Book Title: Jain Satyaprakash 1938 10 SrNo 39
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ અંક ૩} દીપાલિકા રિ૪૩] હનાં તે વખતે શ્રી પાવાપુરિમાં પ્રભુ મેક્ષ પધાર્યા તે વખતે આખા ભારતવર્ષમાં શ્રી વિરપ્રભુના અનુયાયીઓને મોટું દુઃખ ઉત્પન્ન થયું. શ્રી. ગૌતમસ્વામી પ્રશસ્ત રાગથી શેકસમુદ્રમાં ડુખ્યા. શ્રી વિરપ્રભુ શ્રી ચતુર્વિધ સંઘના આધારભૂત હતા, મહાઉપકારી હતા. તેમને વિયોગ થયે લેકોની સ્થિતિ સેનાપતિ વિનાના સૈન્ય અને માત વિનાના બાળક જેવી નિરાધાર થઈ ગઈ પ્રભુના ભક્તને શેક છાયા સાથે એવી એવા વિચારો આવવા લાગ્યા કે પ્રભુ છકાયનું રક્ષણ કરવામાં મહાપ હતા, સંપૂર્ણ–વસવસ દયા પાળવામાં મહામહિણ હતા, ભવ અટવીમાં શુધ્ધ ભગંદશંકરૂપ સાર્થવાહ હતા અને ભવસમુદ્રમાં નાવિક સમાન નિયામક હતા. એવા ગુણેથી યુક્ત ભગવાન આ ભારતને તજીને ચાલ્યા ગયા. હવે આપણને કાનો આધાર રહ્યો. આવા વિચારોથી દીપાલિકા શેકરૂપે ઉજવાય. હર્ષ શ્રી. ગૌતમસ્વામી પ્રશસ્ત રાગના પ્રતાપથી શોક સમુદ્રમાં ડખ્યા હતા તે પ્રશસ્ત રાગને ક્ષય કરતાં કેવળજ્ઞાન ઉપજાવે, તે સાંભળતાં ભવ્ય જીવોને હર્ષ પેદા થાય તે વાસ્તવિક છે વીરના વિરહદુઃખમાં શ્રી ગૌતમનું કેવળજ્ઞાન આપવાસનરૂપ નીવડયું. શ્રી. ધર્મચંદ્ર મહારાજે કહ્યું છે કે: વીર નિર્વાણ સુર મુખથી જાગી, મેહ કર્યો ચકચુર જીરે, કેવળજ્ઞાન ને દર્શન પ્રગટયાં, ગૌતમને ઉગતે સૂર્ય, પ્રગટી દિવાલીજી રે. પામ્યા કેવળજ્ઞાન કર્મ પ્રજાલી રે. જૈન શાસનમાં હર્ષ અને શેક દેષ રૂપ જણાવ્યાં છે. પરંતુ જે આ માએ અમુક હદ સુધી જે-સાતમ આઠમા ગુણસ્થાનક સુધી પહોંચ્યા નથી તેમને અપ્રશસ્ત હર્ષ શોક ત્યાજ્ય છે અને પ્રશસ્ત હશોક આદરણીય છે. અમુક હદ સુધી ચયા વિના પ્રશસ્ત હર્ષ કે શાક ને થાય. ચેથાથી છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવનને પ્રશસ્ત હર્ષ શાક અવશ્ય થાય છે, અને તે તે ગુણસ્થાનકનું ભૂષણ સમજવું. આગળ જતાં એ પ્રશસ્ત હર્ષશોક સ્વયમેવ છૂટી જશે. - થી વીરશાસનમાં ત્રેવીસ ઉદય છે. હાલ ત્રીજો ઉદય વર્તે છે. સંપૂર્ણ ત્રેવીસ ઉદયમાં ૨૦૦૪ યુગપ્રધાન શાસનના સ્થંભરૂપ થશે. આ ઉદમાં કલંકી કયારે થયો કે થશે? તે બાબત સંશય છે, પરંતુ દિવાલીકલ્પની એક પ્રતમાં લખ્યું છે કે હાલ ત્રીજો ઉદય વર્તે છે. આઠમા ઉદયમાં કલંકી થશે તે ચાલતા સંવત્સરે ઉથાપી પિતાને સંવત્સર સ્થાપશે. અને ઘણા જ ત્રાસ આપશે. હાલ એટલો બધે ત્રાસ જણાતો નથી, એથી જણાય છે કે હજુ કલંકી થયા નથી. પણ આઠમાં ઉદયમાં થશે. આવા સમયમાં પણ વીરપ્રભુના શાસનનો રસ લેનારા તે લેશે જ. એક સાવનમાં કહ્યું છે કે ઉત્તમ આચારજ મુની આજની, શ્રાવક શ્રાવિકા અચ્છજી, લવણુજળધિમાં મીઠું જળ પીવે શગી ભ૭છ વીર જિર્ણોદ જગત ઉપગારી. લવણુસમુદ્રમાં શગીભ૭ જેમ મીઠું પાણી મેળવે છે તેમ આ કલિકાલમાં પણ શાસન સિક છે આવાં ઉત્તમ પને આરાધી આત્મકલ્યાણ સાધી શકે છે. ભવ્ય આભાઓ આ ઉત્તમ દીપાલિકા પર્વને દ્રવ્ય અને ભાવથી આરાધે અને ઉત્તરોત્તર આત્મકહાણ સાધી મેક્ષની પ્રાપ્તિ કરે એ જ ભાવના ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44