુબ્ધ દષ્ટાંતભાવિત શ્રાવકે કહેવાય. આવા ભવ્ય જી પણ મુનિસમાગમ જેમ જેમ વિશેષ થવા માંડે, તેમ તેમ તેઓ જરૂર સંવિન ભાવિત શ્રાવકની જેવા બને છે
આ સુપાત્ર દાનના ચાલુ પ્રસંગે યાદ રાખવું કે-જ્યારે નિકાલ એટલે સુકાળ વગેરેની અનુકૂળતા હોય, ત્યારે અકથ્ય લેનાર સુપાત્રને માટે અને દેના બાવા વગેરેને માટે એમ એ બંનેને માટે તેમ કરવું (અકય દેવું અને લેવું) ગેરવ્યાજબી (અહિતકર) છે. કારણ કે દાયકને અપ્રસંગે અકય આહારાદિ દેવાથી અલ્પાયુષ્યને બંધ થવો વગેરે દેખીતા અનેક ગેરલાભ હેાય છે; અને ગ્રાહકને નિષ્કારણ અપવાદ સેવવાથી (સદેવ ગોચરી લેવાથી) સંયમ વિરાધના દોષ લાગે છે. અને તેથી ઇતરકાલમાં એટલે (દુષ્કાળ) વગેરે વિકટ પ્રસંગે જ્યારે ગોચરી વગેરે મળવી મુશ્કેલ હોય, ત્યારે આપવાદિક (સદેવ આહારાદિ) પદાર્થને લેનાર અને દેનાર એમ બંનેને લાભ જ છે. કારણ કે તેવા આપત્તિના પ્રસંગે સદોષ દાનને દેનારા-સમજુ (વ્યાદિના જાણકાર) શ્રાવકો મુનિના ચારિત્રની જરૂર રક્ષા કરે છે. અને લેનાર સુપાત્ર પણ ગુરૂની આજ્ઞા પ્રમાણે વ છે, અથવા તે સકારણ અપવાદ સેવે છે તે કેવલ ધર્માધાર શરીર નભાવી સંયમ નિવહ તરફ લક્ષ્ય રાખીને અને ભવિષ્યમાં ઉચિત પ્રસંગે આલેચનાદિ પ્રાયશ્ચિત્ત લઈને આત્મશુદ્ધિની ભાવના રાખીને તેમ કરે છે કહ્યું છે કે
संथरणमि असुद्धं, दोण्हवि गेहंतदितयाणऽहियं ।। आउरदिटुंतेणं तं चेष हियं असंथरणे ॥१॥
નવાંગવૃત્તિકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજે-શ્રી સ્થાનાંગ સૂત્રના ત્રીજ અધ્યયનની અને શ્રી ભગવતી સૂત્રની આઠમા શતકના છઠ્ઠા ઉદેશાની ટીકામાં આ બાબત બીજા પણ અનેક વિચારે મુવી વિવેચન કર્યું છે, તેમાંથી જ ઉપરની બીના અહીં v enetine. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain E