Book Title: Jain Satyaprakash 1939 03 SrNo 44
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ બ': ૮ શ્રી નમસ્કાર મહામંત્ર-સાહાસ્ય [૪૪૭] (૧) જીવ નિસર્ગથી-સ્વભાવથી નિર્મલ છે. તેની સાથે જ્યારે કર્મપુગલ પરમાશ્રુઓ ભળે છે ત્યારે તેની નિર્મલતામાં ફેરફાર થાય છે અને તે સમલ જણાય છે. આ પ્રમાણેની સમકતા, પ્રવાહની અપેક્ષાથી, અનાદિકાળથી ચાલી આવે છે. આત્મા રાગ દ્વેષને પરિણામથી કર્મવર્ગણાના પુદ્ગલે પિતાની તરફ ખેંચે છે, અને તે પુદ્ગલેને પછી જ્ઞાનાવરણી આદિ આઠ પ્રકારના કર્મ–વિભાગમાં વહેંચી નાખે છે. આ પ્રમાણે દીધું કાળથી–પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી-આઠ પ્રકારનું આત્માની સાથે લાગેલું કર્મ ભવ્ય જીવનું યોગ્ય કારણ પામીને સર્વથા નાશ પામી શકે છે. અભવ્ય જીવોનું સર્વથા કદી નાશ પામી શકતું નથી. આમ હોવાથી ‘મિત' શબ્દથી પ્રવાહની અપેક્ષાએ ભવ્ય જીએ આ પ્રકાર બાંધેલું કર્મ આપણે સમજવાનું છે. (૨) જેમ જાજવલ્યમાન અગ્નથી તપાવવામાં આવે તો લોઢાને મેલ બળીને ભમીભૂત થાય છે, તેમ તીવ્ર ધ્યાનરૂપ અનલથી, બાંધેલું કર્મ બળી જાય છેભસ્મીભૂત થાય છે તે જણાવવાને માટે “ધંત' માત શબ્દ વપરાય છે. “સિત અને “ધંત' એ બે શબ્દના પ્રથમ અક્ષરે લઇને બનાવેલા સિદ્ધ’ શબ્દથી આત્મા સાથે પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી બંધાયેલાં આ પ્રકારનાં કર્મોને જે ભવ્યાત્માઓએ ધ્યાન વગેરે તપના તાપથી સદંતર બાળીને ભસ્મીભૂત કરી નાખ્યું છે તેઓને સમજવાનું છે. ૧સિદ્ધ ભગવાન સિદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં પહેલાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય અને અંતરાય એ ચાર કર્મોને સર્વથા નાશ કરીને સર્વજ્ઞત્વ પામે છે–એટલે કેવલી થાય છે, પછી તે સામાન્ય કેવલી હોય, અથવા તીર્થંકર નામકર્મને ઉદય હોય તે તીર્થકર કેવલી એટલે અરિહંત હય, એ બન્ને પ્રકારના કેવલી ભગવાને બાકીનાં બેપાહિ ચાર કર્મવેદનીય કર્મ, આવું કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ–નો એકી વખતે સર્વથા નાશ કરે છે, અને તે નાશ થતાં સમકાલે સિદ્ધપદ પ્રાપ્ત કરે છે. અહિં એ પ્રશ્ન ઉત્પન્ન થાય કે ચારે ભોપાહિ કર્મ સમરિથતિનાં હેય તે તે સમકાળે તેને નાશ થાય અને મોક્ષે જવાય, પણ જ્યારે તે વિષમ રિથતિવાળાં હેય ત્યારે શું થાય? આયુઃ કર્મના કરતાં વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણ કર્મોની દીર્ધ સ્થિતિ હોય તે આયુષ્યને લંબાવીને બાકીનાં ત્રણ કર્મોની સાથે સમસ્થિતિવાળું કરે ? અથવા હૃસ્વ સ્થિતિવાળા આયુઃ કર્મના બળથી બાકીનાં કર્મોને ટુંકા કરી નાખે? આ બન્ને રીતિ યથાર્થ લાગતી નથી. પહેલીમાં “અકૃતાભ્યાગમ” દેશનો પ્રસંગ આવે, અને બીજીમાં “કૃતનાશ' દેવને પ્રસંગ આવે. આમ હોવાથી જ્યારે કર્મોની સ્થિતિ વિષમ હોય ત્યારે તે વેદનીયાદિ કર્મોને નાશ સમકાલે ન થવું જોઈએ, પણ કમથી એક પછી એક થા જોઇએ. આ સ્થિતિ પણ બરાબર લાગતી નથી. આયુષ્કર્મ ક્ષીણ થઈ જાય તે પછી. બીજાં કર્મોને ક્ષય કરવા માટે સંસારમાં કેવી રીતે રહી શકાય, અને જો એમ કહેવામાં આવે કે આયુષ્કર્મને ક્ષય થઈ જાય તે મોક્ષમાં જતો રહે, તે વેદનીયાદિ કર્મોના જે અંશે બાકી રહેલા હોય તેને સાથે લઇને મેક્ષમાં કેમ ૧ જુએ. વિ. આ Jain Education International ગા કરૂ, ખડ મા ૪૨૯; તથા વુિં For Private & Personal Use Only , મ ૩૦૨૯ થી ૩૦૪૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44