Book Title: Jain Satyaprakash 1939 03 SrNo 44
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ [[ પ ] શ્રી જન સત્ય પ્રકાશ વાદની મહત્તા અને આવશ્યકતા ઘરે વારે વારે સરકપુરિક એ સામાન્ય લેકિતમાં જરૂર સત્ય સમાયેલું છે. વિચારોની નિર્ભિકતાથી નિખાલસતા પૂર્વક પરસ્પર આપ-લે કરવાથી યોગ્ય વિમર્શ થવા પૂર્વક સારા નરસાને વિવેક થઈ શકે છે. એટલે એ દષ્ટિએ તત્ત્વજ્ઞાન થવામાં ઉપકારક એવા વાદની મહત્તા સૌ કોઈને એક સરખી રીતિએ સ્વીકાર્ય હોઈ શકે છે. કુરે મુને સિન્નિા એ ન્યાયે સિદ્ધાન્તભેદ કદાચ હેઈ શકે, મન્તવ્ય કે સિદ્ધાન્ત ભેદ પ્રામાણિક હોય તે તે ક્ષન્તવ્ય છે; અને એ પ્રામાણિક મતભેદના નિરકરણ માટે જરૂર પરસ્પર નિખાલસતાથી વિચારોની આપ-લે થઈ શકે, એગ્ય પરામર્શ થવા માટે એ આપ-લેની અતિ અગત્ય છે, અને આ વિશુદ્ધ હૃદયની આપ-લે એ વાદનું સાચું અને નિર્ભેળ સ્વરૂપ છે. સામાન્યરીતિ જૈન જૈનેતર સંપ્રદાયનો પ્રાચીન ઈતિહાસ એ વાતને સ્પષ્ટતાએ સ્વીકારે છે કે ભૂતકાળમાં બધા દર્શનકારે પરસ્પર પોતપિતાના સિદ્ધાન્તની આપ લે કરતા અને તત્ત્વપરામર્શ પૂર્વક અને જે સત્ય નિશ્ચિત થતું તેને ઋજુભાવે સ્વીકારવાને તૈયાર રહેતા. એકન્દરે પૂર્વના ભૂતકાળની એ સામાન્ય પરિસ્થિતિ હતી કે વાદના સીધા અને સાદા સ્વરૂપથી પરિચિત તવંગવેષકે વાદથી લાભ લેતા, અને સારા નરસાને વિવેક કરી શકતા. પણ આ પ્રસંગે એક વસ્તુ સ્પષ્ટ કરવી જોઈએ અને તે એ કે જૈનદર્શન અને ઈતિરદર્શન, એ બને દર્શનની વાદ વિષયક પરિસ્થિતિમાં ખૂબ જ અન્તર છે. જૈનદર્શનમાં નિષ્પક્ષ ધર્મવાદને ખૂબ જ મહત્ત્વ મળ્યું છે, કારણ કે આપણે અત્યાર અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યા તે રીતિયે આ દર્શનની તત્ત્વવ્યવસ્થા તદ્દન નિષ્પક્ષ અને યુકિતયુકત તત્ત્વના સ્વીકારમાં આગ્રહ સેવે છે, જ્યારે ઈતર દર્શનકાર સ્વકીય મન્ત સામાના ગળામાં બલાતું વળગાડી દેવામાં પિતાનું ગૌરવ સમજે છે; આ પરિ સ્થિતિમાં નિષ્પક્ષવાદને જૈનદર્શન જ મહત્ત્વનું સ્થાન આપે છે એમ કહેવામાં વેશ પણ અતિશયોકિત નથી. વાદપ્રત્યે આટલે અણગમે કેમ? - જેમ તવંગવેષક માટે વાદ એ જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, અને તેથી તે વર્ગને વાદ પર આદરભાવ થ સંભાવ્ય છે; તેમ બીજી દુઃખદ પરિસ્થિતિ એ ઉભી થવા પામી છે કે સામાન્ય જનસમુદાયની મનોવૃત્તિ સહેજે વાદ પરત્વે અરૂચિ કે ઉપેક્ષાભાવ દાખવતી નજરે પડે છે. એટલે એ શંકા થાય છે કે વાદ જેવી તત્ત્વજ્ઞાન માટે અનિવાર્ય ગણાતી મૂલ્યવાન વસ્તુ પર વર્તમાનમાં આટલી અરૂચિ કેમ? આ પ્રશ્ન કાંઈક અટપટો છે; છતાંયે એના નિર્ણયની અત્યારે એટલે વાદની મહત્તાને સમજવા માટે ખાસ જરૂર છે. અને તેથી વાદ માટેની જન સમાજની આ અરૂચિના મૂળ નિદાનને જાણું લેવું એ ખૂબ જરૂરી છે. એ કહેવું જોઈએ કે જગતના અન્ય વ્યવહારમાં જેમ સર્વ સાધારણ રાતિએ બનતું આવ્યું છે તેમ વાદને વિષે પણ તેવું જ બનવા પામ્યું છે. અને તે એ કે વાદમાં પણ સાચાં અને જુઠાં તાનું મિશ્રણ ખૂબ વધતું ચાલ્યું છે. વાદનું સીધું. Jain Education International For Private & Personal Use Om www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44