________________
અંક ૮]
શ્રી વિમલવસહી(આબુ)ના પ્રતિકા૨ક કણ
[
૫]
હાથે પ્રતિષ્ઠા કરાવે એ વિશેષ સંભવિત છે. એટલે એમાં જરા પણ શંકાને સ્થાન રહેતું નથી.
પૃ૨૬ ના છેલ્લા પેરેગ્રાફમાં શ્રીયુત નાહટાજી લખે છે કે-“વિમલની પ્રાર્થનાથી શ્રી વર્ધમાનસૂરિજીએ છ માસ સુધી આબુ ઉપર તપસ્યા કરી. અને ધરણેન્દ્ર પ્રકટ થયા. પછી બીજા દેએ પ્રકટ થઇને જિનબિમ્બનું પ્રકટ થવાનું સ્થાન વગેરે બતાવ્યું. વગેરે વગેરે. પરંતુ ઉપર કહેવામાં આવ્યું તે પ્રમાણે વિમલ સેનાપતિએ શ્રી વર્ધમાનસૂરિજીને પ્રાર્થના કરી હોય એ સંભવિત જ નથી. વિમલ દંડનાયકે સ્વયં પોતે જ અંબિકાદેવીની આરાધના કર્યાનું, અંબિકાના આદેશથી વિમલવસહી બંધાવ્યાનું અને અબિકાદેવીએ મંદિર બંધાવવામાં સહાયતા ક્યનું-વિને દૂર કર્યાનું (૧) પુરાતન પ્રબળ સંગ્રહ અન્તર્ગત “વિમલવસતિકા પ્રબ' નં. ૩૩ માં (૨) સં. ૧૪૭ માં શ્રી જિનહર્ષગણીવિરચિત “વસ્તુપાલ ચરિત્ર” સર્ગ આઠ, શ્લોક ૬૭ માં (૩) “શ્રી અર્બદ પ્રાચીન જૈન લેખ સંદેહ”, લેખાંક ૧, (વિ. સં. ૧૩૭૮)માં (૪) “વિમલ પ્રબન્ધ” આદિ ઘણા ગ્રન્થ, સ્તોત્રો અને શિલાલેખમાં લખેલું છે. તેમજ વિમલ મંત્રીને કુટુંબીઓમાં સેંકડો વર્ષો સુધી અંબિકાદેવીની આરાધના-માન્યતા ચાલુ રહી છે.
(જુઓ-અબુંદ પ્રાચીન જૈન લેખ સંદેહ, લેખાંક ૫૧ અને ૮૨ ) શ્રીયુત નાહટાજીએ પૃષ્ઠ ૨૧૭ના પહેલા પેરેગ્રાફમાં લખ્યું છે કે –“એક પુરાણી પ્રતિ ઉપરથી ઉદ્ભૂત કરી આબૂ પ્રબન્ધ પ્રકટ કરું છું, પરંતુ તે પુરાણી એટલે કેટલા વર્ષની? ૧૦૦, ૨૦૦ વર્ષોની? કે પાંચસેથી ઉપરાંત વર્ષોની? એ કંઈ લખ્યું નથી.
તેમણે પ્રકટ કરેલ “આબુ પ્રબન્ધ' એ ખાસ આબુને પ્રબન્ધ નથી. એ આબુને જ પ્રબન્ધ હોત તો તેમાં આબુ પર્વતના વર્ણન ઉપરાંત આબુ ઉપરના તે વખતનાં વિધમાન બીજા તમામ જૈન મંદિરોનું વર્ણન પણ આવ્યું હતું. પરંતુ તેમ નથી. આ તે ખરતરગચ્છની કઈ પદાવલિ કે ગુરૂપરંપરામાંના શ્રી વર્ધમાનસૂરિજીના વણમાં, તેઓની માન્યતા પ્રમાણે શ્રી વર્ધમાનસૂરિજી સાથેના સંબંધ પૂરતું જ ઉક્ત પ્રબમાં વર્ણન છે.
તપાસ કરતાં જણાયું છે કેઃ—થી ખરતરગચ્છીય શ્રી જયસમ ઉપાધ્યાયજીએ વિ. સં. ૧૬૫૦ માં કર્મચંદ્ર પ્રબન્ધ ર છે, અને તેના ઉપર તેમના જ શિષ્ય શ્રી ગુણુવિજયજીએ સં. ૧૬૬૫ માં ટીકા રચી છે. આ ટીકામાં શ્રી વર્ધમાનસૂરિજીના વર્ણનમાં ઉપર્યુક્ત “આબુ પ્રબન્ધ” આપેલ છે. તેની સાથે આ છપાએ “આબુ પ્રબન્ધ” મેળવતાં અક્ષરશઃ મળતું આવે છે. એટલે ઉકત પ્રબંધ તેમાંથી જ લઈને અહિં (શ્રી જન સત્ય પ્રકાશમાં) પ્રકટ કરવામાં આવ્યું લાગે છે. એટલે આ બધુ વિ. સં. ૧૬૬૫ને હેઈ તે વધારે પ્રાચીન ન હોવાથી, તેથજ ઉપર બતાવેલાં કારણ અને પ્રમાણેથી આ “આબુ પ્રબન્ધ' ના લખાણ ઉપર વિશ્વાસ ન રાખી શકાય એ સ્વાભાવિક છે.
અંતમાં શ્રીયુત નાહટા નિષ્પક્ષપાત દષ્ટિથી આ મારા લેખને જે, વિચારીને | Jain Educatતેમાંથી સાર ગ્રહણ કરશે, એવી આશા સાથે વિરમું છું
www.jainelibrary.org