Book Title: Jain Satyaprakash 1938 10 SrNo 39
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ [ ૧૫૦ ] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : છે કે જગદગુરૂજીના શ્રાવકે ઈન્ડ સરિખા છે. અર્થાત મહાન સમૃધ્ધિશાલી અને પરમ ગુરૂભકત છે. આ મંદિર જે વખતે બન્યું તે વખતે તે આ નગરી બહુ જ ઉત્તત દશામાં હતી. એકલા શ્રીમાનાં જ ૩૦૦ ધર હતાં. મંદિર પણ ભવ્ય અને વિશાલ બન્યું છે. સુંદર ત્રણ ગભારા, પ્રદિક્ષણ અ! વચમાં વિશાલ એક છે. આજે આ ભવ્ય મંદિર ખંડેર હાલતમાં પિતાના ભૂતપૂર્વ ગૌરવને કહેતું ઉભું છે. વચ મુમ્બજ બિલકુલ ટુટી ગયો છે. ગભારે ત્રણે અખંડિત છે. શિખર નથી રહ્યું. સુંદર કારીગરી પણ હશે. પરંતુ થોડા ખંભા કે જાળીઓ સિવાય આજે કશું નથી રહ્યું. આ મંદિરમાં એક સુંદર પ્રાચીન શિલાલેખ છે અને તે જોવા માટે જ અમે આ બિહામણા ભયંકર અજાણવા રસ્તે આવવાનું સાહસ કર્યું હતું. આ શિલાલેખ મળવાથી અમને તે પુષ્કળ આનંદ થયો હતે. | (અપૂર્ણ) વિશેષાંકમાં ભૂલ સુધાર પાનું ૨૬, પંકિત દસમાં ૩૫૦૦૦ ના સ્થાને ૩૫૦૦૦૦ સમજવું. પાના ૫૧ માં જંબુસ્વામીને જન્મ અષભદત્ત બ્રાહ્મણને ત્યાં થયાનું લખ્યું છે તેના બદલે ઋષભદત્ત શેઠ સમજવું. પાનું ૨૦૦-આ પાનામાં વીર જન્મ સંવત ૪૩ (ઈસ્વી સન પૂર્વે ૫૫૫)ની ઘટનાઓના પેરેગ્રાફની ચોથી પંકિતના અંતમાં “આ સાલમાં "ના સ્થાને “તે સમયે જ” એમ સમજવું. આ જ પેરેગ્રાફમાં ત્યારપછીની રાજા શ્રેણિકના જૈન થવાથી લઈને (૫૦ ૨૦ માં) ચેટકના યુદ્ધની ઘટના આપી છે તે બધી આ સાલમાં (વીર જન્મ સંવત ૪૩ માં) નથી બની. તેને કોઈ નિશ્ચિત સંવત્સર નથી એટલે તે ઘટના જુદા પેરેગ્રાફરૂપે સમજીને તેની આગળ સંવતના અંકને સ્થાને, એ લેખમાં સ્વીકૃત સંકેત પ્રમાણે, અનુપલબ્ધ સંવત બતાવવા માટે દેશ (C) નું નિશાન સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44