Book Title: Jain Satyaprakash 1938 10 SrNo 39
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ અંક ૩ ] જન મૃત્તિનિમણુકલા [ ૫૩ ] આંગળની અશુભ ગણવામાં આવી છે. તેમાં એકથી અગ્યાર આંગળની ઉંચાઈ સુધીની મૂત્તિઓ ઘર દેરાસરમાં રાખી પૂજી શકાય, અને અગ્યાર આંગળથી અધિક ઉંચાઈની મૂર્તિ ઘરદેરાસરમાં રાખવાની કે પૂજવાની શાસ્ત્રમાં મના છે, જેથી અગ્યાર આંગળથી વધારે ઊી ચાઇની મૂર્તાિ દેહરાસરમાં જ રાખીને પૂજી શકાય મૂર્તિના બે ભેદ પાડવામાં આવ્યા છે. તેમાં એક અરિહંતની અને બીજી સિદ્ધભગવાનની મૂર્તિ જાણવી. જે મૂર્તિને અષ્ટમહાપ્રાતિહાશિવાળું પરિકર નહેય તે સિદ્ધભગવાનની અને પરિકરવાળી મુક્તિ અરિહંતની જાણવી, ઘરદેરાસરમાં અરિહંતની જ મૂર્તિ રાખવાને આદેશ શાસ્ત્રકાર જણાવે છે. તેમાં પણ પાષાણુ, લેપ, કાષ્ઠ અથવા હાથીદાંતની મૂર્તિઓ પરિકરવાળા હોય છે પરિકર રહિત હોય તે ઘરદેરાસરમાં રાખી શકાય નહિ. પણ ફક્ત ધાતુની મૂર્તિઓ પરિકરવાળી હોય અને અગ્યાર આગળથી વધારે ઉંચી ન હોય તે ઘરદેરાસરમાં રાખી પૂજી શકાય. ચંદ્રકાન્ત, સુર્યકાંત આદિ સર્વ મણિરત્નની જાત, સોના, ચાંદી, તાંબા, પીત્તલ, પાષાણ, કાષ્ટ, ચિત્રાલ અને હાથીદાંત વગેરે મૂર્તિઓ બનાવવા માટે શુભ છે, તેમાં પાવાણુ અને કાષ્ઠની પરીક્ષા કરીને તેમાં ડાધ વગેરે ન છે તે જોઈને પછી તેની મૂત્તિ ઓ બનાવવી. ગભાસના અદ્ધભાગના પાંચ ભાગ કરીને તેના વચલા ત્રીજા ભાગમાં જિનમંત્તિને સ્થાપિત કરવી જોઇએ. પરંતુ ભીતની સાથે લગાડવી ન જોઈએ, એમ શાસ્ત્રકાર લખે છે, છતાં આજકાલ ઘણે ઠેકાણે મૂર્તિઓ ભીતની સાથે ચુના આદિથી ચોડેલી જોવામાં આવે છે તે આશાતના ઉપ છે. માટે મૂર્તિને પાછળના ભાગમાં ચૂના આદિથી નહિ ડિવી જોઈએ, પરંતુ ખુલાસાવાર રાખવી એ શ્રેષ્ઠ છે. પ્રતિમાનું શુભ-અશુભ લક્ષણ મૂર્તાિનાં નખ, આંગળી, ભુજા, નાક અને પગ એટલાં અંગોમાંથી કોઈ એક અંગ ખંડિત હેય તે તે મૂર્તિ અનુક્રમે શત્રુને ભય, દેશનો વિનાશ, બંધન, કુલને નાશ અને દ્રવ્યને ક્ષય કરનારી જાણવી, પાદપ, ચિહ્ન, પરિકર, છત્ર, શ્રીવન્સ અને કાનથી ખંડિત મૂર્તિ અનુક્રમે સ્વજન, વાહન, સેવક, લક્ષ્મી, સુખ અને બાંધવની હાનિકારક જાણવી, જે મૂર્તિ વાંકા નાકવાળી હોય તે દુઃખ દેવાવાળી; ટુંકા અવયવની હોય તે ક્ષય કરનારી; ખરાબ આંખવાળી હોય તે નેત્રપીડા કરનારી; સાંકડા મુખવાળી હોય તે ભાગની હાનિકારક; કમરહીન હોય તે આચાર્યને નાશ કરનારી; હીન જાધવાળી હોય તે પુત્ર, મિત્ર અને ભાઈનો નાશ કરનારી; હીન આસનવાળી હોય તે ઋદ્ધિને નાશ કરનારી; હીન હાથ પગવાળી હોય તે ધનને નાશ કરનારી; ઊંચા મુખવાળી ધનનો નાશકારક; નીચા મુખવાળી ચિન્તા ઉત્પન્ન કરનારી અને વાંકા મુખવાળી દેશને ભંગ કરનારી જાણવી. વિસમ આસનવાળી વ્યાધિ કરે, અન્યાયથી પેદા કરેલ દ્રવ્યથી બનાવેલી મૂર્તિ દા રદ્ધકારક જાણવીમાપમાં જૂતાધિક અંગવાળી હેય તે કw દેવાવાળી જાણવી; રૌટ એટલે ભયાનક મુખવાળી મૂર્તિ તે કરાવનારને, માનની અધિક અંગવાળી કારિગરનો અને દુબલ પિટવાળી દ્રવ્યનો નાશ કરે. ઉપર પ્રમાણે સંક્ષેપમાં મૂર્તિ નિર્માણ સંબંધી જણાવેલ છે. વિશેષ જાણવાની Uછાવાળાએ પરમર્જન ઠકકુર “ફેરીને બનાવેલ વાસ્તુસાર નામનો ગ્રંથ વાંચો. * પરિકરનું સ્વરૂપ હવે પછીના બીન લેખમાં સવિસ્તર વીરા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44