________________
શ્રી જૈન સત્ય પ્રકાશના શ્રી પર્યુષણ પર્વ વિશેષાંકનો સત્કાર
- ઉદાર મદદ
જામનગર નિવાસી શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ સંઘવી તથા શેઠશ્રી ચુનીલાલ ઉમીચંદભાઈ સંઘવીએ, તેમણે આ વર્ષમાં કાઢેલા સંધના પવિત્ર મરણ નિમિત્તે, આ વિશેષાંકના ખર્ચ પેટે પાંચસો રૂપિયાની ઉદાર મદદ સમિતિને આપી છે, એની નોંધ લેતાં અમને ઘણો આનંદ થાય છે.
અમે કેટલાક વખત પહેલાં તેઓશ્રીને આ માટે વિનંતી કરી હતી, અને આ વિશેષાંક જોયા પછી, સમિતિના આ પ્રકાશનથી સંતુષ્ટ થઈને તેમણે અમારી એ વિનંતી માન્ય રાખી છે.
તેઓએ સમિતિને જે ઉદાર મદદ આપી છે, તે માટે અમે તેમને બહુ આભાર માનીએ છીએ. અને ભવિષ્યમાં પણ તેના તરફથી તેમજ અન્ય ઉદાર સદ્દગૃહસ્થો તરફથી સમિતિને આવા જ સહકાર મળતું રહેશે એવી આશા રાખીએ છીએ.
આ વિશેષાંકને આવો સત્કાર થયો જાણીને અમને સંતોષ થાય છે.
-વ્યવસ્થાપક.
અત્યાર સુધીમાં આ વિશેષાંક માટે જે અભિપ્રાયો મળ્યા છે, તેમાંથી નીચે પ્રમાણે રજુ કરીએ છીએ, જેથી એ વિશેષાંકની મહત્તા અને ઉપયોગિતા ખ્યાલમાં આવી શકે.
( વર્તમાનપત્રો ).
“ અમદાવાદથી પ્રગટ થતા પ્રાચીન જૈન સાહિત્યના ? ' માસિક શ્રી પર્યુષણ પર્વના સુપ્રસંગે આશરે સવાબસે પાનાને ખાસ અંક પ્રગટ કરીને જેનેની ભૂતકાળની ભવ્યતાને
ખ્યાલ કરી છે. આ અંકના મુખપૃષ્ઠ પર ભગવાન મહાવીરસ્વામીનું એક ભાવવાહી ત્રિરંગી ચિત્ર રજુ થયું છે, અંદરના ભામમાં પ્રાચીન જૈન શિપેન, ચિત્ર તેમજ શ્રી. કનુ દેસાઈના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org