Book Title: Jain Satyaprakash 1939 03 SrNo 44
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ શ્રી નમસ્કાર મહામંત્ર-માહાભ્ય લેખક-શ્રીયુત સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી બી. એ., એલ. એલ. બી. રિટાયર્ડ સ્પે. કે. જજ (ક્રમાંક ૪થી ચાલુ) અરિહંત ભગવાનના સંબંધમાં કાંઈક જાણ્યા પછી હવે સિદ્ધ ભગવાનના સંબંધમાં આપણે કાંઇક જોઇએ. “સિદ્ધ” શબ્દના અર્થને વિચાર કરતાં આપણને જણાશે કે એ શબ્દ મૂળ ધાતુ તિ' ઉપરથી નીકળે છે. “ત્તિ ધાતુનું એ ભૂતકૃદંત છે. એને અર્થ “તૈયાર થયેલો”, “પાર પામેલે” એવો થાય છે. તૈયાર થવાને તેને સિદ્ધ ન કહી શકાય, તેને સાધનીય કહેવાય. જે ગુણમાં અથવા જે ગુણ વડે જે સિદ્ધ થયે હેય એટલે નિષ્પન્ન થયો હોય, પરાકાષ્ઠાને પહો હેય, સંપૂર્ણ થયું હોય તે તેમાં સિદ્ધ કહેવાય. એવા સિદ્ધ ચૌદ પ્રકારના હોય છે. (૧) નામસિદ્ધ, (૨) સ્થાપનાસિદ્ધ, (૩) વ્યસિહ, (૪) કર્મસિદ્ધ, (૫) શિલ્યસિદ્ધ, (૬) વિદ્યાસિદ્ધ, () મંત્રસિદ્ધ, (૮) ગસિદ્ધ, (૮) આગમસિદ્ધ, (૧૦) અર્થસિદ્ધ, (૧૧) યાત્રા સિદ્ધ, (૧૨) અભિપ્રાય અથવા બુદ્ધિસિદ્ધ, (૧૩) તપસિદ્ધ અને (૧૪) કર્મક્ષયસિદ્ધ. આ ચાર પ્રકારના સિદ્ધ પૈકી આપણા પૂજ્ય સિદ્ધ ભગવાન તે ચૌદમાં “કર્મક્ષયસિદ્ધ છે. એટલે આપણે પ્રથમના તેરે સિદ્ધ વિષે વિચાર ન કરતાં ચૌદમાં કર્મક્ષયસિદ્ધ” વિષે જ વિચાર કરીશું. “કર્મક્ષયસિદ્ધ” સામાન્યથી તે આત્મા કહેવાય કે જેણે સર્વ કર્મભેદને નિરવશેષપણે ક્ષય કરી નાંખ્યા છે. કર્મક્ષય ગુણમાં અથવા કર્મક્ષય ગુણ વડે પરિપૂર્ણતાને પામેલા, પરાકાષ્ઠાએ પહોંચેલા હોય તેઓને કર્મક્ષયસિદ્ધ કહી શકાય. આપણે એમના વિષે વિચાર કરીએ. એકાક્ષરી નિરૂક્તિથી સિદ્ધ એટલે કર્મક્ષયસિદ્ધનો અર્થ આ મુજબ કરવામાં આવે છે – “જિ” શબ્દ બે અક્ષરનો બનેલો છે “ft અને “g' એકાક્ષરી નિરૂક્તિ અર્થ કરવાની રીત પ્રમાણે એક અક્ષર બેલાય એટલે તેના ઉપરથી આખો શબ્દ સમજી જવા હોય છે. જેમકે “મ. જે.” બોલે એટલે મોહનલાલ જેઠાભાઈ સમજી જવાય; તેમ અહીં પણ “ણિ' અક્ષરથી “ઉત્તર’ એમ આખે શબ્દ સમજવાનો છે, અને ૪ અક્ષરથી “પંત એ આખો શબ્દ સમજવાનો છે. “ના” શબ્દનો અર્થ “બદ્ધ'બાંધેલું થાય છે, અને “ધંત’ શબ્દનો અર્થ ભાત-બાળી નાંખેલું થાય છે. એટલે સામાન્ય રીતે સિદ્ધ’ શબ્દનો અર્થ “જેણે બાંધેલું બાળી નાંખ્યું છે તે” એ સમજી શકાય. શું બાંધેલું અને કેવી રીતે બાળી નાંખેલું તે ચાલુ સંબંધથી આપણે સમજવાનું છે. સિદ્ધાંતમાં તે ખુલાસાવાર જણાવેલું છે, તે આપણે સંક્ષેપથી જોઈએ. - ૧ જુઓ વિ. આ મા. ૩૦૨૮; આ ગા. ૯૩૭ ૨ જાઓ વિ . મા. ૩૦૨૯, ૩૦૩થી ૩૦૩૮ અને આ, મા. ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44