________________
દુર્લભ પંચક
[૨૩૧]
અને વિચારશૂન્ય પ્રવૃત્તિ તે અભિસંધિ જ (અનાગિક) વીર્ય કહેવાય. સંવિ જીવોને જ પહેલું વીર્ય હેય. અને અનભિસંધિજ વીર્ય તમામ ને હોય છે. આવા વયવાળા આત્માને જ્યારે કર્મલિકને ક્ષપશમ થાય, ત્યારે લબ્ધિ એટલે ક્ષયોપશમ અને કરણ (દ્રિયો)ને અનુસારે જ્ઞાન પ્રકટે છે. જ્યારે જ્યારે તે વીયન (ઓછા વધતા) પ્રમાણમાં) નાશ (ઘટાડો) થાય, ત્યારે ત્યારે તે જ કર્મ પુદગલે ફરી આત્માને ઢાંકે છે. જેમ દૂર કરેલ સેવાળનો જ પાણીને ઢાંકે, અને સ્વચ્છ ચાટલાને કાદવ ઢાંકે, (મલિન કરેતેમ અહીં આત્માના સંબંધમાં પણ સમજી લેવું. આવાં અનેક કારણોને લઈને સંશય વગેરે થાય છે.
પ્રશ્ન-જીવને શિવપુર કઈ રીતે મલે ?
ઉત્તર– રજનવારિત્રાઉન કક્ષમા (તરવાર્થ સૂત્ર) પૂર્વે કહ્યા મુજબ અનાદિ જીવ અનાદિ કર્મોથી વીંટાયેલો હોય છે. તે જ્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિ કારણુને લઈને અનંતાનુબંધિ કમાય વગેરે સાત પ્રકૃતિના ક્ષપશમ કરે ત્યારે સમગ ( નિલ દર્શન ગુણ પામે છે. તેથી તેને એવી ખાત્રી થાય છે કે શ્રી જિનેશ્વર ભગવતે કહેલું પદાર્થ સ્વરૂપ સાચું છે. અને શ્રી જિનધર્મ એ જ મહાકલ્યાણકારિ વસ્તુ છે. બીજા સાંસારિક પદાર્થો દુ:ખદાયિ છે. ત્યારબાદ જ્ઞાનાવરણીય કર્મને લપશમ થવાથી નિર્મલ જ્ઞાનગુણ પ્રકટ થાય છે. એથી એમ સમજે છે કે હિંસા વગેરે ત્યાગ કરવા લાયક છે અને જીવાદિ પદાર્થો જાણવા લાયક છે. પવિત્ર ચારિત્રાદિ ગ્રહણ કરવા લાયક છે. પછી ‘જાણ્યું કે તે તે ખરૂં કે મોહે નવિ લેપાય' આવી ભાવ થી ચારિત્ર મહિના
પશમે જ્ઞાનનું ફલ વિરતિ ગુણ અંગીકારે. એમ નિર્મલ દર્શનાદિ ત્રણેની મદદથી આ છવ શિવપુર પામે છે. ત્રણમાંથી એકલા દર્શનથી શિવપુર ન મળી શકે છે. જે તેમ હેય તે સમ્યગ્દષ્ટિ દેવાદિની મુક્તિ થવી જોઇએ તથા એ જ કારણથી એકલા જ્ઞાનથી પણ મુક્તિ થઈ શકે નહિ. માટે જ ત્રણેની ભેગી આરાધના કરનાર મનુષ્ય આઠે કર્મ દૂર કરી શિવપુર પામે. સિદ્ધ પરમાત્મા જ્ઞાનાદિ ભાવ પ્રાણોને ધારણ કરે છે. તેમને નિજગુણમાં સ્થિરતા રૂપ ચારિત્ર હોય છે. સકલ કર્મના અભાવે તેમને શરીર વગેરે હેય નહિ. ભોજન વગેરે દ્વારા ક્ષણિક શાંતિ મળે છે. સિદ્ધ ભગવંતને સાદિ અનંત ભાગે કાયમ શાંતિ હોય છે. સિદ્ધના પંદર ભેદ વગેરે વિશાલ સ્વરૂપ પ્રકાશ વગેરે ગ્રંથેથી જાણવું. પ્રબલ પુણ્યવંતને જ આ શિવપુરને લાભ થાય, માટે તેને દુર્લભ કહ્યું છે. એ પ્રમાણે બીજા કાર શિવપુર)નું ટુંકામાં સ્વરૂપ જણાવ્યું.
૩ શત્રુંજયનદી–મહાપ્રભાવક તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની નજીક રહેલી પરમપાવન આ નદી છે. તેમાં સ્નાન કરવાને અપૂર્વ મહિમા શ્રી શત્રુ જય માહાભ્યાદિમાં વર્ણબે છે, ધણાં ભવ્ય જીવોના આ નદીના સ્પર્શથી વિકટ રોગ નાશ પામ્યા છે. અહીં આવનારા છો અપૂર્વ શાંતિનો અનુભવ કરી કર્મનિરાને વિશેષ લાભ મેળવે છે. તેમ અલ્પ સંસારિ ભવ્ય જીવો જ શેત્રુંજી નદીની સ્પર્શના કરી શકે છે. માટે ત્રીજો શકાર શત્રુંજય નદી દુલેબ કહી છે.
(અપૂર્ણ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org