Book Title: Jain Satyaprakash 1939 03 SrNo 44
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ [ ૮] શ્રી જન સત્ય પ્રકાશ જઈ શકાય; કારણ શાસ્ત્રનું વચન છે કે “સકલ કર્મને ક્ષય' થયેથી જ મેક્ષ થાય છે. આનો ખુલાસો આપતાં શાસ્ત્રમાં જણાવેલું છે કે જેમાં ચાર કર્મો સમસ્થિતિવાળાં હોય તેને કાંઈ સમુદઘાત કરવાની જરૂર નથી એટલે તે તે સમુદ્ધાત કર્યો સિવાય એકી સાથે કર્મ ક્ષય કરીને સિદ્ધ થાય છે. પણ જે જીવને આયુઃ કર્મ થોડું હોય અને શેષ કર્મો તેનાથી વધારે હોય તે તે જીવ અપવર્તનાકરણથી ત્રણ કર્મોને સમુદઘાત કરીને આયુષ્યની સમાન કરે છે. સમુદુધાત શબ્દમાં ત્રણ શબ્દ છે. રજ, પુત્ર અને શા. ર૬ એટલે સમ્યફ પ્રકારે એટલે ફરી અતિમાં ન આવે તેવી રીતે, 7 એટલે પ્રાબલ્યથી–અત્યંત, ઘર એટલે કમીને હણવા-નાશ કરવા. એટલે ફરી ઉદ્ભવ ન થાય એવી રીતે અત્યંત કર્મોને નાશ કરે તેનું નામ સમુદ્દઘાત કહેવાય. એ એક પ્રકારનો પ્રયત્ન વિશેષ કે, એક પ્રકારની આધ્યા ત્મિક ક્રિયા છે. એ ક્રિયાથી જીવ ત્રણ કર્મોની સ્થિતિના ટુકડા કરીને આયુકમ સાથે સમસ્થિતિના બનાવે છે. આયુષના બંધને પરિણામ કોઈ એવા જ પ્રકારને છે કે જેથી છેવટે તે આયુષ, વેદનીય આદિ કર્મની અપેક્ષાએ થોડું અથવા સમાન રહે છે, પરંતુ અધિક નથી હોતું. એટલે આયુષ કર્મ દીધું હોય અને બીજાં કર્મો લધુ સ્થિતિવાળાં હેય એ પરિસ્થિતિ ઉદ્દભવી શક્તી જ નથી. આ સમુદુધાત કિયા જાણવા લાયક છે. જ્યારે પિતાનું આયુષ્ય અન્તર્મુહૂર્તાવશેષ રહે ત્યારે આયુષથી અધિક સ્થિતિવાળાં વેદનાદિ કર્મોની સ્થિતિને વિધાત કરવાને કેવલી ભગવાન સમુદઘાત આરંભે છે. સમુદ્ધાત કરવાનું હોય ત્યારે પ્રથમ આવકરણ નામની ક્રિયા કરે છે. મારે હવે આ કર્તવ્ય છે એવા પ્રકારને કેવલીને ઉપયોગ, અથવા ઉદયાવલિકામાં કર્મ પ્રક્ષેપરૂપ વ્યાપાર કરે-તે આવર્જીકરણ કહેવાય. એ આવર્જીકરણ અંતર્મુહૂર્ત સુધી કરવામાં આવે છે, ત્યાર બાદ સમુદ્ધાત કરવામાં આવે છે. એ સમુદ્ધાતની ક્રિયા એકંદરે આઠ સમયમાં સમાપ્ત થાય છે. પહેલા સમયમાં પિતાના દેહ પ્રમાણ પહો, તેમજ ઊર્ધ્વ, અને અધે લાંબો લેકના અન્ત ભાગ સુધી જતે, પિતાના આમપ્રદેશનો દંડ કેવલી કરે. બીજા સમયે તે દંડને પૂર્વ તથા પશ્ચિમ એ બે દિશામાં ફેલાવીને બાજુએથી કાન્ત ગામી કપાટ જેવો કરે. ત્રીજા સમયે તે જ કપાટને દક્ષિણ અને ઉત્તર એ બે દિશામાં ફેલાવીને કાન્ત સુધી પહેચતે મળ્યાન કરે. આમ કરવાથી લકનો ઘણે ભાગ પૂરાય છે, કારણ કે જીવ અને પુદ્ગલની ગતિ સમશ્રણ હોવાથી મન્થાનના આંતરાં પૂરાયા વિનાનાં રહે છે. ચોથા સમયે તે આંતરાં પણ પૂરી નાંખે છે, એટલે આ લેક પૂરાઈ જાય છે. ત્યારપછી પ્રતિમપણે સંહરણ ક્રિયા શરૂ થાય છે. તેમાં પાંચમે સમયે અન્યાનના આંતરાં સંહરી લે છે એટલે કે કર્મસહિત જીવપ્રદેશને સંકોચે છે. છઠ્ઠા સમયે જીવપ્રદેશને વધારે સંકેચ કરીને મળ્યાન હરી લે. સાતમે સમયે પાટને સંહરી લે, એટલે દંડરૂપ થઈ જાય અને આઠમે સમયે દંડને પણ સંહરી લે અને Jain Education International ૧. જુઓ વિ મા For Private Pegou Use Only | મા. ના ૧૮ થી ૩૦૫રy www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44