Book Title: Jain Satyaprakash 1939 03 SrNo 44
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ અંક ૮) જનાદશનમાં વાદનું સ્થાન [૫૩] સાદુ અને ઋજુતાભર્યું સ્વરૂપ જેટલું તત્ત્વજિજ્ઞાસુઓને માટે ઉપકારક છે, તેટલું જ તે વાદનું વિકૃત સ્વરૂપ કે જે વાદાભાસ તરીકે ઓળખાય છે તે આમપ્રજાની લાગણીને આડે રસ્તે દેરનારૂં નીવડે છે. કેટલીક વેળા એ જ કારણે વાદના નામે ટેટા અને બખેડાઓ વધી પડે છે. એટલે જ્યારે તત્વવાદના નામે ખેંચાખેંચ અને અમુક પ્રકારની બદ્ધાગ્રહ દશાનો અતિરેક થાય છે ત્યારે જગતની અશાન્તિ વધે છે; જન સમુદાયને માટે તેમજ તત્ત્વજિજ્ઞાસુઓ માટે તે વાદ આશીર્વાદરૂપ ન બનતા ભયંકર અને કાળારૂપ બને છે. વાદના આ “રવા પડ મુજે કોર આતા હૈ' ના વિકૃત સ્વરૂપે જન સમાજને ખૂબ જ ભડકાવ્યો છે. અને પરિણામે “વહાર' એ લેકેતિ વાદના અણગમા માટે, લેકમાં સવિશેષ પ્રચારને પામી છે. જન સમુદાયની વાદ સામાન્ય પરત્વેની આ ભડક. એટલી બધી કારમી છે કે જે વાદના શુદ્ધ અને સાચા સ્વરૂપથી પણ તેને વંચિત રાખે છે. સાચું જ છે કે “દૂધથી દાઝયો છાશ ફેંકીને પીવે.” એટલે એ વસ્તુ સ્પષ્ટ થઈ શકે છે કે સાચા સ્વરૂપવાળ વાદ મહત્ત્વનો અને તત્વજિજ્ઞાસુઓને ઉપગી છે, તેમ વાદનું મિથ્યા સ્વરૂ૫ વાદના અમૃતને ઝેર બનાવે છે, એટલે વાદના સાચા સ્વરૂપને ઓળખી લેવું એ જીવનની બીજી જરૂરીઆતની જેમ તવંગષકોને માટે અતિ આવશ્યક છે. વાદના પ્રકારે અને વર્તમાન પરિસ્થિતિ વાદના સાચા સ્વરૂપની સાથે, તેના વિકૃત સ્વરૂપની જાણ કરવી એ પ્રથમ જરૂરનું છે. કેમકે વાદના નામે એવી પણ પરિસ્થિતિ પૂર્વના ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ ઉભી થતી કે જેમાં વાદના મિથ્યા સ્વરૂપમાં મુંઝાયેલ વર્ગ પિતાનો કક્કો ખરે સાબીત કરવાને તત્ત્વવાદના સ્વાંગ હેઠળ, સિદ્ધાન્તની ચર્ચાના બહાને કેટલાયે ધમપછાડા કરતો કે જે સાંપ્રદાયિક અબ્ધ માનસનું ભયંકર પરિણામ જ કહી શકાય. સામાન્ય વાદ વિષેની આટલી પૂર્વ ભૂમિકા બાદ, આપણે એ સમજી શકયા કે “વાદ એ ઉપકારક અને મહત્ત્વભર્યું તત્ત્વ છે.” હવે તે વાદનું સ્વરૂપ જાણવું જરૂરી છે, કેમકે વાદનું નિર્ભેળ સ્વરૂપ ન સમજાય તે સંભવિત છે કે અત્યાર અગાઉ આપણે જણાવી ગયા તેમ વાદના નામે અનેક અનર્થોની હારમાળ ઉભી થાય, એટલે વાદ અને વાદાભાસની પારમાર્થિક ઓળખ કરવી જોઈએ. જો કે વાદ અને વાદાભાસના અનેક ભેદ-પ્રભેદે કદાચ સંભવી શકે તે પણ વાસ્તવિક ગણના મુજબ મુખ્યતયા વાદ અને વાદાભાસ એ બન્નેના મળીને ત્રણ અગૌણ ભેદ, એના સ્વરૂપની ભિન્નતાથી, પડી શકે છે. અને બીજા સંભાવ્ય સઘળાય ભેદે એમાં યથામતિ અન્તભૂત થઈ શકે છે. (૧) શુષ્કવાદ, (૨) વિવાદ અને (૩) ધર્મવાદ. આ ત્રણેય વાદના અગૌણ પ્રકારે છે. જેનદર્શન આ ત્રણેય પ્રકારેને મુખ્યતયા સ્વીકારે છે. સર્વદર્શનદી સમર્થવાદી આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરિજી, સ્વકીય અષ્ટક Jain Educપ્રકરણમાં આ વાદોને ખૂબ જ સરળતા અને સ્પષ્ટતા પૂર્વક સમજાવે છે. આ ત્રણેય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44