Book Title: Jain Satyaprakash 1939 03 SrNo 44
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ જેનદર્શનમાં વાદનું સ્થાન લેખક–મુનિરાજ શ્રી કનકવિજયજી (આચાર્ય મહારાજ શ્રી વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય) જૈનદર્શનની લોકોત્તર પ્રણાલી જૈનદર્શન એ એક અને અવિભાજ્ય દર્શન છે; એની સુસંગત અને અબાધિત અનેકાન્ત તત્ત્વવ્યવસ્થા એ દર્શનને જગતનાં સૌ ઈતર દર્શનની મોખરે રાખે છે. જનદર્શનની સ્યાદાદ પ્રણાલિકાને કોરાણે મૂકી જેઓ એ દર્શનની ઉપાસના કરવાની વાત કરે છે, વસ્તુતઃ તેઓ એ દર્શનને ઓળખી શકતા નથી. અને એટલે જ જૈનદર્શનની ઉપાસનાને નામે, એ દર્શનની અવિભાજ્યતાના મૂળમાં જ તેઓ ઘા કરે છે, અને એ દર્શનની તત્ત્વ વ્યવસ્થાને ખંડિત કરી, જૈનદર્શનના વર્ચસ્વથી તેઓ સદાય વંચિત જ રહે છે. કેમકે એકાવાદનો આગ્રહ રાખી જૈનદર્શનની ઉપાસના એ પ્રાણવિહોણા કલેવરની જ પૂજના કહી શકાય. એટલે એકન્દરે જૈનદર્શનની સ્વાદ પૂર્વકની તત્ત્વવ્યવસ્થા; જૈનદર્શનને સદાકાળ અનાગ્રહી રાખે છે. આ દર્શનમાં કોઈ પણ વસ્તુ તત્વને એકાન્ત આગ્રહ છે જ નહિ, પદાર્થોનું જેવું સ્વરૂપ સ્વાભાવિક રીત્યા અવસ્થિત છે તેને તે રીતિ અપક્ષપાત દષ્ટિએ સ્વીકાર કરે એ જ જૈનદર્શનની લોકોત્તર પ્રણાલી છે. એકન્દરે જજુભાવે સે કોઈને એ કબૂલવું પડે છે કે-જૈનદર્શનમાં તત્વજ્ઞાન વિષેની જે નિરાગ્રહતા પૂર્વકની સૂક્ષ્મ છણાવટ, યોગ્ય વિમર્શન માટે વિચારોની આપ-લે તેમજ સત્ય વસ્તુ પરત્વેને નિર્ભિક આદરભાવ છે; તે ઈતર કઈ પણ આસ્તિક દર્શનમાં મળી શકો પ્રાયઃ અસંભાવ્ય છે. આ આકાશ જમીન જેટલું અત્તર, જન અને તદિતર દર્શનનું અનાદિથી ચાલ્યું આવે છે. એટલે વાદને જેટલું મહત્ત્વનું સ્થાન આ અપક્ષપાતી જિનદર્શનમાં મળ્યું છે તેવું ભાનભર્યું સ્થાન ભાગ્યે જ ઈતર દર્શનમાં હશે. બહુ દૂરને નહિ, પણ નજીકન એટલે આશરે ૨૫૦૦ વર્ષના પ્રારંભથી કે અત્યાર સુધીને જન ઇતિહાસ એ વસ્તુ સ્પષ્ટ કરે છે કે “ ગમે તે મંતવ્યનું પ્રતિપાદન કરનાર, નિરાગ્રહ દશાવાળ સમર્થવાદી જ્યાં વાદ કરવાને ઉપસ્થિત થતો, કે જૈનદર્શનમાં માનનાર પ્રભાવક પુરૂષો તે સામા વાદીના સઘળા સિદ્ધાન્ત અને દલીલોને શાન્તિપૂર્વક, હૈયાની લાગણીને ખળભળાવ્યા વગર, ધ્યાનથી સાંભળી લેતા, અને એગ્ય વિચારોની આપ-લે કરવા પૂર્વક, આંગણે ઉપસ્થિત વાદીને નિખાલસતા પૂર્વકના તત્વવિમર્શન માટેની યોગ્ય સામગ્રી પીરસતા કે જેના વેગે, સામે ધીર વાદી, એ સામગ્રીનો ઉપયોગ કરીને સત્ય વસ્તુને સ્વીકાર કરી લેતે, માટે જ વાદીએ પણ નદર્શનના આઠ પ્રકારના પ્રભાવકોમાં એક પ્રભાવક તરીકે ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44